________________
२/११ 0 क्रमाऽक्रमभाविपर्यायप्रस्थापनम् ।
१८७ न च जात्यादीनां पर्यायविशेषरूपत्वात् तत्रैवाऽन्तर्भाव इति वाच्यम्, ___ तुल्ययुक्त्या गुणस्याऽपि पर्यायविशेषत्वात् तत्रैवान्तर्भावस्य न्याय्यत्वात् । इदमेवाऽभिप्रेत्य ... विशेषावश्यकभाष्यवृत्तौ मलधारिहेमचन्द्रसूरिभिः “सर्वमेव वस्तु तावत् सपर्यायम् । ते च पर्याया द्विविधा रूप-रसादयो युगपद्भाविनः, नव-पुराणादयस्तु क्रमभाविनः” (वि.आ.भा.२१८० मल.वृ.) इत्येवं कण्ठतो युगपद्भाविधर्माणां पर्यायतयैव निर्देशः कृत इत्यवधेयम् ।
स्याद्वादमञ्जाँ श्रीमल्लिषेणसूरिभिरपि “धर्माः = सहभाविनः क्रमभाविनश्च पर्यायाः” (अ.व्यव.द्वा.२२ । वृ.) इत्येवं सहभाविधर्माणामपि पर्यायत्वेनैव निर्देशोऽकारीत्यवसेयम् ।
एतेन “अत्थो दव्वं गुणो वाऽवि” (वि.आ.भा.३५९४) इति विशेषावश्यकभाष्यवचनमपि व्याख्यातम्, શિર :- (ઘ.) જાતિ વગેરે તો એક વિશેષ પ્રકારના પર્યાયસ્વરૂપ જ છે. પર્યાય કરતાં ભિન્ન નથી. માટે જાતિ વગેરેનો પર્યાયમાં જ સમાવેશ વધારે યોગ્ય છે. તેથી દ્રવ્ય, ગુણ, પર્યાય, જાતિ, ક્રિયા આદિ અનેકવિધ સ્વતંત્ર તત્ત્વની કલ્પના કરવાની સમસ્યાને અમારા મતમાં અવકાશ નથી.
છે જાતિ વગેરે પણ પર્યાપવિશેષરવરૂપ ઃ શ્વેતાંબર વેતાંબર :- (17) જો જાતિ વગેરે વિશેષ પ્રકારના પર્યાય સ્વરૂપ હોવાથી પર્યાયમાં જ અંતર્ભત થઈ જતા હોય તો તે જ યુક્તિથી ગુણનો પણ પર્યાયમાં અંતર્ભાવ કરવો ન્યાયસંગત બનશે. કેમ કે ગુણ પણ પર્યાયવિશેષ જ છે. તેથી “પર્યાય' શબ્દ દ્વારા જેમ જાતિ આદિનું ગ્રહણ થઈ શકે છે, તેમ ગુણનું પણ ગ્રહણ થઈ જાય છે. તો પછી શા માટે ‘દ્રવ્ય-ગુણ-પર્યાય” આમ સ્વતંત્ર ત્રિવિધ તત્ત્વની કલ્પના કરવી ? તેથી દ્રવ્ય-પર્યાય' આમ દ્વિવિધ તત્ત્વની કલ્પના જ યુક્તિસંગત છે. આવા જ આશયથી હું વિશેષાવશ્યકભાષ્ય વ્યાખ્યામાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે “બધી જ વસ્તુ પર્યાયયુક્ત હોય છે. તથા વસ્તુગત પર્યાયો બે પ્રકારના છે. રૂપ, રસ વગેરે યુગપલ્માવી પર્યાયો તથા નવા, પણ જૂના વગેરે ક્રમભાવી પર્યાયો.” અહીં આપણે જોઈ શકીએ છીએ કે મલધારી શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજે યુગપભાવી વસ્તુ પરિણામનો સ્પષ્ટપણે પર્યાય તરીકે જ નિર્દેશ કરેલો છે. જો પર્યાય કરતાં ગુણ ની સ્વતંત્ર હોત તો પર્યાયના બે ભેદ (યુગપલ્માવી, ક્રમભાવી) બતાવવાના બદલે વસ્તુધર્મના (દ્રવ્યપરિણતિના) બે ભેદ (ગુણ અને પર્યાય) બતાવેલા હોત. આ વાત ધ્યાનમાં રાખવી.
સહભાવી પરિણામ પણ પર્યાય ઃ શ્રીમલિષેણસૂરિ છે | (ચા.) કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા નામનો સ્તુતિગ્રંથ રચેલ છે. તેના ઉપર શ્રીમલ્લિષેણસૂરિજી મહારાજે સ્યાદ્વાદમંજરી નામની વ્યાખ્યા રચેલ છે. તેમાં તેમણે જણાવેલ છે કે “વસ્તુમાં રહેલા ગુણધર્મો એટલે સહભાવી અને ક્રમભાવી પર્યાયો.” આવું કહેવા દ્વારા તેમણે વસ્તુગત સહભાવી ગુણધર્મોને પણ પર્યાય તરીકે જ જણાવેલ છે.
વિશેષાવશ્યકભાષ્ય અંગે શંકા-સમાધાન છે. iા - (તેન) તમે ‘પર્યાયથી ભિન્ન ગુણ નામની કોઈ ચીજ નથી' - તેવું પ્રતિપાદન કરો છો. 1. અર્થો દ્રચું કુળો વાષિા