________________
४५८
नानानयदृष्टिः समतादायिनी
४/८
प
रा
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् नयानां द्वौ पञ्च सप्त इत्यादयो भेदा इदं सूचयति यदुत न हि कोऽपि पदार्थः विचारो वा, काऽपि व्यक्तिः परिस्थितिः वा, किमपि वस्तु प्रसञ्जनं वा एकयैव दृष्ट्या विमृश्यताम् अर्हति । न वैकयैव दृष्ट्या पदार्थादिविलोकने तद्गोचरः सम्पूर्णः स्नबोधः सम्पद्यते । न वैकयैव दृष्ट्या व्यक्तिविलोकने सम्यग् न्यायोऽपि दीयते । न वैकयैव दृष्ट्या र्श परिस्थितिपरीक्षणे समत्वभावसंरक्षणमपि शक्यम्। अतः पुरोवर्तिव्यक्ति-वस्तुप्रभृतिकं नानादृष्ट्या निरीक्षणीयं परीक्षणीयञ्च । व्यक्त्यन्तराभिप्रायान्वेषण-शिष्टपुरुषविचारमौक्तिकग्रहणादिकमपि प्रकृते आवश्यकमिति न विस्मर्तव्यमात्मार्थिना । इत्थञ्च क्रमेण “न जरा, जन्म नो यत्र न मृत्युः, न च बन्धनम् । न देहो नैव च स्नेहो नास्ति कर्मलवोऽपि च । । ” ( या. स्त. २९) इति यात्रास्तवे जिनेश्वरसूरिप्रदर्शितो का मोक्षः सुलभः स्यात् ।।४ / ८ ।।
क
णि
* સમતા ટકાવવા વિવિધ દૃષ્ટિકોણ સ્વીકાર્ય
આધ્યાત્મિક ઉપનય :- નયના બે, પાંચ, સાત અને સાતસો ભેદો એવું સૂચવે છે કે કોઈ પણ પદાર્થને, વિચારને, વ્યક્તિને, પરિસ્થિતિને, વસ્તુને કે ઘટનાને-પ્રસંગને ફક્ત એક જ દૃષ્ટિકોણથી ખતવી ન શકાય. તથા એક જ દૃષ્ટિકોણથી (= નયથી) પદાર્થોદને જોવામાં પદાર્થનો સંપૂર્ણપણે બોધ થઈ શકતો નથી. એક જ દૃષ્ટિકોણથી જોવામાં સામેની વ્યક્તિને ન્યાય પણ આપી શકાતો નથી. તથા એક જ દૃષ્ટિકોણથી સામેની ઘટનાને ખતવવામાં આપણી સમતા ટકાવવી પણ મુશ્કેલ બની જાય છે. તેથી વ્યક્તિ, વિચાર, વસ્તુ કે ઘટના વગેરેની પૂરેપૂરી જાણકારી મેળવવા, તેને યોગ્ય ન્યાય આપવા તથા આપણી સમતાને ટકાવવા, માત્ર આપણા જ દૃષ્ટિકોણ ઉપર ભાર આપવાના બદલે સામેની વ્યક્તિના દૃષ્ટિકોણને પણ સમજવાની તથા અન્ય શિષ્ટ પુરુષોના વિચારબિંદુઓને અપનાવવાની ઉદારતા કેળવવી એ માત્ર ઈચ્છનીય જ નહિ, પરંતુ આવશ્યક તથા આદરણીય પણ બની જાય છે. આ વાતને આત્માર્થી મુમુક્ષુએ કદાપિ વિસરવી ન જોઈએ. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં યાત્રાસ્તવમાં જણાવેલ મોક્ષ સુલભ થાય. ત્યાં શ્રીજિનેશ્વરસૂરિએ જણાવેલ છે કે ‘મોક્ષમાં ઘડપણ નથી, જન્મ નથી, મોત નથી, બંધન નથી, દેહ નથી, સ્નેહ નથી, આંશિક પણ કર્મ નથી.' (૪/૮)
લખી રાખો ડાયરીમાં........
વાસનાનું સંતાન સ્વાર્થવૃત્તિ છે.
ઉપાસનાનો આવિષ્કાર નિઃસ્વાર્થ પરોપકારવૃત્તિ છે.
• બુદ્ધિને બીજાના આંસુ પડાવવામાં રસ છે. શ્રદ્ધાને બીજાના આંસુ લૂછવામાં ઉત્સાહ છે.