________________
३८७
૪/રૂ
० प्रतीत्या एकत्र एकदा भेदाभेदसिद्धिः । જિમ રૂપ-રસાદિકનો એકાશ્રયવૃત્તિત્વાનુભવથી વિરોધ ન કહિયઈ, તિમ ભેદભેદનો પણિ જાણવો. સ.
इदमेवाऽभिप्रेत्य विशेषावश्यकभाष्ये “नत्थि पुढवीविसिट्ठो घडो त्ति जं तेण जुज्जइ अणन्नो। जंघ पुण घडो त्ति पुव्वं न आसि पुढवी तओ अन्नो ।।” (वि.आ.भा.२१०४) इत्युक्तम् । पृथिव्या व्यतिरिक्तो .... घटो न दृश्यते इति पर्याय-पर्यायिणोः अभेदः, पूर्वं घटो नाऽऽसीदिति तयोः भेदश्च इत्येवं । भेदाऽभेदसिद्धिः द्रष्टव्या।
नन्वेवमेकत्रैककालावच्छेदेन गुण-पर्याययोः भेदाऽभेदोभयं न सिध्येदिति चेत् ? ।
न, एकत्रैव मृदादिद्रव्ये एककालावच्छेदेनाऽपि रूप-रसयोरिव रक्तरूपादिगुणप्रतियोगिकभेदाऽभेदयोः पिण्ड-कुसूलादिपर्यायप्रतियोगिकभेदाऽभेदयोश्च प्रत्यक्षेण प्रमीयमाणत्वेनाऽविरोधात् । ___ 'मृदो रक्तरूपं मृद् रक्ता' इति एकस्यामेव प्रतीतौ पूर्वत्र अविगानेन षष्ठ्या मृद्-रक्तयोः र्णि
x પર્યાય-પર્યાયી વચ્ચે ભેદાભેદ : વિશેષાવશ્યકભાષ્ય () “પર્યાયની નિષ્પત્તિની પૂર્વે પર્યાય-પર્યાયી વચ્ચે ભેદ તથા ઉત્તરકાળમાં તે બન્નેનો અભેદ હોય છે.” આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “જે કારણે પૃથ્વી (= માટી) કરતાં અતિરિક્ત ઘડો નથી જણાતો તે કારણે પૃથ્વીથી તેને અભિન્ન માનવો યોગ્ય છે. તથા જે કારણે પૂર્વે ઘડો હાજર ન હતો તે કારણે પૃથ્વીથી તે જુદો છે.” મતલબ પૃથ્વીથી ભિન્ન સ્વરૂપે ઘડો ન દેખાવાથી ઘટપર્યાય અને પૃથ્વીદ્રવ્ય વચ્ચે અભેદ છે. તથા ઘટની ઉત્પત્તિ થવાની પૂર્વે ઘડો ન હતો. તેથી પર્યાય-પર્યાયી વચ્ચે ભેદ છે. આમ પર્યાય-પર્યાયી વચ્ચે ભેદભેદની સિદ્ધિ સમજવી.
શંકા :- (નવૅવ.) સ્યાદ્વાદીએ “એક જ દ્રવ્યમાં ગુણ-પર્યાયનો ભેદભેદ માનવામાં કોઈ વિરોધ નથી - આવું સિદ્ધ કરવા માટે જે દષ્ટાંત આપેલ છે તેના દ્વારા એક દ્રવ્યમાં વિભિન્નકાલવિચ્છેદન ગુણનો ભેદભેદ છે અને પર્યાયનો ભેદભેદ સિદ્ધ થશે. પરંતુ “એકત્ર એકકાલવિચ્છેદન ગુણનો ભેદભેદ અને પર્યાયનો ઘ!, ભેદભેદ રહેલો છે' - તેવું સિદ્ધ નહિ થઈ શકે. સ્યાદ્વાદીના સિદ્ધાંત મુજબ તો એકત્ર એકકાલવિચ્છેદન ગુણ આદિનો ભેદભેદ માન્ય છે. આવું સિદ્ધ કરવા માટે ઉપરોક્ત દૃષ્ટાંત સમર્થ નથી જ.
) એક કાલવિચ્છેદેન એકત્ર ભેદાભેદની સિદ્ધિ) સમાધાન :- (, .) ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે એક જ માટી વગેરે દ્રવ્યમાં એકમાલઅવચ્છેદન પણ રૂપ અને રસ નામના બે વિલક્ષણ ગુણધર્મો જેમ રહી શકે છે, તેમ તે જ એક મૃદુ દ્રવ્યમાં એકમાલઅવચ્છેદન રક્ત રૂપ વગેરે ગુણનો ભેદભેદ અને પિંડ-કુશૂલ વગેરે પર્યાયનો ભેદભેદ રહી શકે છે. આવું માનવામાં કોઈ વિરોધ નથી. આનું કારણ એ છે કે પ્રત્યક્ષ પ્રમાણથી જ એકત્ર એક કાળમાં તે ધર્મયુગલોની સત્ય પ્રતીતિ થાય છે.
(“મૃદો.) આશય એ છે કે “જે સમયે માટીમાં રૂ૫ રહેલું છે તે જ સમયે ત્યાં રસ પણ રહેલો હોય છે' - આ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણથી પ્રતીતિ થાય છે. તેથી એકત્ર એકમાલઅવચ્છેદન પરસ્પર 1. नास्ति पृथिवीविशिष्टो घट इति यत् तेन युज्यतेऽनन्यः। यत् पुनर्घट इति पूर्वं नाऽऽसीत् पृथिवी ततोऽन्यः ।।