SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ४९९ ४/१३ 0 प्रस्थकोदाहरणे ऋजुसूत्रादिनयाभिप्राय: ऋजुसूत्राश्रयणात्तु पर्यायमात्रस्य प्रस्थादित्वेनोपलब्धिः, अन्यथा प्रतीत्यनुपपत्तेरिति । शब्दाश्रयणात्पुनः कालादिभेदाद् भिन्नस्यार्थस्य प्रस्थादित्वमन्यथातिप्रसङ्ग इति । થવાની જે આપત્તિ નૈગમની સામે સંગ્રહનય દેખાડે છે, તે પણ વ્યાજબી નથી. કારણ કે દ્રવ્યભિન્ન પદાર્થ ચાહે સત્ હોય કે ચાહે અસત્ હોય, તેની પ્રતીતિ આપણને થઈ શકતી નથી. માટે તમામ શિષ્ટ પુરુષોને પ્રસ્થક તરીકેની બુદ્ધિ જેમાં થાય છે, તેવા દ્રવ્યમાત્રને પ્રસ્થકરૂપે માનવું વ્યાજબી છે.” આ પ્રમાણે વ્યવહારનય પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. વ્યવહારનય દ્રવ્યાર્થિક હોવાથી ફક્ત દ્રવ્યને જ મુખ્યપણે સ્વીકારે છે. સ્વતંત્ર પર્યાયનો સ્વીકાર વ્યવહારનય કરતો નથી. લોકવ્યવહારમાં જે જે પર્યાયની પ્રતીતિ થાય છે તે પર્યાય વાસ્તવમાં દ્રવ્યથી ભિન્ન નથી પણ દ્રવ્યાત્મક જ છે. જો પર્યાયને પ્રસિદ્ધ દ્રવ્ય કરતાં સ્વતંત્ર માનવામાં આવે તો ધર્માસ્તિકાય વગેરે આગમપ્રસિદ્ધ છ દ્રવ્ય કરતાં અતિરિક્ત સાતમા દ્રવ્યનો સ્વીકાર કરવાની સમસ્યા સર્જાય. તેથી પ્રસ્થકની પર્યાયરૂપે જેને પ્રતીતિ થતી હોય તે માણસે પણ સમજી રાખવું જોઈએ કે પર્યાયરૂપે પ્રતીયમાન પ્રસ્થક પણ વસ્તુતઃ પગલાસ્તિકાય નામના સ્કન્ધદ્રવ્ય સ્વરૂપ જ છે. આ પ્રમાણે વ્યવહારનયનું પ્રસ્થક અંગેનું મંતવ્ય વાદિદેવસૂરિજી મહારાજ સ્પષ્ટ કરે છે. - પ્રસ્થક અંગે હજુસૂત્રનયનો અભિપ્રાય છે | (28નુસૂત્રા.) શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી, શ્રીવાદિદેવસૂરિજી આદિ તાર્કિક પૂર્વાચાર્યોના અભિપ્રાય મુજબ ઋજુસૂત્રનય પર્યાયાર્થિકનય છે. તેથી ઋજુસૂત્રનયનો આશ્રય કરવામાં આવે તો દ્રવ્ય નહિ પણ ફક્ત સ પર્યાય જ પ્રસ્થક તરીકે માન્ય બની શકે. કારણ કે ફક્ત પર્યાય જ પ્રસ્થક વગેરે સ્વરૂપે જણાય છે. જો પર્યાયભિન્ન કેવલ સ્વતંત્ર દ્રવ્ય જ પ્રસ્થક તરીકે માન્ય કરવામાં આવે તો પ્રસ્થક તરીકેની સત્ય [. પ્રતીતિ અસંગત થઈ જાય. કારણ કે પર્યાયભિન્ન દ્રવ્ય નામનો સ્વતંત્ર પદાર્થ જ આ વિશ્વમાં નથી. આ રીતે વ્યવહારનયના મંતવ્યનું ખંડન કરી ઋજુસૂત્રનય પર્યાયસ્વરૂપ પ્રસ્થકની સિદ્ધિ કરે છે. છે. છે પ્રસ્થક વિશે શબ્દનયનો અભિગમ છે (શાશ્રયTI.) શબ્દનય ઋજુસૂત્રનયની જેમ પર્યાયાર્થિક છે. તેમ છતાં તે કાલ, લિંગ, વિભક્તિ, વચન અને પુરુષ - આ પાંચના ભેદથી વસ્તુનો ભેદ માને છે. તેથી ઋજુસૂત્રનય જે પર્યાયને પ્રસ્થક તરીકે ઓળખાવે છે, તે પર્યાય કાલભેદ, લિંગભેદ, વિભક્તિભેદ, વચનભેદ કે પુરુષભેદ (પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ આદિ) થાય તો પ્રથક તરીકે રહેતો નથી. ચોક્કસ પ્રકારના કાળ (વર્તમાન કાળ), ચોક્કસ પ્રકારના લિંગ (પુલિંગ) વગેરે હોય તો જ ઋજુસૂત્રસંમત પ્રસ્થકપર્યાયને શબ્દનય પ્રસ્થક તરીકે માનવા તૈયાર છે. અન્યથા અતિપ્રસંગ આવે. સ્પષ્ટતા :- “અન્યથા અતિપ્રસંગ આવે'- આવું કહેવા દ્વારા શબ્દનય એવું કહેવા માંગે છે કે (૧) કાલભેદ હોવા છતાં જો વસ્તુ એક હોય તો પૂર્વકાળના તીર્થકર અને વર્તમાનકાળના સામાન્ય જન એક થવાની આપત્તિ આવશે. (૨) જો લિંગભેદ હોવા છતાં વસ્તુ એક હોય તો સ્ત્રી અને પુરુષ પણ એક થવાની આપત્તિ આવશે. (૩) જો વિભક્તિભેદ હોવા છતાં વસ્તુ એક હોય તો “રામને તથા લક્ષ્મણનું' - આવા સ્થળે વિભક્તિ વિભિન્ન હોવા છતાં રામ અને લક્ષ્મણ એક થવાની આપત્તિ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy