SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨ ४०१ • कारणत्वादेः पदार्थान्तरता । धर्मत्वेन तयोः पार्थक्येऽपि सम्बन्धत्वेनाऽपार्थक्यात्, कारणत्वादीनां पदार्थान्तरत्वं वदतां तत्सम्बन्धा- २ ऽव्यतिरेकचिन्तायामनवस्थानिराकरणेऽन्यगत्यभावात् ।।५।। यच्चोक्तम् 'अनवस्था स्यादिति तदप्यनुपपन्नम्, वस्तुन एव भेदाऽभेदात्मकत्वाऽभ्युपगमात्, धर्मत्वेन तयोः पार्थक्येऽपि सम्बन्धत्वेन रूपेण वस्तुनोऽपार्थक्यात् । न च वस्तुन एव भेदाभेदात्मकत्वेऽपि जात्यन्तरात्मकभेदाभेदस्य सम्बन्धत्वपक्षे कथं ना-- ऽनवस्थेति वाच्यम्, कारणत्वादीनां पदार्थान्तरत्वं वदतां नव्यनैयायिकानां तत्सम्बन्धाऽव्यतिरेकचिन्तायामनवस्थानिराकरणेऽन्यगत्यभावात् । अयमाशयः - कारणत्वादीनां कारणादितः अतिरिक्तत्वमभ्युपगम्याऽपि क तेषां तत्र अतिरिक्तसम्बन्धकल्पनाप्रयुक्तानवस्थापरिहारकृते स्वरूपसम्बन्धः नव्यनैयायिकैः कल्प्यते । णि તે પણ અસંગત છે. કારણ કે “વસ્તુ પોતે જ ભેદાભૂદાત્મક છે' - તેવું અમે અનેકાંતવાદી માનીએ છીએ. તેથી ભેદભેદમાં પણ ભેદભેદ આવશે. તેમાં પણ ભેદાભેદ આવશે - આ પ્રમાણે અનવસ્થા મજબૂત થશે' - આ આક્ષેપ અનેકાંતમાં અસંગત છે. યદ્યપિ ભેદ અને અભેદ ધર્મસ્વરૂપે વિચારીએ તો ધર્મીથી તે બન્ને અલગ પડી જાય છે. પરંતુ ભેદભેદને સંબંધ તરીકે વિચારીએ તો ભેદભેદ ધર્મીથી જુદા પડતા નથી. આમ સંબંધાત્મક ભેદભેદ ધર્મીથી અપૃથક હોવાથી ભેદમાં ભેદભેદને અને અભેદમાં ભેદભેદને માનવાની આવશ્યકતા રહેતી નથી. તેથી જ તગ્નિમિત્તક અનવસ્થાને અવકાશ નથી. (8 અતિરિક્ત ભેદભેદની અને કારણતાની વિચારણા હ8 શંકા :- (ર ઘ.) ઓ ! અનેકાંતવાદી ! તમે પૂર્વે ભેદભેદને જાત્યંતરાત્મક જણાવેલ હતો. હવે ભેદભેદને સંબંધસ્વરૂપ જણાવો છો. તેથી ભેદભેદ એ દ્રવ્યથી ભિન્ન નવો પદાર્થ છે કે દ્રવ્યાત્મક છે? આ સમસ્યા સર્જાય છે. જો દ્રવ્યને જ ભેદભેદસ્વરૂપ માનવામાં આવે તો પણ જાત્યન્તરસ્વરૂપ ભેદભેદ છે નામના અતિરિક્ત પદાર્થનો સંબંધ સ્વરૂપે વિચાર કઈ રીતે કરી શકાય ? કેમ કે તેવું માન્ય કરવામાં H1 આવે તો તે દ્રવ્યથી અપૃથફ કઈ રીતે બની શકે? તથા અનવસ્થા કેમ ન આવે ? સમાધાન :- (RUત્વા.) તમારી આ શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે ભેદભેદ પોતાનાશ આશ્રયભૂત દ્રવ્યથી અતિરિક્ત જાત્યંતર સ્વરૂપ હોવા છતાં પણ તેનો સંબંધ તરીકે સ્વીકાર કરવામાં કાંઈ અનેકાંતવાદમાં અનવસ્થા દોષને અવકાશ રહેતો નથી. આ બાબતને સમજવા માટે સૌપ્રથમ નવ્ય નૈયાયિકોના સિદ્ધાન્તને સમજવા પ્રયત્ન કરવો પડશે. નવ્ય તૈયાયિકો કારણતા, પ્રતિયોગિતા વગેરેને દ્રવ્યાદિ સાત પદાર્થ કરતાં અતિરિક્ત પદાર્થરૂપે માને છે. તેમ છતાં કારણતા વગેરેનો કારણ વગેરેની સાથેનો સંબંધ બારણાદિથી અતિરિક્ત છે કે અનતિરિક્ત? - આ પ્રમાણેની વિચારણા કરવામાં આવે તો અતિરિક્ત સંબંધને માનવામાં આવનાર અનવસ્થા દોષના નિરાકરણ માટે નવ્ય તૈયાયિકોને પણ કારણતા વગેરેનો કારણ વગેરે સાથેનો સંબંધ કારમાદિથી અનતિરિક્ત = અપૃથફ છે - તેવું માન્યા સિવાય બીજો કોઈ સમાધાનકારક ઉપાય મળતો નથી. આમ અતિરિક્ત કારણતા આદિ પદાર્થ પણ સ્વરૂપ સંબંધથી કારણ વગેરેમાં રહે છે. સંબંધ હંમેશા ઉભયનિષ્ઠ હોય છે. તેથી કારણતાનું સ્વરૂપ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy