SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 0 मिथ्यावासनावशादसद्भानापादनम् 0 337 Pતિવારિ “અલીકવાસના સામર્થ્યથી અખંડ શશશૃંગ જણાઈ છે' ઈમ કહતો અસખ્યાતિવાદી કિમ રે નિરાકરીશું ? 3/13. यदि चाऽलीकमपि ज्ञानेऽवभासत इत्यङ्गीक्रियते तर्हि ‘अनादिकालीनमिथ्यावासनासामर्थ्याद् प घटवद् अखण्डं शशशृङ्गं ज्ञायते' इति वदन् असत्ख्यातिवादी कथं निराक्रियेत नैयायिकेन ? अतः अतीतघटादिः तद्धर्मो वा सर्वथैवाऽसन् इति न मन्तव्यं नैयायिकेन किन्तु कथञ्चित् सन्निति ऊहनीयम् / અને (3) સંસર્ગિતા. દા.ત. “નવા ઘર: અહીં ઘટ = વિશેષ્ય, જળ = પ્રકાર અને સંયોગ = સંબંધ. તેથી પ્રસ્તુત જ્ઞાનમાં (1) ઘટવિશેષ્યિતા, (2) જલપ્રકારિતા અને (3) સંયોગસંસર્ગિતા આવશે. તથા ‘વસ્ત્રવત્ ભૂતનં - આવા જ્ઞાનમાં ભૂતલવિશેષ્યિતા, વસ્ત્રપ્રકારિતા અને સંયોગસંસર્ગિતા રહેલી છે. જળનો પ્રકારસ્વભાવ અને વસ્ત્રનો પ્રકારસ્વભાવ પરસ્પર જુદા હોવાથી જળપ્રકારિસ્વભાવવાળું જ્ઞાન અને વસ્ત્રપ્રકારિસ્વભાવવાળું જ્ઞાન પરસ્પર વિભિન્ન સિદ્ધ થાય છે. આમ જ્ઞાનનો તથા પ્રકારિસ્વભાવ, વિષયગત તથા પ્રકાર સ્વભાવને સાપેક્ષ છે. શશશુન્નત્વપ્રકારિ-સ્વભાવવાળું (= શશશૃંગ–નિષ્ઠપ્રકારતાનિરૂપિતપ્રકારિતાવિશિષ્ટ) પ્રમાત્મક જ્ઞાન થતું નથી. કારણ કે શશશુ–પ્રકારસ્વભાવનો આધાર બનનાર પદાર્થ વિશ્વમાં વિદ્યમાન નથી. તેથી શશશુનું કદાપિ ભાન થતું નથી. પરંતુ સર્વથા અસત્ પદાર્થનું ભાન જો માન્ય કરવામાં આવે તો શશશુનું ભાન થવાની આપત્તિ દુર્વાર બનશે. નૈયાયિકનો અસખ્યાતિવાદી સામે પરાજય જ (ર) જો “સર્વથા અસત્ હોવા છતાં ગુણધર્મનું જ્ઞાનમાં ભાન થઈ શકે છે' - તેવું સ્વીકારવામાં આવે તો નૈયાયિક અસખ્યાતિવાદીનું નિરાકરણ કઈ રીતે કરશે? કારણ કે અસખ્યાતિવાદી એમ બની કહે છે કે “અનાદિકાલીન મિથ્થા સંસ્કારના પ્રભાવથી ઘડાની જેમ અખંડ સ્વરૂપે શશશુનું ભાન થાય છે.' તેથી નૈયાયિકે અતીત ઘટના ગુણધર્મને કથંચિત્ સત્ માનવા જરૂરી છે. આ પ્રમાણે વિચારવું. 8 અસખ્યાતિવાદની સ્પષ્ટતા . સ્પષ્ટતા:- અસખ્યાતિવાદી છે માધ્યમિક બૌદ્ધો. તેમના મતે ઘટ-પટ વગેરે પદાર્થો શશશુની જેમ સર્વથા અસત્ છે. તેમ છતાં તેની ખ્યાતિ (= બુદ્ધિ) મિથ્થા સંસ્કારના સામર્થ્યથી થાય છે. વાસ્તવમાં ઘટ, પટાદિ પદાર્થો મિથ્યા છે. તેમ છતાં અનાદિકાલીન મિથ્થાબુદ્ધિના સંસ્કારથી અસત્ ઘટાદિની ખ્યાતિ થાય છે. “જો અસતની ખ્યાતિ થઈ શકતી હોય તો શશશુની પણ ખ્યાતિ થવી જોઈએ' - આ પ્રમાણે નૈયાયિકો અસખ્યાતિવાદીને જે આપત્તિ આપે છે તેનો ઈષ્ટાપત્તિરૂપે સ્વીકાર કરતા અસખ્યાતિવાદી જણાવે છે કે “અનાદિ મિથ્યાસંસ્કારવશ શશશુની પણ ખ્યાતિ થાય છે.' નૈયાયિક :- “અહીં શશશુ છે' - તેવું ભાન નહિ પરંતુ “અહીં શશશુ નથી - તેવું ભાન લોકોને થાય છે. પરંતુ “સર્વથા અસનો નિષેધ થઈ ના શકે' - આ સિદ્ધાંત મુજબ “શશશુ નાસ્તિ” આ વાક્યનો અર્થ “શશે શુરૂ નાતિ’ કે ‘શશે શુસમવાયો નાસ્તિ’ કે ‘શુ શશીયત્વે નાસ્તિ’ આ પ્રમાણે માન્ય છે. અર્થાત્ “શશશુ નાસ્તિ’ આ વાક્ય દ્વારા અખંડ સ્વરૂપે (= શશશુત્વ સ્વરૂપે) શશશુની પ્રતીતિ થતી નથી. પરંતુ સખંડ સ્વરૂપે (= “શ શશીયત્વે નાસ્તિ' - આવી) પ્રતીતિ થાય છે. જ્યારે ઘટની '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ.માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy