________________
४२१
૪/૨
• अनेकान्तस्य सम्यगेकान्तगर्भता । अनेकान्तोऽप्यनेकान्त इत्यर्थः। नय-प्रमाणापेक्षया ‘एकान्तश्चानेकान्तश्च' इत्येवं ज्ञापनीयः। एवं च भजना । = अनेकान्तः सम्भवति नियमश्च = एकान्तश्च, सिद्धान्तस्य "रयणप्पभा सिआ सासया, सियाऽसासया" (जीवाजीवाभि० प्रतिप० ३, उ. १, सू. ७८) इत्येवमनेकान्तप्रतिपादकस्य “दव्वट्ठयाए सासया, पज्जवट्ठयाए रा સાસયા” ( ) રૂત્યેવં વૈજાન્તામિધાયાવિરોધેના
न चैवमव्यापकोऽनेकान्तवादः, ‘स्यात्'पदसंसूचितानेकान्तगर्भस्यैकान्तस्य तत्त्वात्, अनेकान्तस्याऽपि 'स्यात्'कारलाञ्छनैकान्तगर्भस्य अनेकान्तस्वभावत्वात् ।
___न चानवस्था, अन्यनिरपेक्षस्वस्वरूपत एव तथात्वोपपत्तेः । છે જે રીતે ભજના = અનેકાંત દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક સર્વ વસ્તુઓનું વિભાજન કરે છે (વિભજન = પ્રત્યેક વસ્તુ કથંચિત્ તસ્વભાવ છે અને કથંચિત અતસ્વભાવ છે), ઠીક એવી જ રીતે ભજનાનું પણ વિભજન સમજી લેવું. મતલબ એ કે અનેકાંત પણ અનેકાંતસ્વરૂપ છે. જેમ કે અનેકાન્ત એ નયની અપેક્ષાએ એકાંત પણ છે અને સર્વનયવિષયગ્રાહક પ્રમાણની અપેક્ષાએ અનેકાંત પણ છે. આ રીતે જે ભજના એટલે અનેકાંત છે તે કથંચિત નિયમસ્વરૂપ એટલે એકાંતાત્મક પણ હોઈ શકે છે. સિદ્ધાંતના સૂત્રોમાં અનેકાંતનું તેમજ અનેકાંતગર્ભિત એકાંતનું યથાસંભવ દર્શન થાય છે. જેમ કે જીવાજીવાભિગમસૂત્રમાં એક પ્રશ્નના જવાબમાં કહેલ છે કે “રત્નપ્રભા પૃથ્વી કથંચિત શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે.” આ સૂત્રમાં સ્પષ્ટપણે અનેકાંત દેખાય છે. તે જ વિષયમાં “શાશ્વત છે તો કેવી રીતે અને અશાશ્વત છે તો કેવી રીતે ?” આ પૃથફ -પૃથક પ્રશ્નોના જવાબ ભગવતીસૂત્રમાં કહેવાયેલ છે કે “દ્રવ્યાર્થતાથી શાશ્વત છે. પર્યાયાર્થતાથી અશાશ્વત છે. અહીં સ્પષ્ટરૂપે અનેકાંતગર્ભિત એકાંતનું દર્શન થાય છે. કેમ કે પહેલાં જે શાશ્વત-અશાશ્વતની અનેકાંત છે બતાડેલ છે, તેના જ એક-એક અંશને (=સર્વ અંશને) અહીં ગ્રહણ કર્યો છે. માટે અનેકાંતગર્ભતા ભજનામાં , સ્પષ્ટ છે. તથા બીજી બાજુ દ્રવ્યાર્થતાથી માત્ર શાશ્વત જ કહેલ છે, નહીં કે શાશ્વતાશાશ્વત. તેમજ પર્યાયાર્થતાથી માત્ર અશાશ્વત જ કહેલ છે, નહીં કે શાશ્વતાશાશ્વત. માટે એકાંત પણ અહીં ઝળકે છે. આ રીતે સિદ્ધાંતના સૂત્રોમાં અનેકાંતનું તથા અનેકાંતઅંશભૂત એકાંતનું – એમ બન્નેનું દર્શન ઉપલબ્ધ થવાથી એમ પણ કહી શકાય કે પ્રમાણાત્મક આગમસૂત્રને અનુસરનારી ભજના અનેકાન્તસ્વરૂપ બને તથા નયાત્મક આગમસૂત્રની સાથે વિરોધ ન આવે તે રીતે પ્રવર્તતી ભજના એકાન્તરૂપ બને.
( .) મનમાં એવો ભય રાખવો જરૂરી નથી કે “અનેકાંતમાં રહેનાર એવા અનેકાંતથી ફલિત એકાંતનું માથું ઉંચકાઈ જવાથી તે અંશમાં તો અનેકાંત અવ્યાપક બની રહેશે.” આવો ભય ત્યારે જ સંભવે કે જો ફલિત એવો એકાંત અનેકાંતથી સર્વથા નિરપેક્ષ હોય. અહીં તો “ચાતુ (કથંચિત) શાશ્વત જ છે' - આવા પ્રકારનો જે એકધર્મઅવગાહી એકાંત છે, તે નિર્વિષસર્પતુલ્ય છે. તેનું ઝેર તો “ચાતુ” પદથી સૂચિત અનેકાંતરૂપી અમૃત-ઔષધિથી ધ્વસ્ત થયેલ છે. લોકમાં પ્રસિદ્ધ છે કે “મારણાદિની વિધિમાંથી પસાર થયેલ ઝેર ઔષધ બની જાય છે. અનેકાંત સ્વયં પણ “સ્યાત્ પદાનુવિદ્ધ એવા એકાંતથી ગર્ભિત હોવાથી તેમાં અનેકાંતસ્વભાવ અંતર્ભત હોય જ છે. માટે અનેકાંતવાદ એ અવ્યાપક નથી.
ના અનેકાન્તમાં અનવસ્થા નિરવકાશ - | (રા.) જો આમ કહો - “અનેકાંતમાં રહેનાર એવા અનેકાંતથી જે એકાંત ફલિત થાય છે, 1. રત્નમાં સ્થાત્ શાશ્વતા, ચા નશાશ્વત 2. દ્રથાર્થતથા શાશ્વતા, પર્વવાર્થતા અશાશ્વત
લી