SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ • सत्कार्यवादस्य गौरवग्रस्तता । ३१७ ઘટનું કારણ દંડાદિક અહે કહું છું, તિહાં લાઘવ છઈ. તુમ્હારઈ મતઈ ઘટાભિવ્યક્તિનું દંડાદિક કારણ કહવું, તિહાં ગૌરવ હોઈ. બીજું, અભિવ્યક્તિનું કારણ ચક્ષુ પ્રમુખ છઈ, પણિ દંડાદિક નથી. દ્રવ્યઘટાભિવ્યક્તિનું કારણ દંડ સ ભાવઘટાભિવ્યક્તિનું કારણ ચક્ષુ. તિહાં ગૌરવ છઇ, તે ન ઘટઈ. किञ्चाऽसत्कार्यवादिनामस्माकं नैयायिकानां मते घटादेरेव कारणं दण्डादिकम्, कार्यता-प ऽवच्छेदकशरीरलाघवात् । युष्माकं सत्कार्यवादिनां मते तु दण्डादिकं घटाघभिव्यक्तिकारणमिति कार्यतावच्छेदकशरीरगौरवमपरिहार्यम् । किञ्च, अभिव्यक्तेः ज्ञानरूपत्वाद् घटाद्यभिव्यक्तिकारणं चक्षुरादिकमेव, न तु दण्डादिरिति ग लोके प्रसिद्धम् । तथा च सत्कार्यवादिमते लोकबाधाऽपि दुर्निवारा । एतेन द्रव्यघटाभिव्यक्तेः कारणं दण्डादिः, भावघटाभिव्यक्तेः तु चक्षुरादिकमिति निरस्तम्, क કરવા માટે પટકારતા કરતાં ઘટકારણતાનું કાંઈક વિલક્ષણ એવું લક્ષણ અપેક્ષિત છે. ઘટકારણતા કપાલત્વ આદિ સ્વરૂપ છે તથા પટકારણતા તંતુત્વ આદિ સ્વરૂપ છે. તેથી કપાલત્વનું જ્ઞાન થવાથી કપાલમાં રહેલી કારણતા ઘટસંબંધી છે, પસંબંધી નહિ - આવો નિશ્ચય થઈ જશે. તેથી કારણતાના શરીરમાં કાર્યનો પ્રવેશ કરવો જરૂરી નથી. નૈચાસિકપક્ષમાં લાઘવ, સાંખ્યપક્ષમાં ગૌરવ છે (વિખ્યા) વળી, અસત્કાર્યવાદી એવા અમે મૈયાયિકો એમ માનીએ છીએ કે દંડ વગેરે ઘટાદિનું જ કારણ છે. આવું માનવાની પાછળ કારણ એ છે કે કાર્યતાઅવચ્છેદક ધર્મના શરીરમાં (= ઘટકમાં) લાઘવ પ્રાપ્ત થાય છે. દંડાદિનું કાર્ય ઘટ હોવાથી કાર્યતાઅવચ્છેદક ઘટત્વ હોય છે. જ્યારે સત્કાર્યવાદી એવા તમે સાંખ્ય વિદ્વાનો તો દંડ વગેરેને ઘટાદિનું કારણ નથી માનતા. પરંતુ ઘટાદિની અભિવ્યક્તિનું છે કારણ માનો છો. કારણ કે તમારા મતે દંડાદિ ઘટના અભિવ્યંજક (= અભિવ્યક્તિજનક) છે. તેથી વા સાંખ્યમતાનુસાર દંડાદિનું કાર્યતાઅવચ્છેદક ઘટઅભિવ્યક્તિત્વ બનશે. તેથી કાર્યતાઅવચ્છેદકના શરીરમાં ગૌરવ અપરિહાર્ય બનશે. આમ લાઘવ-ગૌરવની વિચારણા કરવામાં આવે તો પણ દંડાદિને ઘટનું સ અભિવ્યંજક નહિ, પણ કારણ માનવું વ્યાજબી છે. સાંખ્યમતમાં લોકવિરોધ . ( વિષ્ય.) વળી, મહત્ત્વની વાત એ છે કે અભિવ્યક્તિ જ્ઞાનસ્વરૂપ છે. તેથી ઘટઅભિવ્યક્તિ = ઘટજ્ઞાન. ઘટજ્ઞાનનું કારણ તો ચક્ષુઈન્દ્રિય વગેરે જ છે, દંડાદિ નહિ. આ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધ છે. તેથી દંડને ઘટની અભિવ્યક્તિનું કારણ માનવામાં સકાર્યવાદી સાંખ્યને લોકવિરોધ પણ દુર્વાર બનશે. જ દ્રવ્યઘટ અને ભાવઘટ અંગે વિચારણા શંકા :- (ર્તન.) ઘટ બે પ્રકારના છે. દ્રવ્યઘટ અને ભાવઘટ. સત્કાર્યવાદમાં દ્રવ્યઘટની અભિવ્યક્તિનું કારણ દંડાદિ છે. ભાવઘટની અભિવ્યક્તિનું કારણ તો ચક્ષુઈન્દ્રિય વગેરે છે. આવું માનવાથી લોકવિરોધ નહિ આવે. કેમ કે “ચક્ષુ આદિ ઈન્દ્રિયો ઘટની અભિવ્યંજક છે' - આવી લોકમાન્યતા ભાવઘટની અપેક્ષાએ છે. આમ સત્કાર્યવાદી અને લોકો - બન્નેના મતે ચક્ષુઈન્દ્રિય વગેરે ભાવઘટની અભિવ્યક્તિનું કારણ છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy