SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ३१८ • असत्कार्यपक्षस्थापनम् । कार्य-कारणभाववैविध्याभ्युपगमगौरवात्, कार्यतावच्छेदकधर्मशरीरगौरवाच्च। किञ्च, सत्कार्यवादे कार्यस्य प्राक् सत्त्वात् क्रियावैफल्यम् आपद्येत । प्रत्यक्षविरोधोऽपि सत्कार्यवादे ए दुर्वारः, यतः मृत्पिण्डावस्थायाम् अविद्यमानः घटादिः कुलालादिव्यापारोत्तरकालं जायमानः दृश्यते । भ अतः कथम् उच्यते ‘सद् उत्पद्यते' इति ? असत्कार्यवादिनो व्यवहारनयस्य मतम् उपदर्शयद्भिः - श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः विशेषावश्यकभाष्ये “किरियावेफल्लं चिय पुल्यमभूयं च दीसए होतं” (वि.आ.४१६) इत्युक्तम्। क प्रकृते “यदि सर्वथा कारणे कार्यमस्ति, न तर्हि उत्पादः (स्याद्) निष्पन्नघटस्येव । अपि च मृत्पिण्डावस्थायामेव गि घटगताः कर्म-गुणव्यपदेशाः भवेयुः। न च भवन्ति। ततो नास्ति कारणे कार्यम् । अथ अनभिव्यक्तमस्तीति તૈયાયિક :- (વાઈ) ઉપરોક્ત વાત વ્યાજબી નથી. કારણ કે તે રૂપે માનવામાં બે પ્રકારના કાર્યકારણભાવને સ્વીકારવાનું ગૌરવ આવે છે. કારણ કે દ્રવ્યઘટઅભિવ્યંજક દંડાદિ અને ભાવઘટઅભિવ્યંજક ચક્ષુ વગેરે. આમ બે કાર્ય-કારણભાવનો સ્વીકાર કરવાનું ગૌરવ સ્પષ્ટ છે. તથા આ રીતે માનવામાં કાર્યતાઅવચ્છેદક ધર્મના શરીરમાં પણ ગૌરવ આવે છે. કેમ કે લોકો ચક્ષુને ઘટની અભિવ્યંજક માને છે. જ્યારે તમે ચક્ષુને ભાવઘટની અભિવ્યંજક માનો છો. તેથી લોકોના મતે ચક્ષુનું કાર્યતાઅવચ્છેદક ઘટઅભિવ્યક્તિત્વ (= ઘટજ્ઞાનત્વ) બનશે. જ્યારે સત્કાર્યવાદીના મતે ચક્ષુનું કાર્યતાઅવચ્છેદક ભાવઘટઅભિવ્યક્તિત્વ (= ભાવઘટજ્ઞાનત્વ) બનશે. આમ સતકાર્યવાદીના મતમાં ચક્ષના કાર્યતાઅવચ્છેદક ધર્મના શરીરમાં ગૌરવ અનિવાર્ય બનશે. અમે તો અસત્કાર્યવાદી છીએ. અમારા પક્ષમાં લાઘવ છે. છે વ્યવહારનય અસત્કાર્યવાદી છે (હિગ્ય.) વળી, સત્કાર્યવાદમાં ક્રિયાફલ્ય દોષ પણ આવશે. કારણ કે કાર્ય પહેલાં જ ઉપાદાનકારણમાં Mી હાજર છે. તો કુંભાર વગેરે કર્તાની પ્રવૃત્તિનું ફળ શું મળી શકે ? તથા સત્કાર્યવાદમાં પ્રત્યક્ષવિરોધ દોષ પણ દુર્વાર છે. કારણ કે મૃત્પિડ અવસ્થામાં અવિદ્યમાન જ ઘટાદિ કુંભાર વગેરેની પ્રવૃત્તિ પછીના કાળમાં ઉત્પન્ન થતાં દેખાય છે. તેથી “સત્ કાર્ય ઉત્પન્ન થાય છે - આવું કેમ કહી શકાય? અસત્કાર્યવાદી એવા વ્યવહારનયનો મત જણાવતા શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે, “સત્કાર્યવાદમાં ક્રિયાવૈફલ્ય દોષ આવશે જ. તથા પૂર્વે અસત્ એવું જ કાર્ય ઉત્પન્ન થતું દેખાય છે.” છે એકાન્તસત્કાર્યવાદ અમાન્ય ઃ શ્રીશીલાંકાચાર્ય ઇ. (.) સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે કે “જો ઉપાદાનકારણમાં કાર્ય સર્વથા = સર્વ પ્રકારે વિદ્યમાન હોય તો જેમ ઉત્પન્ન થયેલો ઘડો સર્વ પ્રકારે હાજર હોવાથી તેની ફરીથી ઉત્પત્તિ થતી નથી, તેમ અન્ય પટ વગેરે કાર્યની ઉત્પત્તિ થઈ નહિ શકે. વળી, માટીમાં ઘડો કુંભારપ્રયત્નની પૂર્વે સર્વથા હાજર હોય તો માટીની પિંડ અવસ્થામાં જ તે તે ક્રિયાનો અને ગુણનો વ્યવહાર થવાની આપત્તિ આવશે કે જે ક્રિયાવ્યવહાર અને ગુણવ્યવહાર ઘટદશામાં થાય છે. પરંતુ માટીના પિંડમાં જલધારણાદિ ક્રિયાનો વ્યવહાર કે ઘટપરિમાણાદિ ગુણનો વ્યવહાર થતો નથી. તેથી 1. क्रियावैफल्यं चैव पूर्वमभूतञ्च दृश्यते भवत् ।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy