SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ३४३ ३/ १५ ० एकान्तपक्षदोषोपदर्शने सम्मतितर्कसंवादः । (अ.र.मा.५/९५) इति अभिधानरत्नमालायां हलायुधवचनात् । साङ्ख्यस्यैकान्तसत्कार्यवादित्वात् शाक्य -वैशेषिक-नैयायिका यान् दोषान् साङ्ख्यमते दर्शयन्ति ते सत्या एव । एवमेकान्ताऽसत्कार्यवादिमते यान् दोषान् साङ्ख्याः प्रदर्शयन्ति तेऽपि सत्या एव । अत एवोक्तं सिद्धसेनदिवाकरसूरिवरेण सम्मतितर्के '“जे संतवायदोसे सक्कोलूया भणंति संखाणं । म संखा य असव्वाए तेसिं सव्वे वि ते सच्चा ।।” (स.त.३/५०) इति । श्रीअभयदेवसूरिकृतवृत्तिलेशस्त्व म् । “यान् एकान्तसद्वादपक्षे = द्रव्यास्तिकाभ्युपगतपदार्थाभ्युपगमे शाक्यौलूक्या दोषान् वदन्ति साङ्ख्यानां क्रिया । -गुण-व्यपदेशोपलब्ध्यादिप्रसङ्गादिलक्षणान् ते सर्वेऽपि तेषां सत्या इत्येवं सम्बन्धः कार्यः। क ते च दोषा एवं सत्याः स्युः यदि अन्यनिरपेक्षनयाभ्युपगतपदार्थप्रतिपादकं तत् शास्त्रं मिथ्या स्यात्, नान्यथा, प्रागपि कार्यावस्थात एकान्तेन तत्सत्त्वनिबन्धनत्वात् तेषाम्, अन्यथा कथञ्चित् सत्त्वे अनेकान्तवादापत्तेः સાંખ્યદર્શન એકાંત સતકાર્યવાદી છે. માટે બૌદ્ધ, વૈશેષિક અને નૈયાયિક વિદ્વાનો સાંખ્યદર્શનમાં જે દોષોને જણાવે છે તે દોષો સત્ય જ છે. તે જ રીતે તૈયાયિક વગેરે વિદ્વાનો એકાંત અસત્કાર્યવાદી હોવાથી તેમના મતમાં સાંખ્ય વિદ્વાનો જે દોષોને દેખાડે છે તે પણ સત્ય જ છે. * એકાંતપક્ષમાં રહેલા દૂષણો વાસ્તવિક છે. * | (ગત.) આ જ કારણથી શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ સમ્મતિતર્ક પ્રકરણમાં જણાવેલ છે કે “સાંખ્યદર્શનના સતકાર્યવાદમાં બૌદ્ધ અને વૈશેષિકો જે દોષોભાવન કરે છે. તથા બૌદ્ધસંમત અને વૈશેષિકદર્શનસંમત અસત્કાર્યવાદમાં સાંખ્ય વિદ્વાનો જે દોષને દેખાડે છે તે બધા ય દોષો તથ્યપૂર્ણ છે.” સમ્મતિતર્કની વાદમહાર્ણવ વૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ સિદ્ધસેનદિવાકરજીના આશયની સ્પષ્ટતા કરતા જણાવેલ છે કે “વ્યાસ્તિકનયને સંમત એવા પદાર્થનું અવલંબન લઈને સાંખ્ય વિદ્વાનોએ એકાંત અભિનિવેશપૂર્વક સતકાર્યવાદનું સ્થાપન કરેલ છે. તથા બૌદ્ધ અને વૈશેષિકોએ એકાંત સતકાર્યવાદમાં છે અનેક દોષો જણાવેલા છે. જેમ કે (૧) પોતાની ઉત્પત્તિની પૂર્વે કાર્ય પોતાના ઉપાદાનકારણમાં સત્ | હોય તો તેનાથી અર્થક્રિયાની ઉપલબ્ધિ થવી જોઈએ. દા.ત. મૃતપિંડમાં ઘટ સત્ હોવાથી પાણી લાવવાનું કાર્ય ( = અર્થક્રિયા) મૃતપિંડ દ્વારા થવું જોઈએ. (૨) કાર્યજન્મની પૂર્વે સત્ એવા કાર્યના ગુણો દેખાવા એ જોઈએ. દા.ત. મૃપિંડમાં ઘટ સત્ હોવાથી મૃતપિંડઅવસ્થામાં ઘટસંસ્થાન વગેરે ગુણો ઉપલબ્ધ થવા જોઈએ. (૩) કાર્યજન્મની પૂર્વે કાર્ય હાજર હોય તો ત્યારે ઉપાદાનકારણને ઉદેશીને કાર્ય તરીકેનો વ્યવહાર થવો જોઈએ. દા.ત. મૃપિંડ અવસ્થામાં ઘડો વિદ્યમાન હોવાથી મૃપિંડને ઉદ્દેશીને “ઘડા' તરીકેનો વ્યવહાર થવો જોઈએ.... ઈત્યાદિ દોષોને તેઓ સાંખ્યમતમાં જણાવે છે. ગ્રંથકાર મહર્ષિ કહે છે કે “તે તમામ દોષો સત્ય છે.” ગાથાના પૂર્વાર્ધનો આ રીતે અન્વય કરવો. (તે) “તે દોષો સત્ય કઈ રીતે છે ?” આ પ્રશ્નનું સમાધાન આ રીતે સમજવું. સાંખ્યોનું શાસ્ત્ર જો પ્રતિદ્વન્દી નયથી નિરપેક્ષ એવા એક નયને માન્ય પદાર્થોનું પ્રતિપાદન કરતું હોય તો તે શાસ્ત્ર અવશ્ય મિથ્યા જ હોવું જોઈએ. એક નયનો અભિનિવેશ ન હોય તો તે શાસ્ત્ર મિથ્યા ન હોઈ શકે. આનું કારણ એ છે કે કાર્યઅવસ્થાથી પૂર્વકાળમાં પણ એકાંતે કાર્યનું અસ્તિત્વ માન્ય કરવામાં આવે 1. यान् सद्वाददोषान् शाक्यौलूक्या वदन्ति साङ्ख्यानाम्। साङ्ख्याः च असद्वादे तेषां सर्वेऽपि ते सत्याः ।।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy