________________
દ્રવ્યાનુયોગપરામ-કરિના-સુવાસકારની હદોર્મિ શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા અજયભાઈ શાહ તથા વિમલભાઈ પટેલ દ્વારા પ્રસ્તુત ગ્રંથરાજના કમ્પોઝીંગ, સેટીંગ આદિ કાર્યોમાં ઉત્સાહ-ઉમંગ-ધીરજપૂર્વકનો સહયોગ ન મળ્યો હોત તો પ્રસ્તુત પ્રકાશન અત્યંત દુષ્કર બની જાત. ૪/૫ વખત મુફ આપવામાં, પાછળથી ઉમેરેલ પુષ્કળ મેટરનું કંટાળ્યા વિના સુંદર રીતે સેટીંગ કરવામાં વિમલભાઈએ દર્શાવેલી સ્કૂર્તિ અને કુશળતા ખરેખર
દાદ માગી લે તેમ છે. • શ્રીકૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર - કોબાના કોમ્યુટર વિભાગના ઈન્ચાર્જ કેતનભાઈ શાહનો
પરિશિષ્ટો તૈયાર કરવામાં ખૂબ જ ખંતપૂર્વકનો સુંદર સહયોગ મળેલ છે, તે પણ ભૂલાશે નહિ. શ્રીકૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર - કોબાના લાઈબ્રેરી વિભાગના ઈન્ચાર્જ મનોજભાઈ શાહ, રામપ્રકાશભાઈ, અરુણભાઈ, સંજયભાઈ વગેરેએ મહિનાઓ સુધી સમયસર પુસ્તક/પ્રત હસ્તપ્રત વગેરે પહોંચાડવા માટે જે સહયોગ દર્શાવેલ છે, તે સદા સ્મરણીય બની રહેશે. મલ્ટી ગ્રાફિક્સ(મુંબઈ)વાળા મુકેશભાઈ જૈને ટાઈટલ પેજની ડિઝાઈન તથા સુંદર ચિત્રો વગેરે તૈયાર કરી પ્રસ્તુત ગ્રંથરાજને આકર્ષક કરવામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વયંભૂ સહયોગ આપેલ છે, તે પણ યાદગાર રહેશે. શિવકૃપા ઓફસેટ(અમદાવાદ)વાળા ભાવિનભાઈએ ચીવટપૂર્વક ખૂબ જ સુંદર પ્રિન્ટીંગ-બાઈન્ડીંગ વગેરે કરી આપવામાં જે સહયોગ આપેલ છે, તે ચિરસ્મરણીય બની રહેશે. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ-ઈર્લા, મુંબઈ દ્વારા પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ સામે ચાલીને લેવાયેલ છે. આ અદકેરી શ્રુતભક્તિ અંગે તેમના ટ્રસ્ટીગણની ઉદારતાની અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
આ ઉપરાંત પ્રસ્તુત પ્રકાશનમાં સૌજન્ય-સહયોગ દેનારા નામી-અનામી અન્ય સર્વે મહાનુભાવોનું પણ ઋણ સ્વીકારતાં હૈયું ગદ્ગદ થાય છે.
અંતિમ પૂર્વધર શ્રીદેવર્નિંગણી ક્ષમાશ્રમણની પાવન જન્મભૂમિ વેરાવળ (સૌરાષ્ટ્ર)માં રહેવા છતાં પણ અનેકાનેક ભૂલોને કરનારા એવા મારા આત્માના ઉદ્ધાર માટે, નિષ્કારણ વાત્સલ્યબુદ્ધિથી મારી આત્મભૂમિમાં ધર્મબીજ-સત્સંસ્કારની વાવણી કરનારા પરમોપકારી પ્રાતઃસ્મરણીય બા સાધ્વીજી શ્રીરત્નયશાશ્રીજી મ.સા. (પૂજ્ય બાપજી મ.સા.ના સમુદાયના) તથા અવિસ્મરણીય સંસારી પિતા શ્રીરમણીકલાલભાઈ લીલાધર શાહ (વેરાવળ નિવાસી) આ ધન્ય અવસરે કૃતજ્ઞભાવે યાદ આવ્યા વિના રહેતા નથી.
અનાદિ કાળથી જેને અંતરથી નથી સમજ્યો એવી મારા અલૌકિક ચૈતન્યસ્વભાવની જે આ અપૂર્વ વાત ગ્રંથનિહિત છે, તેના પારાયણ દ્વારા હવે મારે મારા પરમાત્મતત્ત્વની અહોભાવથી ઉપાસના કરવી જ છે' - આ રીતે આંતરિક વર્ષોલ્લાસ પ્રગટાવીને પ્રસ્તુત અમોઘ ગ્રંથરાજનું પઠન-પાઠન-પુનરાવર્તનચિંતન-મનન-નિદિધ્યાસન આદિ કરવા દ્વારા અંતઃકરણમાં નિજ નિર્મલ પરમાત્મતત્ત્વનો પરમ પાવન