________________
४९७
४/१३
० प्रस्थकोपचारस्य पारमार्थिकत्वम् ० ननु भाविनि भूतवदुपचारात्प्रस्थादित्वेन व्यवहारस्तन्दुलेष्वोदनव्यवहारवदिति चेत् ?
न, प्रस्थादिसङ्कल्पस्य तदाऽनुभूयमानत्वेन भावित्वाऽभावात्, प्रस्थादिपरिणामाऽभिमुखस्य काष्ठस्य प्रस्थादित्वेन भावित्वात्तत्र तदुपचारस्य प्रसिद्धः । प्रस्थादिभावाभावयोस्तु तत्सङ्कल्पस्य व्यापिनोऽनुपचरितत्वात्तत्र तद्व्यवहारो मुख्य एवेति सिद्धं नैगमस्याश्रयणाद्विधिकल्पना प्रस्थादिसङ्कल्पमात्रं प्रस्थादीति ।
સંકલ્પ ઔપચારિક પદાર્થ : સંભાવના છે પ્રશ્ન :- (ના) નૈગમ નયની ઉપરોક્ત વાત કઈ રીતે માન્ય થઈ શકે ? કારણ કે જંગલમાં રહેલ કાઇમાં પ્રસ્થક હજી સુધી નિષ્પન્ન થયેલ નથી. પરંતુ બુદ્ધિમાં ઉપસ્થિત ભાવી પ્રસ્થકને ઉદેશીને વનસ્થ કાષ્ઠમાં આરોપ કરીને સુથાર “હું પ્રસ્થક લેવા જાઉં છું - આવો જવાબ આપે છે. ભવિષ્યમાં થનાર વસ્તુમાં નિષ્પન્ન વસ્તુ તરીકે આરોપ થઈ શકે છે. કહેવાનો આશય એ છે કે વર્તમાનકાળમાં વસ્તુ ઉત્પન્ન થયેલ ન હોવા છતાં નજીકના ભવિષ્યકાળમાં જો તે ઉત્પન્ન થવાની હોય તો “વિનિ મૂત' ન્યાયથી તે વસ્તુ નિષ્પન્ન થયેલ છે, હાજર છે' - એવો વ્યવહાર પ્રામાણિક મનાય છે. જેમ કે કોઈ માણસ ચોખાને રાંધતો હોય અને કોઈ તેને પ્રશ્ન પૂછે કે “તમે શું કરો છો ?' તો તે તેને જવાબ આપે છે કે “હું ભાત રાંધુ છું.” યદ્યપિ ત્યારે ચોખા ભાતરૂપે તૈયાર થયા નથી. પરંતુ ભવિષ્યમાં તે ચોખા ભાતરૂપે પરિણમવાના છે. મતલબ કે તંદુલ = ચોખા વર્તમાનકાલીન છે. ભાત ભવિષ્યકાલીન છે. આમ ભવિષ્યકાલીન ભાતને ઉદેશીને ચોખામાં નિષ્પન્ન થયેલ એવા ભાતની જેમ વ્યવહાર તે માણસ કરે છે. હું બરાબર આ જ રીતે પ્રસ્તુતમાં કહી શકાય કે ભવિષ્યકાલીન પ્રસ્થકને ઉદેશીને નિષ્પન્ન થયેલ પ્રથકના જેવો આરોપ વનસ્થ કાષ્ઠમાં કરીને જાણે પ્રસ્થક નિષ્પન્ન થયો હોય એમ જોતો-જાણતો તે સુથાર બોલે | છે કે “હું પ્રસ્થકને લેવા જાઉં છું’ - આમ પ્રસ્તુતમાં જે પ્રસ્થક્યોગ્ય કાષ્ઠ વર્તમાનમાં પ્રસ્થક નથી, તેમાં પ્રસ્થકનો આરોપ કરીને ઉપરોક્ત વ્યવહાર થાય છે. તેથી સંકલ્પિત પ્રસ્થકને વાસ્તવિક પ્રસ્થકરૂપે કઈ રીતે સ્વીકારી શકાય?
હતી સંકલ્પિત પ્રસ્થક પણ વાસ્તવિક : નૈગમનાય છે. ઉત્તર:- () તમારો પ્રશ્ન વ્યાજબી નથી. કારણ કે જંગલમાં પ્રયોગ્ય કાષ્ઠને લેવા જનાર સુથારના મગજમાં પ્રસ્થક વગેરેનો સંકલ્પ ત્યારે અનુભૂયમાન છે. ત્યારે પ્રસ્થકનો સંકલ્પ અનુભવનો વિષય બનતો હોવાથી ભવિષ્યકાલીન નથી, પરંતુ વર્તમાનકાલીન છે. વિષયિતાસંબંધથી પ્રસ્થક ત્યારે સંકલ્પમાં રહેતો હોવાથી સંકલ્પિત પ્રસ્થકને ઉપચરિત ન કહેવાય, પણ વાસ્તવિક જ કહેવાય. વળી, મહત્ત્વની વાત તો એ છે કે પ્રસ્થક તરીકેનો ઉપચાર સંકલ્પમાં ન થાય, પરંતુ કાષ્ઠ વગેરેમાં થાય. જે લાકડું પ્રસ્થકપરિણામની અભિમુખ હોય, નજીકના સમયમાં પ્રસ્થક તરીકે બનવાનું હોય તેવા કાષ્ઠમાં પ્રસ્થક તરીકેનો ઉપચાર ઉપરોક્ત “મન મૂતવ” ન્યાયથી થઈ શકે છે. આ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધિ છે. પરંતુ કાછનિર્મિત પ્રસ્થક હાજર હોય કે ન હોય. - આ બન્ને અવસ્થામાં પ્રસ્થકનો સંકલ્પ તો નિર્વિવાદપણે સુથાર વગેરે લોકોને થતો જ હોય છે. ઉપરોક્ત બન્ને અવસ્થામાં પ્રસ્થકનો સંકલ્પ સમાન રીતે વ્યાપેલો જોવા મળે છે. તેથી પ્રસ્થકના સંકલ્પમાં પ્રસ્થક તરીકેનો વ્યવહાર ગૌણ (= ઉપચરિત = આરોપિત) નથી, પણ મુખ્ય જ છે. આ પ્રમાણે સિદ્ધ થાય છે. આમ સંકલ્પમાત્રગ્રાહક નૈગમનયના અભિપ્રાયનો