SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ • आद्यन्तकालाऽविद्यमानार्थाऽसत्त्वख्यापनम् । ए तस्मान्न निरपेक्षपारमार्थिकसत्तावन्तः पर्यायाः, किन्तु वितथैः शशविषाणादिभिः काल्पनिकत्वेन सदृशाः सन्तः अनादिलौकिकव्यवहारवासनातः अवितथा इव लक्षिता लोकैरिति शेषः” (नयो.१४, वृत्ति) इत्येवं वर्तते । _ “शुद्धद्रव्यास्तिकनयमते गुणाः पर्यायाश्च खल्वौपचारिकत्वाद्, “आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि પ્રમાણે માનવાના બદલે પૂર્વ-પશ્ચિાત્ કાળમાં અસત્ સ્વભાવને જ ધારણ કરનારો પર્યાય મધ્યમ ક્ષણમાં સદ્વ્યવહારને કરાવે છે' - આવું શા માટે સ્વીકારતા નથી ? તમારી વાતનો સ્વીકાર કરવામાં અને અમારી વાતનો અસ્વીકાર કરવામાં કોઈ નિર્ણાયક તર્ક જણાતો નથી. માટે પર્યાયો નિરપેક્ષ એવી પારમાર્થિક સત્તાને ધારણ કરતા નથી. સસલાના શિંગડા જેવા તે કાલ્પનિક છે. મિથ્યા હોવા છતાં અનાદિ લૌકિક વ્યવહારના સંસ્કારને લીધે લોકો જાણે કે પર્યાય વાસ્તવિક હોય તેવી રીતે જુએ છે અને વર્તે છે.” ઉઈ શેરડીના સાંઠાનું ઉદાહરણ છે પિતા :- નયોપદેશ ગ્રંથની નયામૃતતરંગિણી વ્યાખ્યામાં મહોપાધ્યાયજી મહારાજે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનું મંતવ્ય કેન્દ્રસ્થાનમાં રાખી તેનું સમર્થન કરનારી યુક્તિઓને ઉપરમાં જણાવી છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયને અનુસરતા વિદ્વાનો પારમાર્થિક સત્તાને કાળથી નિરપેક્ષ માને છે. અર્થાત્ “અમુક સમયમાં વસ્તુની સત્તા હોય અને અમુક સમયમાં સત્તા ન હોય' - એવું તેમને માન્ય નથી. મતલબ કે “પ્રાગભાવથી અવચ્છિન્ન કાળ = ભવિષ્ય કાળ અને પ્રધ્વસથી અવચ્છિન્ન કાળ = અતીત કાળ. તથા પ્રાગભાવથી અને પ્રધ્વસથી અનવચ્છિન્ન કાળ = વર્તમાનકાળ. તેનો સંબંધ એટલે સત્તા. આવી સત્તા પર્યાયમાં પણ રહેલી છે. છે તેથી મધ્યકાલમાત્રવર્તી પર્યાયને પણ સત્ કહી શકાય.” આ પ્રમાણે પર્યાયાર્થિકનયનું મંતવ્ય છે. પરંતુ વા શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું અવલંબન લેનારા વિદ્વાનો ઉપરોક્ત કથનને પર્યાયની સત્તા (સાણા) અંગે સ્વીકારતા જ નથી. આનું કારણ એ છે કે ઉત્પત્તિસમયે પર્યાય પોતાની ઉત્પત્તિ કરવામાં વ્યગ્ર હોય છે. તથા વિનાશસમયે આ પર્યાય પોતાનો વિનાશ કરવામાં વ્યગ્ર હોય છે. આવી અવસ્થામાં જ દરેક પર્યાયનો અન્વય (હાજરી) જોવા મળે છે અને તે પ્રમાણે વ્યવહાર થાય છે. ઉત્પત્તિ-વિનાશને છોડીને વચલો કોઈ સમય પર્યાયનો હોતો નથી. જેમ શેરડીના સાંઠામાં આગળનો ભાગ અને પાછળનો = ગાંઠવાળો મૂળનો ભાગ સંપૂર્ણપણે કાઢી નાંખવાનો હોય તો શેરડીના સાંઠાનો મૂળથી જ નાશ થઈ જાય છે. શેરડીમાં મૂળભાગને કાઢો તો અગ્રભાગ આવે. તથા અગ્રભાગને પણ કાઢીએ તો મૂળભાગ (ગાંઠવાળો ભાગ) આવે. આ રીતે શેરડીનો જ ઉચ્છેદ થઈ જાય. તેમ આગળના અને પાછળના સમયમાં જે અસત્ હોય તેના બધા જ સમયો કાં તો આગળના સમયમાં (=ઉત્પત્તિવિશિષ્ટ સમયમાં) સમાઈ જશે અથવા પાછળના સમયમાં (=વિનાશવિશિષ્ટ સમયમાં) સમાઈ જશે. કારણ કે સર્વત્ર પ્રતિસમય ઉત્પાદ-વિનાશ ચાલુ જ હોય છે. ઉત્પત્તિ-વિનાશશુન્ય એવી કોઈ મધ્યમ ક્ષણ છે જ નહીં. એથી કાર્ય માત્ર મિથ્યા છે. મૂળભૂત ઉપાદાનકારણ શાશ્વત હોવાથી પરમાર્થ સત્ છે. આવું શુદ્ધ નિશ્ચયનયનું મંતવ્ય છે. “બ્રહ્મ સત્યં નવું મિથ્યા' - આ વેદાંતી સિદ્ધાંતનું તાત્પર્ય આ જ દિશામાં છે. # ગુણ-પર્યાયો ઔપચારિક : નિશ્ચયનય 8 (“શુદ્ધદ્રવ્યા.) “શુદ્ધ દ્રવ્યાસ્તિકનયના મતે ગુણ અને પર્યાયો ખરેખર અસત્ જ છે. કારણ કે ગુણ -પર્યાયો ઔપચારિક છે. “જે પ્રારંભમાં ન હોય અને જે અંતમાં ન હોય તે વર્તમાનકાળમાં પરમાર્થથી
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy