SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ५०८ • व्यञ्जननये द्विभङ्गी । ૪/૧૩ वादिदेवसूरिमतानुसारेण नैगमनयस्य षट् सप्तभङ्ग्य इव एकाऽपि सप्तभङ्गी निराबाधा एव, - व्यञ्जनपर्यायस्थले शब्दनयानुसारेण भङ्गद्वयेनाऽपि कृत्स्नार्थसिद्धेः सम्मतितर्के व्युत्पादनादिति महोपाध्यायरा यशोविजयगणिवराभिप्रायः प्रतिभाति । म सम्मतितर्ककृदाकूतं त्वम् - प्रमात्रभिप्रायलक्षणः नयः तावद् अर्थद्वारेण शब्दद्वारेण वा प्रवर्तते, गत्यन्तराभावात् । तत्र ये केचन अर्थनिरूपणप्रवणाः प्रमात्रभिप्रायाः ते सर्वेऽपि आये नयचतुष्टये अन्तर्भवन्ति। अतो नैगमादयः चत्वारो हि अर्थनया उच्यन्ते । यद्वा नैगमस्य सङ्ग्रह -व्यवहारयोः समावेशात् सङ्ग्रहादयः त्रयः अर्थनयाः। ये च शब्दविचारचतुराः ते शब्दादिनयत्रये णि समाविशन्ति । अतः शब्द-समभिरूढ़वम्भूताभिधाना नयाः व्यञ्जननयाः शब्दनया वा उच्यन्ते । तत्र का अर्थनये सप्ताऽपि भङ्गाः सम्भवन्ति । व्यञ्जननये च सविकल्प-निर्विकल्पलक्षणौ द्वौ एव भङ्गो सम्भवतः, ताभ्यामेव अभिमतकृत्स्नार्थसिद्धेः इति । -અલગ ગોઠવી નૈગમનની છ સપ્તભંગી દર્શાવેલ છે, તેમ નૈગમના પ્રતિપક્ષરૂપે નિષેધકોટિમાં એકસાથે બાકી રહેલા સંગ્રહાદિ સર્વ (૬ કે ૫) નયોને ગોઠવીને નૈગમનયની એક સપ્તભંગી પણ પ્રસ્થક આદિ ઉદાહરણમાં દર્શાવી શકાય છે. આમાં કોઈ શાસ્ત્રીય બાધ નથી. કારણ કે વ્યંજનપર્યાયના સ્થળે બે ભાંગાથી પણ સંપૂર્ણ અર્થની સિદ્ધિ (= જ્ઞાન) સંમતિતર્કમાં દર્શાવેલ છે. આ પ્રમાણે મહોપાધ્યાયજીનો આશય જણાય છે. તેમણે પોતાની વાતના સમર્થન માટે રાસના ટબામાં સંમતિતર્કનો સંવાદ દર્શાવેલ છે. અર્થનચ-વ્યંજનનય વિચાર જ (સમ્મતિ.) પ્રસ્તુતમાં સંમતિકારનું કહેવાનું તાત્પર્ય એ છે કે વક્તાનો કે પ્રમાતાનો (= અભ્રાન્ત જ્ઞાતાનો) અભિપ્રાય એ જ નય છે. તથા આવો નય અર્થ દ્વારા અથવા શબ્દ દ્વારા પ્રવર્તે છે. કારણ છે કે વસ્તુ અંગેનો અભિપ્રાય દર્શાવવા માટે ત્રીજો કોઈ વિકલ્પ નથી. મતલબ કે વસ્તુગોચર અભિપ્રાય વ, અર્થને મુખ્ય કરીને બતાવી શકાય અથવા શબ્દને મુખ્ય કરીને દર્શાવી શકાય. વક્તાના કે પ્રમાતાના જેટલા નયો અર્થનું નિરૂપણ કરે છે, અર્થને = પદાર્થને મુખ્ય કરીને પ્રતિપાદન કરે છે તે બધા અભિપ્રાયોનો સ પ્રથમ ચાર નયમાં સમાવેશ થાય છે. તેથી નૈગમાદિ ચાર નય અર્થનય કહેવાય છે. અથવા નૈગમનો સંગ્રહ-વ્યવહારમાં સમાવેશ કરવાથી સંગ્રહ વગેરે ત્રણ નયો અર્થનય કહેવાય છે. તથા જે અભિપ્રાયો શબ્દનો વિચાર કરવામાં નિષ્ણાત છે, શબ્દને મુખ્ય કરીને વસ્તુસ્વરૂપને જણાવે છે તે તમામ અભિપ્રાયોનો શબ્દાદિ ત્રણ નવમાં સમાવેશ થાય છે. તેથી શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નામના છેલ્લા ત્રણ નય વ્યંજનનય કે શબ્દનય પણ કહેવાય છે. અર્થનય વસ્તુસ્વરૂપને સાત ભાંગા = પ્રકાર દ્વારા જણાવે છે. તેથી અર્થનમાં સમભંગી સંભવે છે. જ્યારે શબ્દનયમાં = વ્યંજનનયમાં તો સવિકલ્પ અને નિર્વિકલ્પ નામના બે જ ભાંગા – પ્રકાર સંભવે છે. કારણ કે બે ભાંગા દ્વારા જ વ્યંજનનયને જે વસ્તુસ્વરૂપ જણાવવું છે તે પૂરેપૂરું જણાવાઈ જાય છે. તેથી વ્યંજનનયમાં સપ્તભંગીના બદલે ક્રિભંગી પ્રાપ્ત થાય. હવે સિદ્ધસેનદિવાકરસૂરિજીના શબ્દોમાં જ તેમની વાતને આપણે સમજીએ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy