________________
२/१६ • द्रव्यादित्रितयभेदसिद्धिः ।
२३७ घट-पटादिवत् । तथाहि - द्रव्यम् अनुगताऽऽकारां बुद्धिं जनयति, पर्यायाः तु अननुगताकाराम्” (भ.सू.१७/ प ર/૧૬૭) રૂત્યુમ્ |
न च द्रव्यादिभेदसिद्धौ प्रतीतिभेदसिद्धिः, ततश्च सेति परस्पराश्रय इति शङ्कनीयम्,
यतो द्रव्यादिभेदसिद्धिं विनाऽपि सार्वलौकिकतथाविधाभिधानभेदात् प्रत्ययभेदसिद्धेरिति न नान्योन्याश्रयः, अन्यथा घट-पटादिबुद्धिभेदेऽपि तथात्वापत्तेः ।
(५) एवं द्रव्यस्य एकरूपेण उत्कर्षतः स्थितिरनन्तकालं यावत्, गुणस्य नानारूपेण द्रव्यसहभावित्वम्, शुद्धपर्यायार्थिकनयाभिप्रायेण पर्यायस्य विनश्वरत्वमिति स्थितिभेदेनैषां भेदः । વચ્ચે સ્વતઃ ભેદ ન હોય તો તેઓમાં ભેદની પ્રતીતિ બધાને ન થઈ શકે. આ જ અભિપ્રાયથી ભેદનયની વિવેક્ષાથી ભગવતીસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે “દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદ છે. કારણ કે તે બન્નેનું અવગાહન કરનારી પ્રતીતિમાં જે તફાવત પડે છે, તેનું તે કારણ છે. જેમ ઘટ, પટ વગેરેમાં ભેદ હોવાથી તેની પ્રતીતિમાં તફાવત પડે છે તેમ આ વાત સમજવી. તે આ રીતે – દ્રવ્ય અનુગતઆકારવાળી પ્રતીતિને ઉત્પન્ન કરે છે. જ્યારે પર્યાયો તો અનrગતાકારવાળી પ્રતીતિને ઉત્પન્ન કરે છે.” આ પ્રતીતિભેદથી દ્રવ્યાદિમાં ભેદ સિદ્ધ થાય છે.
અન્યોન્યાશ્રય શંકા-સમાધાન ૪ શંકા :- (ન ઘ.) આ રીતે કહેવામાં તો અન્યોન્યાશ્રય દોષ આવશે. કારણ કે દ્રવ્ય-ગુણાદિમાં ભેદ સિદ્ધ થાય તો “આ દ્રવ્ય છે. તે ગુણ છે...” ઈત્યાદિ બુદ્ધિભેદ સિદ્ધ થાય. તથા તેવો બુદ્ધિભેદ જો સિદ્ધ થાય તો જ દ્રવ્યાદિભેદ સિદ્ધ થાય. આ અન્યોન્યાશ્રયથી તો એકની પણ સિદ્ધિ નહિ થાય.
સમાધાન :- (તો) ના. તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે દ્રવ્ય-ગુણાદિમાં ભેદની સિદ્ધિ શું = જાણકારી જેને નથી તેવી વ્યક્તિને પણ “આ દ્રવ્ય, તે ગુણ' આ પ્રમાણે સર્વલોકપ્રસિદ્ધ શબ્દપ્રયોગ સાંભળવાથી દ્રવ્ય-ગુણાદિમાં બુદ્ધિભેદ અનુભવાય જ છે. તથા તે અનુભૂયમાન પ્રતીતિભેદ દ્વારા || દ્રવ્ય-ગુણાદિમાં પણ ભેદની જાણકારી (= સિદ્ધિ) થશે. તેથી કોઈ દોષ નથી. બાકી તો ઘટ, પટ વગેરેની પ્રતીતિમાં જે ભેદ રહે છે, તેની સિદ્ધિમાં પણ અન્યોન્યાશ્રયની આપત્તિ આવશે. આ
) દ્રવ્યાદિમાં સ્થિતિભેદ ) (૫) આ જ રીતે સ્થિતિભેદ હોવાથી પણ દ્રવ્યાદિ ત્રણમાં ભેદ સિદ્ધ થાય છે. તે આ રીતે (પ-ક) સમાન સ્વરૂપે દ્રવ્યની સ્થિતિ ઉત્કર્ષથી અનંતકાળ સુધીની હોય છે. (પ-ખ) જ્યારે ગુણ વિભિન્ન સ્વરૂપે દ્રવ્યસહભાવી સ્થિતિને ધારણ કરે છે. આત્મા આત્માસ્વરૂપે અનંતકાળ સુધી રહે છે. જ્યારે જ્ઞાન ગુણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ વિભિન્ન સ્વરૂપે આત્મદ્રવ્યની સાથે રહે છે. દ્રવ્ય સહભાવિત્વ તો ગુણનું લક્ષણ છે. અર્થાત જ્યારથી માંડીને જ્યાં સુધી દ્રવ્ય હાજર છે ત્યારથી માંડીને ત્યાં સુધી અવશ્ય હાજર રહે તે ગુણ કહેવાય. જીવનો જ્ઞાન ગુણ કાયમ જીવની સાથે હોય છે. પણ તે ક્યારેક મતિઉપયોગ સ્વરૂપે, તો ક્યારેક શ્રુતઉપયોગ સ્વરૂપે હોય તો ક્યારે કેવલ (જ્ઞાન-દર્શન) ઉપયોગ સ્વરૂપે હોય. જ્ઞાન અજ્ઞાનરૂપે પણ પરિણમે છે. આમ જ્ઞાન વિભિન્નરૂપે દ્રવ્યસહભાવી છે, એકસરખા સ્વરૂપે નહિ. (પગ) જ્યારે પર્યાય તો વિનશ્વર છે. શુદ્ધ પર્યાયાર્થિકનયથી સર્વ પર્યાય ક્ષણિક છે. આમ દ્રવ્યાદિ ત્રણેયની