________________
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છે
45 રાસની હસ્તપ્રતો વગેરેની તપાસ કરાવી. જુદા-જુદા સ્થળેથી રાસની કુલ ૩૬ હસ્તપ્રતની ઝેરોક્ષ કોપી અનેક મહાત્માઓ, શ્રાવકો અને સંસ્થાઓ વગેરેના સહકારથી પ્રાપ્ત થઈ. તેના આધારે અનેક સ્થળે શુદ્ધ પાઠો, જરૂરી નવા પાઠો મળતાં ઉત્સાહમાં ખૂબ ઉછાળો આવ્યો. કાર્યસિદ્ધિના સૂચક નિમિત્તો મળ્યાં. પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજાએ અને મારા ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજે આશિષ પાઠવ્યા. મહોપાધ્યાયજી મહારાજને મનોમન નમન કરીને, એમનો અનુગ્રહ-અમદષ્ટિ યાચવાપૂર્વક પ્રણિધાન કર્યું કે (૧) “દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ” મુજબ ‘દ્રવ્યાનુયોગપરામર્શ' નામે સંસ્કૃતમાં શ્લોકબદ્ધ ગ્રંથ, (૨) સ્વોપજ્ઞ સ્તબક (ટબા) મુજબ ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામે સમૃદ્ધ સંસ્કૃત વ્યાખ્યા તથા (૩) તે બન્નેનું વિસ્તૃત ગુજરાતી વિવેચન ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાવાસ' નામે તૈયાર થાય.
અમદાવાદમાં અધ્યાપનાદિ જવાબદારીની સાથે પંદર દિવસમાં રાસની સંસ્કૃત છાયાસ્વરૂપ ‘દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથ અનુષ્ટ્રમ્ છંદ, આર્યા છંદ અને સવૈયા છંદમાં રચાયો. તથા જામનગરમાં મારી વર્ધમાનતપની ૧૦૦ મી ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે વિ.સં. ૨૦૬૫, શરદપૂર્ણિમાના દિવસે નૂતન સંસ્કૃત વ્યાખ્યા અને ગુજરાતી વિવેચન કાર્ય પૂર્ણ થયું. ૧૦૦ મી ઓળીમાં અને પ્રસ્તુત ગ્રંથના અંતિમ તબક્કામાં વિશેષ પ્રકારે પૂજ્યપાદ દાદાગુરુદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાનો અવર્ણનીય અનુભવ થયો. ગુજરાત-મહારાષ્ટ્રમાં છ વર્ષની વિહારયાત્રાના અંતે સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યાયુગલનું કાર્ય પૂર્ણ થયું. પછી ત્રણ વર્ષના સમયગાળામાં કમ્પોઝીંગ-પ્રુફકરેક્શન-ગ્રંથસંશોધન-પ્રિન્ટીંગ વગેરે કાર્ય પૂર્ણ થયું. તથા દ્રવ્ય-ગુણ-પર્યાયરાસને સંસ્કૃત વ્યાખ્યાથી શણગારીને તથા ગુજરાતી વિવરણથી મઢીને, સાત ભાગમાં પ્રકાશિત કરવાનું સોનેરી સોણલું સાકાર થયું. માનો કે શ્રુત-ભગવાનને આંગી ચઢાવવાનું સૌભાગ્ય દેવ-ગુરુકૃપાથી ઉદયમાં આવ્યું.
આ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા રચના પૂર્વે મંથન છે અધ્યેતાવર્ગ બે વિભાગમાં વહેંચાયેલો જોવા મળે છે. (I) સંક્ષેપરુચિ અને (II) વિસ્તારરુચિ. સંક્ષેપરુચિવાળા પ્રાજ્ઞ અભ્યાસી માટે તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે જ. પરંતુ દ્રવ્ય-ગુણ-પર્યાયના સાંગોપાંગ પરિશીલનની વિસ્તારરુચિવાળા, સ્વ-પરદર્શનસમન્વયકામી અને મધ્યમ ક્ષયોપશમવાળા - આ ત્રણ પ્રકારના વાચકવર્ગ માટે શું ? તેથી નક્કી કર્યું કે – (૧) વિસ્તારરુચિવાળા પાઠકવર્ગને લક્ષમાં રાખીને વિસ્તારથી સંસ્કૃત વ્યાખ્યા રચવી. (૨) ટબાની પ્રત્યેક પંક્તિ વિશે યથાશક્ય ઊંડાણથી ઊહાપોહ કરવાપૂર્વક આગળ વધવું. (૩) શ્વેતાંબર, દિગંબર અને જૈનેતર ગ્રંથોના પરસ્પર અવિરોધી વચનોનો સમન્વય-સમવતાર-સંવાદ
સાધતા રહેવું. જેથી સ્વ-પરદર્શનનો સમન્વય કરવા ઝંખતા વાચકોને યથાર્થ બોધ થાય. (૪) પ્રતિપાદનમાં બને ત્યાં સુધી પ્રાચીન ન્યાયની શૈલી અપનાવવી. નવ્યન્યાયની જટિલ પરિભાષાનો
વ્યાપક ઉપયોગ ટાળવો. પરંતુ નવ્ય ન્યાયની પરિભાષામાં જ ટબાના પદાર્થની વધુ સ્પષ્ટતા