________________
२०४
० गुण-पर्याययोः शब्दभेदः, अर्थाऽभेदः ।
२/१२ प न चैवमपि मतुष्प्रयोगाद् द्रव्यविभिन्नपर्यायसिद्धिः,
नित्ययोगेऽत्र मतुब्विधानात्, द्रव्य-पर्याययोस्तादात्म्यात् सदाऽविनिर्भागवर्तित्वात्, अन्यथा प्रमाणबाधोपपत्तेः । " सञ्ज्ञा-सङ्ख्या -स्वलक्षणार्थक्रियाभेदाद् वा कथञ्चित् तयोरभेदेऽपि भेदसिद्धेर्न मतुबनुपपत्तिः” (स.त.३/१५ म् वृत्ति) इति सिद्धान्तितं श्रीअभयदेवसूरिभिः । र्ष संज्ञादिभेदेऽपि परस्पराऽभिन्नत्वं तु दिगम्बराणामपि सम्मतम् एव । तदुक्तं कुन्दकुन्दस्वामिना તત્ત્વાર્થસૂત્રમાં યુગપલ્માવી (= દ્રવ્યસહભાવી) પર્યાયો માટે જ “ગુણ' શબ્દનો પ્રયોગ કરેલ છે. તથા અયુગપભાવી (= ક્રમભાવી) પર્યાયો માટે “પર્યાય' શબ્દનો પ્રયોગ દ્રવ્યલક્ષણપ્રદર્શન અવસરે કરેલ છે. માટે ‘ગુણ પર્યાયવિશેષસ્વરૂપ જ છે' - આવું સિદ્ધ થાય છે.
પણ “વ” પ્રત્યચાર્ય મીમાંસા શક:- (ર ) તત્ત્વાર્થસૂત્રકારીય દ્રવ્યલક્ષણમાં ગુણપર્યાય’ સમાસના છેડે વત્ પ્રત્યયનો પ્રયોગ કરેલ છે. તેનાથી સિદ્ધ થાય છે કે દ્રવ્ય અને પર્યાય અલગ અલગ છે. કારણકે જે બે પદાર્થમાં ભેદ હોય ત્યાં જ “વત્' (મદ્ = મry) પ્રત્યય લગાડવામાં આવે છે. માટે દ્રવ્ય અને પર્યાય વચ્ચે સર્વથા ભેદ માનવો પડશે.
સમાધાન :- (નિત્ય.) ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે વિશિષ્ટરૂપવત્ દ્રવ્યમ્' (= વિશિષ્ટસ્વરૂપવાળું દ્રવ્ય) - આવા પ્રયોગમાં જેમ વિશિષ્ટસ્વરૂપ અને દ્રવ્ય વચ્ચે સર્વથા 31 ભેદ ન હોવા છતાં પણ દ્રવ્ય અને તેનાથી અભિન્ન સ્વરૂપનો નિત્યયોગ (= નિત્યસંબંધ = નિત્યપ્રાપ્તિ)
સૂચિત કરવા માટે “વા પ્રત્યય પ્રયોજાય છે. તેમ દ્રવ્ય અને પર્યાય વચ્ચે સર્વથા ભેદ ન હોવા વા છતાં પણ તે બન્નેનો નિત્યયોગ સૂચિત કરવા માટે “વ” પ્રત્યય પ્રયોજાયેલ છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે
નિત્ય તાદાભ્ય હોય છે. સદા પરસ્પર સંમિલિત થઈને રહે છે. દ્રવ્યથી પર્યાયને કે પર્યાયથી દ્રવ્યને છે કયાંય અલગ રાખી શકાતા નથી. માટે દ્રવ્યનો અને પર્યાયનો નિત્યયોગ કહેવામાં કોઈ અપસિદ્ધાંત દોષ લાગુ પડતો નથી. જો દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદ માનવામાં આવે તો “વસ્ત્ર પીળું થઈ ગયું', પાણી બરફ થઈ ગયું, “સાડી બળીને રાખ થઈ ગઈ - ઈત્યાદિ અભેદગ્રાહક પ્રસિદ્ધ પ્રતીતિ પણ બાધિત થવાની સમસ્યા ઉભી થશે. અથવા ઉપરોક્ત સમસ્યાનું બીજું સમાધાન એ છે કે (૧) “દ્રવ્ય અને “પર્યાય - આ પ્રમાણે સંજ્ઞાભેદ (નામભેદ), (૨) એક દ્રવ્યના અસંખ્ય પર્યાય - આ પ્રમાણે સંખ્યાભેદ, (૩) દ્રવ્યના અને પર્યાયના પોતપોતાના લક્ષણમાં ભેદ, (૪) દ્રવ્ય અને પર્યાય - બન્નેની અર્થક્રિયામાં ભેદ – વગેરે સ્વરૂપ ભેદ હોવાથી દ્રવ્ય અને પર્યાય વચ્ચે કથંચિત્ અભેદ હોવા છતાં, કથંચિત્ ભેદ સિદ્ધ થાય છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે રહેલા પ્રસ્તુત કથંચિત્ ભેદને સૂચિત કરવા માટે વ” પ્રત્યયનો પ્રયોગ કરવામાં કોઈ અસંગતિ નથી.” આ પ્રમાણે સંમતિતર્કવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે સિદ્ધાન્તપક્ષનું સમર્થન કરેલ છે.
નામાદિભેદ અર્થભેદઅસાધક : કુંદકુંદ સ્વામી છે (સંજ્ઞા) નામ વગેરે ભિન્ન હોવા છતાં બે વસ્તુમાં પરસ્પર અભેદ તો દિગંબરોને પણ માન્ય જ