________________
૦ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હદયોમિ -
47
પાઠાન્તરોની નોંધનું કાર્ય ખૂબ જ ધીરજ માગી લે તેવું. તેમાં ય જૂની ગુજરાતી ભાષાના પાઠાન્તરો નોંધવા, એ તો અતિકપરું કાર્ય. છે, છ, જીઈઈ, છીં, છી... વગેરે શ્રુતિભેદ તો તેમાં ડગલે ને પગલે આવે. તેમાંથી જરૂરી પાઠાન્તરને અલગ તારવી લેવો, તે બુદ્ધિની દાદ માગી લે તેવું કઠણ કાર્ય હતું. છતાં નામનાની કામના વિના તે બંને જણે નિષ્ઠાપૂર્વક આ જવાબદારીને નભાવી છે. તે માટે મુનિ શ્રી નિર્મલયશવિજયજીને તથા સુશ્રાવિકા ઉષાબેનને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
રાસરૂટબાની કુલ ૩૬ હસ્તપ્રતોમાં અનેક પ્રકારની વિશેષતાઓ નીચે મુજબ જોવા મળેલ છે. (૧) ૧૦ હસ્તપ્રતોમાં ફક્ત રાસની ૨૮૫ ગાથાઓ જ સંપૂર્ણતયા ઉપલબ્ધ છે (૨) ૫ હસ્તપ્રતોમાં રાસ તથા ટબો સંપૂર્ણ છે. (૩) ૧૮ હસ્તપ્રતોમાં રાસ સંપૂર્ણ તથા ટબો અપૂર્ણ (લગભગ ૨૫૧ ગાથા સુધીનો) છે. (૪) ૨ હસ્તપ્રતોમાં રાસ અને ટબો બંને અપૂર્ણ છે. (૫) ૧ હસ્તપ્રતમાં ફક્ત રાસ છે. તથા તે પણ અપૂર્ણ છે. (૬) મુદ્રિત પુસ્તકોમાં ન હોય તેવા અનેક નવા પાઠો, શુદ્ધ પાઠો, ત્રુટિત પાઠો તથા અનેક નૂતન
પંક્તિઓ હસ્તપ્રતોમાંથી મળેલ છે. દા.ત. ફક્ત ૪/૧ અને ૪૩ માં જ ટબમાં નવ્ય ન્યાયની પરિભાષાવાળી ૮૦ નવી સંસ્કૃત પંક્તિઓ કોબા, લીંબડી તથા માંડલ ભંડારની હસ્તપ્રતમાંથી મળેલ છે. ટબામાં ગુજરાતી ભાષાની કુલ ૧૪૫ જેટલી નવી પંક્તિઓ જુદી-જુદી હસ્તપ્રતોમાંથી મળેલ છે. તે-તે સ્થળે ટિપ્પણમાં તેની નોંધ કરેલ છે. (જુઓ પૃષ્ઠ-૪,૫,૧૪,૨૧, ૨૯,૩૧, ૪૪,૪૭,૫૬,૬૬,૬૭ વગેરે) મુદ્રિત પુસ્તકોમાં અનેક સ્થળે ગાથાની અવતરણિકા નથી. જ્યારે જુદી-જુદી હસ્તપ્રતોમાં તે
તે સ્થળે ગાથાની અવતરણિકાઓ પણ ઉપલબ્ધ થાય છે. (જુઓ – ૨/૨, ૩/૬, ૪/૩, ૫/૧૯) (૮) સ્વોપજ્ઞ સ્તબકની નબન્યાયની પરિભાષાવાળી જે જે પંક્તિઓ મુદ્રિત પુસ્તકોમાં અશુદ્ધ હતી,
તે તે સ્થળે હસ્તપ્રતોમાંથી શુદ્ધ પાઠો મળેલ છે. (જુઓ - ૪/૧૩, ૮,૨૧, ૯/૧૨+૧૩ વગેરે) (૯) અમુક [કો.૧૮ + B(૨)] હસ્તપ્રતોમાં ટબો અત્યંત સંક્ષેપમાં ટિપ્પણીરૂપે જોવા મળે છે. (૧૦) મો.(૨)માં ૫/૫ થી ૮ ગાથા તથા તેનો ટબો નથી. તે પાનું હસ્તપ્રતમાંથી ગાયબ થયેલ છે. (૧૧) રાસના તમામ પુસ્તકોમાં તથા હસ્તપ્રતોમાં ૬/જ મૂળગાથામાં અશુદ્ધ પાઠ છે. ફક્ત મો.(૧)માં
શુદ્ધ પાઠ મળે છે. પ્રસ્તુત પ્રકાશનમાં રાસ અને દબો છાપવા માટે જે જે હસ્તપ્રતોનો અને મુદ્રિત પુસ્તકોનો ઉપયોગ કરેલ છે તથા રાસસંબંધી જે પૂર્વકાલીન અન્ય પ્રકાશનો છે, તેના સંકેત વગેરેની નોંધ નીચે મુજબ છે.