SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ • દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છ 85 જૈન વિદ્યાલય તરફથી પ્રકાશિત (ફક્ત મૂળ) પ્રજ્ઞાપનાસૂત્રમાં ૨૮મા પદમાં સૂત્ર નંબર ૧૮૯૩ આપેલ છે. જ્યારે પંડિત ભગવાનદાસ હર્ષચંદ્ર દ્વારા અનુવાદિત, જૈન સોસાયટી, અમદાવાદથી પ્રકાશિત (ઈ.સ. ૧૯૯૧) પ્રજ્ઞાપનાસૂત્રમાં દરેક પદમાં (અધ્યાયમાં) સૂત્ર નંબર ૧, ૨, ૩ થી શરૂ કરીને દર્શાવેલ છે. તેથી તે પ્રકાશનમાં ઉપરોક્ત સૂત્રનો ક્રમાંક ૧૨ આપેલ છે. તથા પ્રજ્ઞાપનાસૂત્રની શ્રીમલયગિરિસૂરિષ્કૃતવૃત્તિયુક્ત પૂ. સાગરાનંદસૂરિ દ્વારા સંપાદિત પ્રતમાં ઉપરોકત સૂત્રનો નંબર ૩૧૦ છે. તેથી કઈ રીતે સૂત્રનંબરના ફેરફારનો મેળ પાડવો ? ઉપરોક્ત સ્થળે અમે શ્રીમહાવીર જૈન વિદ્યાલયના પ્રકાશનનો સૂત્રક્રમાંક પરામર્શકર્ણિકા (૧૪૪) માં લખેલ છે. (B) તે જ રીતે વિશેષાવશ્યકભાષ્યની ‘વત્થે વષ્નવનયસ્ત...' ગાથાનો મલધારવૃત્તિમાં ક્રમાંક ૩૫૮૮ છે તથા કોટ્યાચાર્યવૃત્તિમાં ક્રમાંક ૪૩૩૧ છે. પરામર્શકર્ણિકા (૬/૨)માં મલધારવૃત્તિનો ક્રમાંક લીધો છે. (C) વિશેષાવશ્યકભાષ્યની ‘વોળમો નીવો...' ગાથાનો ક્રમાંક મલધારવૃત્તિમાં ૨૪૩૧ છે તથા કોચાચાર્યવૃત્તિમાં ૨૯૩૧ છે. અમે અહીં (૫/૧૩) મલધારવૃત્તિનો ક્રમાંક લીધો છે. આવા સૂત્રક્રમાંકભેદના સ્થાનો ઢગલાબંધ છે. તે બધા સૂત્રનંબરના તફાવતોની યાદી તો ઘણી લાંબી થાય તેમ છે. તેથી તે તે સંદર્ભ-શ્લોક-ગાથા વગેરેના મૂળ સ્થાન સુધી પહોંચતી વખતે વાચકવર્ગે ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેવી. કોઈ પણ પ્રકાશનમાં શતક/અધ્યાયઅધ્યયન/ઉદેશો પરિચ્છેદ/સ્તબક/ ઉલ્લાસ/તરંગ... વગેરેના નંબરમાં પ્રાયઃ કોઈ તફાવત પડતો નથી. તેથી એ બાબતને લક્ષમાં રાખવાથી અલગ-અલગ પ્રકાશનોમાં પણ સાક્ષીપાઠને વ્યાખ્યા સહિત જોવામાં જિજ્ઞાસુ વાચકવર્ગને અનુકૂળતા રહેશે. મારી વર્ષો જૂની ડાયરીમાં નોંધેલા શાસ્ત્રપાઠોમાં ક્યારેક ફક્ત ગ્રંથના નામ લખેલા હોય પરંતુ શ્લોકક્રમાંક લખ્યો ન હોય તેવું પણ બનેલ છે. તે સંદર્ભોને પરામર્શકર્ણિકામાં ટાંકતી વખતે તે મૂળ ગ્રંથ જ્ઞાનભંડારાદિમાંથી ઉપલબ્ધ થયો હોય તો તેના શ્લોક-ક્રમાંકને શોધીને ( )માં નોંધેલ છે. અન્યથા પરામર્શકર્ણિકામાં ( )માં શ્લોક નંબર લખેલ નથી. આ બાબતની વાચકવર્ગે નોંધ લેવી. * ઉદ્ધરણોના શ્રુતિભેદ-પાઠાંતર વિશે સ્પષ્ટતા દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જે સાક્ષીપાઠો ઉપલબ્ધ જે પ્રકાશનના આધારે લીધેલા હોય, તેને યથાવત્ રાખેલા છે. દા.ત. (A) પૂ. સાગરાનંદસૂરિજી દ્વારા સંપાદિત ઠાણાંગસૂત્ર વગેરેમાં ગોરિયસરીરે, બસાવળા, વિઓ, વિરિયાઓ વગેરે પાઠ મળે છે. જ્યારે પૂ. પુણ્યવિજયજી મ. અને પૂ.જંબૂવિજયજી મ. દ્વારા સંપાદિત ઠાણાંગસૂત્ર વગેરેમાં ઉપરોક્ત સ્થળે ક્રમશઃ ‘ઓરાજિતકરીરે, બાસાતળા, વિતો, વ્હિરિતાઓ' વગેરે પાઠ મુદ્રિત છે. અમારી પાસે વિહારાદિમાં જે જે સ્થળે જે પ્રકાશન હતું, તેના આધારે તે - તે સાક્ષીપાઠો લીધેલા છે. આ પાઠાન્નરોનો તફાવત તે-તે પ્રકાશનના આધારે છે. તેમ વિજ્ઞ વાચકવર્ગે સમજવું. (B) દિગંબરસાહિત્યના ધવલા, જયધવલા, ત્રિલોકપ્રજ્ઞપ્તિ, પ્રવચનસાર, સમયસાર વગેરે ગ્રંથોમાં હે ના બદલે છેૢદૂ (શ્વેતવઃ), વિઠ્ઠ ના બદલે ઘેટ્ટેવિ (તિતિ),
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy