SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 28 દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ કરેલ ન હોય ત્યાં સુધી સાધના પણ `પાપાનુંબધી બનીને પ્રાયઃ સાધકને ભવસાગરમાં ડૂબાડે છે. જ્યારે પૂર્ણવીતરાગી અનંતશાંતરસસ્વરૂપ સહજસમાધિસદન નિસ્તરંગ જ્ઞાનસ્વભાવી અખંડાનંદમૂર્તિ નિજાત્મદ્રવ્યનું અપૂર્વ માહાત્મ્ય અંતઃકરણમાં વસી જાય છે, પરમનિષ્કષાય અને પરમનિર્વિકારી એવા નિજ ચેતનદ્રવ્યને પૂર્ણતયા પ્રગટ કરવાની ઝંખના અંદરમાં પ્રબળ બને છે, અપરોક્ષ સ્વાનુભૂતિ માટેનો તાત્ત્વિક તલસાટ પ્રગટે છે, ત્યારે અંતઃકરણમાંથી ઉપરોક્ત પાંચેય મલિન પર્યાયો સ્વયમેવ ખરી પડે છે. ત્યાર બાદ અંતઃકરણ પવિત્ર, `શાંત, સ્વસ્થ, જીવમૈત્રીસભર, નિરાગ્રહી અને તારક તત્ત્વ પ્રત્યે અહોભાવથી છલકાતું બને છે. તેનાથી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયનું ઝડપથી શુદ્ધસ્વરૂપે સાનુબંધ પરિણમન થતું જાય છે. ક્રમશઃ મિત્રા, તારા, બલા, દીપ્રા - આ પ્રથમ ચાર યોગદૃષ્ટિની પરાકાષ્ઠાને જીવ સંપ્રાપ્ત કરે છે. હવે સમ્યગ્દર્શન પ્રગટવા તત્પર બને છે. આત્માર્થી સદ્ગુરુના સત્સંગે નય-નિક્ષેપ-પ્રમાણથી આત્મતત્ત્વની તાત્ત્વિક સમજણ-રુચિ-શ્રદ્ધા કરવાથી દ્રવ્યસમકિત એ શબ્દઅગોચર સ્વાનુભવગમ્ય નૈશ્ચયિક ભાવસમ્યક્ત્વરૂપે પરિણમે છે (પંચવસ્તુ-૧૦૬૩). ગ્રંથિભેદથી પ્રગટેલ સર્વ ગુણોની આંશિક અનુભૂતિ સ્વરૂપ શાંતરસમય સમ્યગ્દર્શનથી વ્યવહારચારિત્ર પણ ભાવચારિત્રરૂપે-સમ્યક્ચારિત્રરૂપે પરિણમવા માંડે છે. સમ્યગ્દર્શનની ૐશુદ્ધિના લીધે સાધુ શુદ્ધ ચારિત્રને મેળવે છે. ૪ ગ્રંથિભેદ કરીને સમ્યગ્દર્શન-જ્ઞાનના સહજઆનંદમય પરમતેજને માણનારા સંયમીને જ ધર્મદેશના દેવાનો ઔત્સર્ગિક અધિકાર છે. સમકિતની ગેરહાજરીમાં સાધુ ધર્મોપદેશ આપે તો તે ધર્મકથા નહિ પણ અકથા જ છે.માટે ધર્મકથી સાધુએ ગ્રન્થિભેદ કરીને સમ્યગ્દર્શનને મેળવવાનો પ્રયાસ કરવો એ અત્યંત આવશ્યક અને અનિવાર્ય એવું અંગત કર્તવ્ય છે. પરંતુ મુનિજીવનમાં તો મહત્તા મૌનની છે. કાયાનું મૌન (= કાયગુપ્તિ, દેહસ્થિરતા, દેહસંલીનતા, “ઈન્દ્રિયસંલીનતા, કાયોત્સર્ગાદિ), વચનનું મૌન (= વચનગુપ્તિ, વાણીકર્કશતાદિનો ત્યાગ વગેરે) તથા મનનું મૌન (= ધ્યાન, નિર્વિકલ્પ દશા, સ્વરૂપાનુસંધાન, સમતા, મનસંલીનતા, કષાયસંલીનતા, આત્મલીનતા વગેરે) જેમ-જેમ બળવત્તર બને તેમ-તેમ મુનિજીવન છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના કરાવનાર બને. સંયમજીવનમાં પ્રાથમિક આવશ્યક શાસ્ત્રાભ્યાસ બાદ મનને શાંત-નીરવ-નિર્વિકલ્પ-નિર્વિચાર -નિસ્તરંગ કરવાનો પ્રતિદિન કમ સે કમ એકાદ કલાક તો અભ્યાસ થવો જ જોઈએ. પ્રવૃત્તિ, પ્રવૃત્તિ ને પ્રવૃત્તિના ભારબોજ નીચે દટાઈ જવાના બદલે આ રીતે નિવૃત્તિનો પણ રોજ પ્રયાસ થવો જોઈએ. બાકી પ્રવૃત્તિ-નિવૃત્તિમય ચારિત્રજીવનનો સાચો સંપૂર્ણ સ્વાદ માણી ન શકાય. બિનજરૂરી વિહાર, પત્રાચાર, બોલચાલ, ગૃહસ્થપરિચય, વિજાતીયસંયમીપરિચય, મહોત્સવોની હારમાળા, પરચૂરણ સાહિત્ય પ્રકાશન વગેરે પ્રવૃત્તિમાં આત્માર્થી સંયમી સ્વરસથી જોડાય નહિ. કેમ કે પ્રવૃત્તિનો બોજો વધતાં સંવેદનશીલતા પ્રાયઃ હણાય છે. પ્રશસ્ત એવી પણ પ્રવૃત્તિનો વળગાડ એ અંદર શુદ્ધ ચેતનદ્રવ્યમાં દૃષ્ટિને જોડવાની રુચિને સ્થિર કરવાના ઉલ્લાસ-ઉમંગને હણે છે. તેથી સ્વરૂપશુદ્ધિના લક્ષે આવશ્યક ચારિત્રાચારને ૧. યોગબિંદુ - ૩૭૦ ૨. યોગબિંદુ - ૧૮૭, ૧૯૩ ૩. યંતળસોઢીઓ સુધ્ધ ચરળ નહફ સાદૂ । (ધર્મરત્નપ્રર૧ - ૧૩૮) ૪. મિચ્છન્ન વેયન્તો નું અન્નાળી દં રિઝ્હેડ્। હિંમત્ત્વો વા શિષ્ઠી વાસા અન્ના ટેણિયા સમચ્છુ ।। (દશવૈકાલિક-અધ્યયન ૩નિર્યુક્તિગાથા-૨૦૯) ૫. વિયકિમંતીળયા સાયકિમંતીળયા ખોળસિંની ળયા । (ભગવતીસૂત્ર - ૨૫/૭|૮૦૨)
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy