________________
२/११
* द्रव्यानुयोगमीमांसासाफल्यद्योतनम्
१८९
रा
परिणमनम् उत्कृष्टसाधना । संसारिपर्यायोच्छेदेन सिद्धत्वपर्यायप्रकटीकरणञ्च तत्फलम् । तच्चेतसिकृत्य प “निरस्ताऽपरसंयोगः स्वस्वभावव्यवस्थितः । सर्वौत्सुक्यविनिर्मुक्तः स्तिमितोदधिसन्निभः । । एकान्तक्षीणसङ्क्लेशो निष्ठितार्थो निरञ्जनः। निराबाधः सदानन्दो मुक्तावात्माऽवतिष्ठते । ।" (यो.सा. प्रा. मोक्षाधिकार - २८-२९) इत्येवं योगसारप्राभृते अमितगतिदर्शितसिद्धस्वरूपोपलब्धिकृते जिन - तच्छासन-प्रवचन - सङ्घ- सद्गुरु-स्वभूमिकोचित- म् सदाचारादिगोचराऽऽदर-समर्पणाद्यात्मसात्करणोद्यमे एव द्रव्यानुयोगमीमांसासाफल्यमिति।।२/११।। र्श આદિ ગુણાત્મક પર્યાયોને ક્ષપકશ્રેણિના માધ્યમથી અનાવૃત અવસ્થારૂપે પરિણમાવવા તે ઉત્કૃષ્ટ સાધના છે. તથા પોતાના સંસારી પર્યાયનો ત્યાગ કરી સિદ્ધત્વ પર્યાયને પ્રગટાવવો તે ઉત્કૃષ્ટ સાધનાનું ચરમ ફળ છે. આવી પરમ નિર્મળ અને પરિપૂર્ણ અવસ્થા પ્રગટ કરવામાં સહાયક બને તે બાબતને મનમાં રાખી, ‘મોક્ષમાં પરસંયોગરહિત, નિજસ્વભાવમાં વ્યવસ્થિત, સર્વ ઉત્સુકતાથી શૂન્ય, નિસ્તરંગસમુદ્રસમાન, સર્વથા સંક્લેશમુક્ત, કૃતકૃત્ય, નિષ્કલંક, પીડારહિત, સદાઆનંદસ્વરૂપ આત્મા રહે છે' - આ મુજબ યોગસારપ્રાભૂતમાં અમિતગતિ આચાર્યે જણાવેલ સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે જિનેશ્વર ભગવંત, જિનશાસન, સૈ જિનાગમ, જૈન સંઘ, સદ્ગુરુ, અને સ્વભૂમિકાયોગ્ય સદાચારસ્વરૂપ તારક તત્ત્વ પ્રત્યે અહોભાવ, સદ્ભાવ, સમર્પણભાવ અને વફાદારીને આત્મસાત્ કરવાનો પ્રામાણિકપણે પ્રબળ પુરુષાર્થ કરવામાં જ પ્રસ્તુત દ્રવ્યાનુયોગમીમાંસાની સાર્થકતા સમાયેલી છે. (૨/૧૧)
લખી રાખો ડાયરીમાં......S
સાધનામાર્ગ નીત-નવી આરાધનાને ખીલવે છે. દા.ત. વિષ્ણુકુમાર
ઉપાસનામાર્ગ નિર્મળ આરાધકભાવને પ્રગટાવે છે. દા.ત. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
• સાધનાને સામગ્રીના સદુપયોગમાં રસ છે.
ઉપાસનાને આત્માના નિર્મળ ઉપયોગમાં રસ છે.
• સાધનાનું ચાલકબળ છે સદાચારની રુચિ. દા.ત. વંકચૂલ
ઉપાસનાનું ચાલકબળ છે ગુણાનુરાગ. દા.ત. શ્વાનદંતપ્રશંસક શ્રીકૃષ્ણ