SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ३/९ ० सामान्यलक्षणप्रत्यासत्तिपरामर्शः ० ઘટાદિક કાર્ય (સહિક) અછતાં જ, મૃત્તિકાદિક દલ થકી સામગ્રી મિલ્યાં નીપજમ્ય) (-ઈમ નાણ = જાણ). રણ અછતની શક્તિ હોઈ, તો અછતની ઉત્પત્તિ કિમ ન હોઈ ? *विद्यमानप्रागभाव-ध्वंसप्रतियोगिनो ज्ञप्तिरिव विद्यमानप्रागभावप्रतियोगिन उत्पत्तिः सम्भवतीति 'उत्पत्तिः . प्रकारेण अत्र = प्रकृते उपादानकारणे सामग्रीसमवधानकालात् प्राग् असद्धि = असदेव कार्यं प घटादिलक्षणं स्वसामग्रीसमवधाने सति मृत्तिकादिलक्षणाद् उपादानकारणाद् जायताम् । असतो ज्ञप्तिः ... चेत् स्यात्, असत उत्पत्तिः कस्मान्न स्यात् ? युक्तेरुभयत्र तुल्यत्वात् । ततश्च अतीतादिगोचर- । ज्ञानोत्पत्तिवद् असत्कार्यजन्म सदिति जानीहि ।। _ विद्यमानप्रागभाव-ध्वंसप्रतियोगिनो ज्ञप्तिरिव विद्यमानप्रागभावप्रतियोगिन उत्पत्तिः सम्भवतीति f અતીત અને અનાગત એવા ઘટ-પટાદિ વિષયો સામાન્યલક્ષણા વગેરે પ્રયાસત્તિ દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે તથા તેનું સ્મરણ થાય છે. તે જ રીતે પ્રસ્તુતમાં પણ કહી શકાય છે કે દંડ-ચક્રાદિ સ્વરૂપ ઘટસામગ્રી હાજર થતાં, પૂર્વે માટીસ્વરૂપ ઉપાદાનકારણમાં અસત્ એવું જ ઘટાદિ કાર્ય પોતાની સામગ્રી હાજર થવાથી માટીસ્વરૂપ ઉપાદાનકારણમાંથી ઉત્પન્ન થઈ શકે છે. અસતુ વસ્તુની જો જ્ઞપ્તિ થઈ શકે તો અસત્ વસ્તુની ઉત્પત્તિ કેમ ન થઈ શકે? કારણ કે યુક્તિ તો બન્ને સ્થળે સમાન જ છે. તેથી અતીતાદિગોચર જ્ઞાનની ઉત્પત્તિની જેમ અસત્ કાર્યની ઉત્પત્તિ પણ સાચી છે - તેમ તમે જાણો.” 5 સામાન્ય લક્ષણા પ્રત્યાત્તિ . સ્પષ્ટતા :- નૈયાયિક દર્શનમાં બે વિભાગ પ્રવર્તે છે. પ્રાચીન અને નવ્ય. બન્નેના મત મુજબ પ્રત્યક્ષના બે ભેદ છે - લૌકિક અને અલૌકિક, અલૌકિક પ્રત્યક્ષના ત્રણ ભેદ છે. (૧) સામાન્યલક્ષણા આ પ્રયાસત્તિ, (૨) જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિ અને (૩) યોગજ પ્રયાસત્તિ. “સામાન્ય લક્ષણા પ્રયાસત્તિ શબ્દમાં રહેલ લક્ષણ શબ્દના બે અર્થ છે (૧) સ્વરૂપ અને (૨) વિષય. પ્રાચીન નૈયાયિકના મતે લક્ષણ શબ્દનો વા સ્વરૂપ અર્થ માન્ય છે. તથા નવ્યર્નયાયિકના મતે લક્ષણ શબ્દનો વિષય એવો અર્થ માન્ય છે. તેથી પ્રાચીનમતે સામાન્યલક્ષણા પ્રયાસત્તિ = સામાન્યસ્વરૂપ પ્રત્યાત્તિ. તથા નવ્યમતે સામાન્યવિષયક જ્ઞાન સે એ જ સામાન્ય લક્ષણા પ્રયાસત્તિ. પ્રાચીનમતે ઈન્દ્રિયસંબદ્ધ ધૂમાદિ પદાર્થને વિશેષ્ય બનાવી પ્રવર્તતા જ્ઞાનમાં વિશેષણ તરીકે ભાસતું “ધૂમત્વ' આદિ સામાન્ય (= જાતિ) પ્રત્યાત્તિનું કાર્ય કરી ધૂમત્વ આદિના આશ્રયીભૂત અતીત, અનાગત અને વર્તમાન તમામ ધૂમ વગેરેનું પ્રત્યક્ષ કરાવે છે. નવ્યમતે જે ઘટાદિ પદાર્થ નાશ પામેલા હોય તેનું સ્મરણ થઈ શકતું હોવાથી “ઘટવદ્ ભૂતd' એવું પ્રત્યક્ષ કર્યા બાદ ભૂતલનિષ્ઠ ઘટનો નાશ થયા બાદ “ઘટવ ભૂતનં’ એવું સ્મરણ થઈ શકે છે. ભૂતલપ્રત્યક્ષમાં વિશેષણરૂપે ભાસતો ઘટ નષ્ટ થયેલ હોવાથી સ્મરણ સમયે પ્રત્યાત્તિરૂપ બની શકતો નથી. આથી પ્રાચીન નૈયાયિકોને આપત્તિ આવશે. તેમ છતાં ત્યાં અતીત ઘટાદિવિષયક જ્ઞાનાત્મક અતીત ઘટથી વિશિષ્ટ ભૂતલ આદિ પદાર્થનું સામાન્યલક્ષણા પ્રત્યાત્તિ દ્વારા અલૌકિક પ્રત્યક્ષ થાય છે. આમ બન્ને મતે અતીત આદિ પદાર્થનું સામાન્યલક્ષણા વગેરે પ્રત્યાત્તિ દ્વારા અલૌકિક પ્રત્યક્ષ થાય છે. (વિદ્યમાન) નવ્યન્યાયની પરિભાષા મુજબ આ વાતને જણાવવી હોય તો એમ કહી શકાય છે કે *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy