________________
३१४
। तत्र तत्कार्योत्पत्तिनियामकविचार र विद्यमानत्वरूपसत्ताव्याप्येति वचनमपहस्तयतीति भावः। तत्र तत्सत्त्वञ्च न तत्र तत्कार्योत्पत्तिनियामकम्, स प्रागभावादेरेव देशनियामकत्वात्। - 'उत्पत्तिः विद्यमानत्वरूपसत्ताव्याप्ये ति साङ्ख्यवचनमपहस्तयतीति भावः।
तत्र उपादानकारणे तत्कार्यसत्त्वञ्च न तत्र उपादानकारणे तत्कार्योत्पत्तिनियामकम्, प्रागभावार देरेव देशनियामकत्वात् ।
અતીત પદાર્થ ધ્વસનો પ્રતિયોગી છે તથા અનાગત પદાર્થ પ્રાગભાવનો પ્રતિયોગી છે. અતીત પદાર્થનો ધ્વંસ વર્તમાનકાળમાં વિદ્યમાન હોય છે તથા અનાગત પદાર્થનો પ્રાગભાવ પણ વર્તમાનકાળમાં વિદ્યમાન હોય છે. વર્તમાનકાલીન પ્રાગભાવના પ્રતિયોગી એવા અનાગત પદાર્થનું જ્ઞાન સામાન્યલક્ષણા પ્રયાસત્તિ વગેરે દ્વારા વર્તમાનમાં થઈ શકે છે. તથા વર્તમાનકાલીન ધ્વસના પ્રતિયોગી એવા અતીત પદાર્થનું જ્ઞાન સામાન્યલક્ષણા પ્રયાસત્તિ દ્વારા વર્તમાનમાં થઈ શકે છે. જેમ વિદ્યમાન પ્રાગભાવ અને ધ્વસના પ્રતિયોગીનું જ્ઞાન થઈ શકે છે તેમ ઉપાદાનકારણમાં રહેલા પ્રાગભાવના પ્રતિયોગી એવા અનાગત ( = અનુત્પન્ન હોવાથી અસત) ઘટાદિ કાર્યની ઉત્પત્તિ સંભવી શકે છે. માટે “ઉત્પત્તિ, વિદ્યમાનત્વ સ્વરૂપ સત્તાની વ્યાપ્ય છે' - આ પ્રમાણે સત્કાર્યવાદી સાંખ્યદર્શનીનું વચન ખંડિત થઈ જાય છે. એવો અહીં આશય છે.
સ્પષ્ટતા:- સાંખ્યમતે ઉત્પત્તિ એટલે ઉપાદાનકારણમાં તિરોહિત સ્વરૂપે વિદ્યમાન કાર્યની અભિવ્યક્તિ. ઉપાદાનકારણમાં પૂર્વે જે અવિદ્યમાન હોય તેની અભિવ્યક્તિ થઈ શકતી નથી. માટે ઉત્પત્તિ = અભિવ્યક્તિ એ વિદ્યમાનત્વની વ્યાપ્ય છે. અને વિદ્યમાનત્વ ઉત્પત્તિનું (= અભિવ્યક્તિનું) વ્યાપક છે. તેથી જે ઉત્પન્ન
થાય તે વિદ્યમાન (= સત) હોય – આ પ્રમાણે સાંખ્યનો સિદ્ધાંત છે. આ સાંખ્યસિદ્ધાંતનું નિરાકરણ [ી નૈયાયિકની ઉપરોક્ત દલીલ દ્વારા થાય છે.
(તત્ર.) સાંખ્યદર્શન મુજબ “તત્ર તત્સત્ત્વ એ “તત્ર તાર્યોત્પત્તિનિયામ' - આવું માન્ય છે. આવું એ કહેવાની પાછળ આશય એ છે કે કાર્ય કયા સ્થળમાં ઉત્પન્ન થાય અને કયા સ્થળમાં ઉત્પન્ન ન થાય? - આ અંગે કોઈ નિયામક તત્ત્વ માનવું જરૂરી છે. અન્યથા માટીમાં ઘડો ઉત્પન્ન થવાના બદલે તંતુમાં ઘડો ઉત્પન્ન થઈ જાય - આવી અવ્યવસ્થા સર્જાવાની આપત્તિ આવે. કાર્ય ક્યાં ઉત્પન્ન થાય ? એનું નિયામક સાંખ્યસિદ્ધાંત મુજબ કાર્યનું અસ્તિત્વ છે. એટલે કે જ્યાં કાર્ય હાજર (= સત્ = વિદ્યમાન) હોય ત્યાં કાર્યની અભિવ્યક્તિ થાય. માટીમાં ઘટનું અસ્તિત્વ છે. તેથી માટીમાં જ ઘડાની અભિવ્યક્તિ થાય. આમ ઉપાદાનકારણમાં કાર્યનું અસ્તિત્વ (= વિદ્યમાનત્વ = સત્ત્વ = સત્તા) ઉપાદાનકારણમાં કાર્યની અભિવ્યક્તિનું નિયામક છે. અર્થાત્ જે ઉપાદાનમાં જે ઉપાદેયનું અસ્તિત્વ હોય તે ઉપાદાનમાં જ તે જ ઉપાદેયની ઉત્પત્તિ (= અભિવ્યક્તિ) થઈ શકે. આ પ્રમાણે સાંખ્યદર્શનની માન્યતા છે. પરંતુ તૈયાયિક વિદ્વાનોને આ વાત મંજૂર નથી. નૈયાયિક કહે છે કે કાર્યનો પ્રાગભાવ, ધ્વંસ વગેરે જ કાર્યના અધિકરણનો નિયામક છે. અર્થાત્ જે અધિકરણમાં (= સમવાયિકારણમાં) જે કાર્યનો પ્રાગભાવ હોય તે જ અધિકરણમાં તે જ કાર્યની ઉત્પત્તિ થઈ શકે. ઘટનો પ્રાગભાવ કપાલમાં જ વિદ્યમાન છે. પરંતુ તંતુ વગેરેમાં ઘટપ્રાગભાવ નથી. માટે ઘટ કપાલમાં જ ઉત્પન્ન થશે, તંતુમાં નહિ. તેથી કપાલમાં ઘટની ઉત્પત્તિ થવા માટે કપાલમાં ઘટનું અસ્તિત્વ માનવું જરૂરી નથી. પરંતુ ઘટનો પ્રાગભાવ માનવો જરૂરી છે. આમ કાર્યોત્પત્તિનું અધિકરણ