________________
५१२
૪/૧૨
• व्यञ्जनपर्यायाऽवाच्यता 0 प एवम्भूतस्यापि विवक्षितक्रियाकालार्थत्वात् । ग लिङ्ग-संज्ञा-क्रियाभेदेन भिन्नस्यैकशब्दाऽवाच्यत्वात् शब्दादिषु तृतीयः ।
છે. Pot શબ્દનો અર્થ જુદો છે. ‘ગાગર' શબ્દનો અર્થ જુદો છે. આમ વ્યવહાર આદિને સંમત એવો પર્યાયવાચી શબ્દ બદલાઈ જાય તો સમભિરૂઢ નયના મતે તે શબ્દનો અર્થ બદલાઈ જાય છે. તેથી એક જ અર્થમાં પર્યાયશબ્દવાચ્યત્વનો વિકલ્પ સમભિરૂઢનયને માન્ય જ નથી. તેથી સમભિરૂઢનયના મતે વસ્તુ નિર્વિકલ્પ (= પર્યાયશબ્દથી અવાચ્ય) છે.
ફક્ત એવંભૂતનયના મતે નિર્વિકલ્પતાની વિચારણા | (વભૂત.) શબ્દનયનો ત્રીજો ભેદ એવંભૂતનય છે. તેના મતે પણ વસ્તુ નિર્વિકલ્પ છે. આનું કારણ એ છે કે ચોક્કસ પ્રકારની ક્રિયા જે સમયે પ્રવર્તતી હોય તેટલો સમય જ તે અર્થ તે શબ્દથી વાચ્ય બને. દા.ત. પનિહારીના મસ્તક ઉપર આરૂઢ થઈને પાણી લાવવાની ક્રિયા કરનાર વસ્તુ “ઘટ’ શબ્દથી વાચ્ય છે. તે ક્રિયા શરૂ થઈ ન હોય કે સમાપ્ત થઈ ચૂકી હોય તેવા સમયે તે વસ્તુ “ઘટ’ શબ્દથી વાચ્ય નથી. આમ તે તે શબ્દથી વિવતિ એવી ક્રિયા જે સમયે વિદ્યમાન ન હોય તે સમયે તે વસ્તુનો તે શબ્દના અર્થરૂપે સ્વીકાર કરવાનો વિચાર કે વિકલ્પ એવંભૂતનયને માન્ય ન હોવાથી તેના મત
મુજબ વસ્તુ નિર્વિકલ્પ (વિવક્ષિતક્રિયાશૂન્ય કાળમાં પ્રયુક્ત શબ્દથી અવાચ્યો છે. વળી, સમભિરૂઢનયના 0ા મતે પર્યાયશબ્દથી અવાચ્ય એવો પદાર્થ નિર્વિકલ્પ છે - આવું જે પૂર્વે જણાવેલું હતું, તે પણ એવંભૂતનયને
માન્ય છે. અર્થાત્ પર્યાયશબ્દવાચ્યત્વસંબંધી વિકલ્પથી શૂન્ય એવી જ વસ્તુ એવંભૂતનયના મતે અર્થક્રિયાકાળે સ પરમાર્થ સત્ છે. આથી પણ એવંભૂતનો વિષય નિર્વિકલ્પ છે.
& વ્યંજનપર્યાયની સમભંગીનો ત્રીજો ભાંગો છે (નિ.) હવે સપ્તભંગીના ત્રીજા ભાંગાની વાત આપણે વ્યંજનપર્યાયમાં વિચારીએ. શબ્દનયના સામ્પ્રત, સમભિરૂઢ અને એવંભૂત સ્વરૂપ ત્રણેય પ્રકારના નયનો યુગપદ્ વિચાર કરીએ તો વસ્તુ અવાચ્ય છે. આનું કારણ એ છે કે “શબ્દના લિ, કાળ, વચન, વિભક્તિ અને પુરુષ બદલાઈ જાય તો તે ભિન્નલિંગાદિવાળા શબ્દથી તે વસ્તુ વાચ્ય કહેવાય નહિ' - આમ શબ્દનય (= સાંપ્રત નય) માને છે. તથા સમભિરૂઢનય એવું માને છે કે “કોઈ વ્યક્તિ “ઘટ’ શબ્દના બદલે “કુંભ' સંજ્ઞાનો પ્રયોગ કરે તો તે ઘડો ‘કુંભ સંકેતથી વાચ્ય બને નહિ” તથા એવંભૂતનય એવું માને છે કે “પાણી લાવવાની ક્રિયા કરવાના સમયથી ભિન્ન સમયે ઘરના ખૂણામાં પડી રહેલી કબુગ્રીવાદિમાનું વસ્તુ “ઘટ’ શબ્દથી વાચ્ય બને નહિ.” તેથી સામ્પત, સમભિરૂઢ અને એવંભૂત - આ ત્રણેય નયને એકીસાથે પૂછવામાં આવે કે “ભિન્ન એવા અર્થો એક શબ્દથી વાચ્ય હોય કે નહિ ?” તો તે ત્રણેય નયો એકીસાથે જવાબ આપશે કે “એક શબ્દ દ્વારા ભિન્ન વસ્તુ અવાચ્ય (= અવક્તવ્ય) છે.” જો કે અહીં “યુગપ૬ ની પ્રધાનતા રહેતી નથી. કારણ કે આવા પ્રકારના પ્રશ્નમાં યુગપના બદલે ક્રમસર લઈએ તો પણ શબ્દનયના સાંપ્રત આદિ ત્રણેય પ્રકારોના અભિપ્રાયથી ભિન્ન એવા અર્થો એક શબ્દથી અવાચ્ય જ હોય છે. તેમ છતાં અહીં સંમતિવૃત્તિકારશ્રીએ “યુગપદ્ અંશને ગૌણ રાખી અવાચ્યતાને જ પ્રસ્તુત સપ્તભંગીના ત્રીજા ભાંગામાં મુખ્ય કરેલ હોય તેમ જણાય છે.]