________________
४ / ३
आंशिक - पूर्णसर्वज्ञतादिविमर्शः
तथा च रूपान्तरेण तदभावोऽवर्जनीय एवेत्यकामेनाऽप्येतदनेकान्तः परेण श्रद्धेयः ।
21
न चाऽऽर्यजनेषु अस्मदादीनां तादृशव्यवहार इष्टः । अतः घातिकर्मशून्ये पुरुषे निजस्वरूपापेक्षया प सर्वज्ञत्वं सकलकर्मप्रक्षयवति च निजस्वरूपापेक्षया सिद्धत्वं व्यवहर्तव्यम् ।
४१५
यद्वाऽस्मदादिषु आंशिकरूपेण सर्वज्ञत्वं सत्त्व - प्रमेयत्वादिप्रकारेण सर्वज्ञातृत्वलक्षणम्, आंशिकरूपेण सिद्धत्वं च विवक्षितकर्मांशशून्यत्वलक्षणं स्त एव । तथा घातिकर्मशून्ये कृत्स्नकर्मशून्ये चात्मनि न पूर्णरूपेण सर्वज्ञत्वं सिद्धत्वं च यथाक्रममभ्युपगन्तव्यम् । तथा च रूपान्तरेण तदभावोऽवर्जनीय एवेत्यकामेनाऽप्येतदनेकान्तः परेण श्रद्धेयः । एवं हि पूर्णसर्वज्ञादौ आंशिकरूपेण परस्वरूपापेक्षया च सर्वज्ञत्वाद्यभावस्य अस्मदादिषु चांऽऽशिकरूपेण सर्वज्ञत्वादेः सिद्धिरनाविलैव । धर्मिविशेषपदेन अस्मदादीनां पूर्णसर्वज्ञादिकोटितो व्यवच्छेदान्न सर्वज्ञादिव्यवहाररूढत्वम् । रूपविशेषपदेन च पररूपव्यवच्छेदान्न सर्वज्ञादीनां सर्वथा तत्त्वम् ।
णि
=
મુક્તત્વ સિદ્ધત્વ રહેલ છે. તેથી આપણામાં સર્વજ્ઞ કે સિદ્ધ તરીકે વ્યવહાર થવો જોઈએ. પરંતુ જૈનમત મુજબ પણ આપણામાં તેવો વ્યવહાર માન્ય નથી. જૈનદર્શન મુજબ સર્વજ્ઞત્વ તથા સિદ્ધત્વ આપણામાં હોવા છતાં સામાન્યતયા આપણે અસર્વજ્ઞ અને અસિદ્ધ તરીકે આર્યજનોમાં માન્ય છીએ. તે કારણે સર્વજ્ઞત્વનું અને સિદ્ધત્વનું નિયમન ચોક્કસ પ્રકારના સ્વરૂપે, ચોક્કસ પ્રકારની વ્યક્તિને વિશે કરવું જરૂરી છે. આમ વ્યક્તિવિશેષમાં = ઘાતિકર્મશૂન્ય આત્મામાં અમુક સ્વરૂપે = નિજ સ્વરૂપે સર્વજ્ઞત્વનો સ્વીકાર કરવાથી અન્ય સ્વરૂપે = પરરૂપે સર્વજ્ઞત્વનો અભાવ માનવો જ પડશે. તથા વ્યક્તિવિશેષમાં (= અષ્ટકર્મશૂન્ય આત્મામાં) અમુક સ્વરૂપે (= સ્વસ્વરૂપે) સિદ્ધત્વનો સ્વીકાર કરવાથી, પરસ્વરૂપે તેમાં સિદ્ધત્વનો અભાવ માનવો જ પડશે. આથી સર્વજ્ઞમાં અને સિદ્ધમાં પરસ્વરૂપે ક્રમશઃ સર્વજ્ઞત્વનો અભાવ અને સિદ્ધત્વનો અભાવ ત્યાજ્ય નહીં જ બને.
(યદા.) અથવા ‘આપણામાં સત્ત્વ-પ્રમેયત્વાદિરૂપે સર્વ વસ્તુની જાણકારી સ્વરૂપ આંશિક સર્વજ્ઞત્વ અને વિવક્ષિતકર્માંશશૂન્યત્વસ્વરૂપ આંશિક સિદ્ધત્વ રહે જ છે. તથા ઘાતિકર્મશૂન્યમાં પૂર્ણસ્વરૂપે સર્વજ્ઞત્વ રહે અને સર્વકર્મશૂન્ય આત્મામાં પૂર્ણરૂપે સિદ્ધત્વ રહે' આમ વ્યક્તિવિશેષમાં વિશેષ રૂપે નિયમ બનાવવો જરૂરી છે. તેવું માનવામાં આવે તો આપણામાં આંશિકરૂપે સર્વજ્ઞત્વાદિ રહેશે તથા પૂર્ણરૂપે સર્વજ્ઞત્યાદિનો અભાવ આદિ રહેશે. તથા પૂર્ણતયા સર્વજ્ઞમાં ફક્ત આંશિકરૂપે સર્વજ્ઞત્વાભાવ રહેશે અને પૂર્ણતયા સિદ્ધ આત્મામાં ફક્ત આંશિકરૂપે સિદ્ધત્વાભાવ રહેશે. આમ ઈચ્છા ન હોવા છતાં સર્વજ્ઞમાં પણ અસર્વજ્ઞતા સ્વરૂપ અનેકાંત તથા સિદ્ધમાં પણ અસિદ્ધતા સ્વરૂપ અનેકાંત નૈયાયિકે માન્ય કરવો જ પડશે. ‘ધર્મિવિશેષ' શબ્દ દ્વારા સર્વજ્ઞકોટિમાંથી તથા સિદ્ધકક્ષામાંથી આપણી બાદબાકી થઈ જાય છે. તેથી આપણામાં સર્વજ્ઞત્વ આદિનો વ્યવહાર રૂઢ નથી. તથા ‘રૂપવિશેષ’ શબ્દથી સર્વજ્ઞમાંથી તથા સિદ્ધમાંથી પરસ્વરૂપની (= પરકીય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની તથા આંશિક સર્વજ્ઞત્વની અને આંશિક સિદ્ધત્વની) બાદબાકી થાય છે. તેથી સર્વજ્ઞમાં અને સિદ્ધમાં પરસ્વરૂપની અપેક્ષાએ અસર્વજ્ઞત્વ અને અસિદ્ધત્વ માન્ય છે. તેમાં સર્વથા સર્વજ્ઞત્યાદિ નથી. આમ સિદ્ધ થાય છે.
-
>
CUL