SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 30 • દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ : આ અંગે મહાનિશીથસૂત્રમાં વજાચાર્યના ઉદાહરણમાં જણાવેલ છે કે “अत्तहिअं कायव्वं जइ सक्का परहियं पि करेज्जा। સદિય-પરદિયા, સત્તદિગં ગ્રેવ યાત્રા” (મ.નિ.વગ્રાઈપથા-૧૨૨) ગાથા - “સૌ પ્રથમ આત્મહિત કરવું. જો શક્ય હોય તો પરહિત પણ કરવું. પરંતુ આત્મહિત અને પરહિત - આ બેમાં (એક જ કરવું જો શક્ય હોય તો) આત્મહિત જ કરવું.” આ સૈદ્ધાત્તિક વાત અત્યંત ઉચિત જ જણાય છે. પોતાનું આત્મહિત બગાડીને પરહિત કરવું તે ઔદયિક ભાવ છે. ઔદયિક ભાવમાં વર્તતો જીવ જઘન્ય કક્ષાનો જ પરોપકાર કરી શકે. સ્વહિત સાચવીને યથાયોગ્ય પરોપકાર કરવો તે ક્ષયોપશમ ભાવ છે. ક્ષયોપશમ ભાવમાં વર્તતો જીવ મધ્યમ કક્ષાનો પરોપકાર કરે છે. પરંતુ સર્વશ્રેષ્ઠ પરોપકાર તો ક્ષાયિક ભાવમાં વર્તતા જીવ જ કરી શકે. માટે ક્ષાયિક ભાવની પ્રાપ્તિ અર્થે ક્ષાયોપથમિક ગુણવૈભવ જરૂર મેળવવો. પરંતુ ક્ષાયોપથમિક ગુણો ઉપર મદાર ન બાંધવો. તેના પ્રદર્શનમાં ખોટવાઈને-ખોરવાઈને ફરીથી ઔદયિક ભાવમાં અટવાઈ ન જવું. પરંતુ પ્રાપ્ત થયેલા ક્ષાયોપથમિક ગુણો પ્રત્યે પણ ઉદાસીનતા કેળવીને ક્ષાયિક ગુણવિભૂતિને મેળવવા માટે નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ગળાડૂબ રહેવું એ જ શ્રેષ્ઠ વૈરાગ્ય છે. તેવી અવસ્થામાં આત્માર્થીને સમાજમાં, સંઘમાં કે સમુદાયમાં પોતાનું મૂલ્યાંકન કરાવવાની કે બીજાનું મૂલ્યાંકન કરવાની લેશ પણ આવશ્યકતા જણાતી નથી. કેમ કે માપવાના બદલે પામવાની, ગુણોને અને પ્રગટ પર્યાયોને શુદ્ધસ્વરૂપે સાનુબંધપણે પરિણાવવાની દશામાં જ તેઓ મહાલતા હોય છે. પરોપકારના નામે પુણ્ય પ્રદર્શન, શક્તિપ્રદર્શન, ગુણપ્રદર્શન, લબ્ધિપ્રદર્શન, ચમત્કાર પ્રદર્શન, પ્રસિદ્ધિ વગેરે મલિન પર્યાયોના વમળમાં સાચો સંયમી કદાપિ અટવાતો નથી. પાટ, પદવી, પ્રસિદ્ધિ, પરિવારવૃદ્ધિ, પ્રમાણપત્રો, પંડિતાઈ, પ્રભાવકતા, પ્રતિષ્ઠા, પ્રશંસા, પુણ્યોદય વગેરે પ્રલોભનોથી તે જલકમલવત્ અલિપ્ત અને અસંગ હોય છે. સંયમજીવનમાં પ્રશસ્ત વાણી કે પ્રશસ્ત પ્રવૃત્તિ ઉપર વધુ ભાર નથી આપવાનો. પરંતુ અંતરના નિર્મળ ભાવો ઉપર વધુ ઝોક આપવાનો છે. દા.ત. “મોક્ષ મેળવવા જેવો છે' - એવું હોઠથી માત્ર બોલવાનું નથી. પરંતુ “મારે મારું રાગાદિમુક્તસ્વરૂપ આ જ ભવમાં ઝડપથી સાધવું છે' - આવી ભવ્ય ભાવના ભીંજાતા હૃદયે કરવા ઉપર વધુ લક્ષ રાખવાનું છે. તે જ રીતે આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્ય, ઉપશમભાવ, અંતર્મુખતા, સંવેદનશીલતા, સરળતા, નમ્રતા વગેરે પાવન ભાવો ઉપર વધુ જોર દેવાનું છે. મોક્ષમાર્ગમાં પ્રસ્તુત નિર્મળ ભાવો જ મુખ્ય છે, પ્રધાન છે. પવિત્ર ભાવ-ભાવનાનો દઢ અભ્યાસ કરવાથી જ ગ્રંથોના ગર્ભાર્થ અને ગૂઢાર્થ સ્વયમેવ સહજ રીતે સ્કુરાયમાન થાય છે, જ્ઞાન પારમાર્થિક બને છે. આ સ્વાનુભવસિદ્ધ હકીકત છે. પરંતુ આ રીતે આગળ વધતાં ઉપરની દશામાં તો પ્રશસ્ત પ્રવૃત્તિમાં, પ્રશસ્ત ભાવોમાં, વિચારમાં કે વિકલ્પમાં ભળ્યા વિના, તેમાં આત્મભાવને (= “હુંપણાના ભાવને) ભેળવ્યા વિના, તેના મૂક સાક્ષી બની, દષ્ટિનું-રુચિનું જોર સ્વાત્મદ્રવ્ય ઉપર આપીને બહારમાં અને અંદરમાં ઉચિત પ્રવૃત્તિ, ભાવ વગેરે થતા રહે તેવી આત્મદશા કેળવવાની છે, મેળવવાની છે. ૧. યોગદૃષ્ટિસમુચ્ચય - ૧૮૫ ૨. અધ્યાત્મસાર - ૭/૧-૨૨-૨૪ ૩. ભાવચૈવ મુહ્યત્વતા (થર્મલક્ઝદ - જ્ઞો-૨૨ પૃ.૮૩) ૪. યોગશતક - ગાથા - પર તથા દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા - ૧/૫ ૫. ભાવનાનુાતી જ્ઞાની તત્ત્વો જ્ઞાનત્વાન્ ! (ધર્મબિંદુ - ૬/૩૦)
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy