SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ • एकप्रदेशपदप्रयोजनोपदर्शनम् । १२५ છઇ, તથા સ્વસમાનાધિકરણ એકપ્રદેશસંબંધઈ વલગી છઈ – ઈમ જાણો. | મોતી પર્યાયનઇ ઠામ, ઉજ્વલતાદિક ગુણનઈ ઠાર્મિ, માલા દ્રવ્યનઈ કામિ, ઈમ દષ્ટાંત જોડવો. ज्ञेया। प्रदेशपदेन अत्र उपादानकारणात्मकाऽवच्छेदकग्रहणमभिप्रेतम् । तथा च स्वसामानाधिकरण्य-- समानावच्छेदकत्वसम्बन्धेन = समानावच्छेदकावच्छिन्नस्वसामानाधिकरण्यसम्बन्धेन अनुस्यूतत्वं ज्ञेयम् । स्वपदेन गुण-पर्यायव्यक्तिग्रहणम्, तत्सामानाधिकरण्यञ्च द्रव्यशक्तौ बोध्यम् । अवच्छेदकभेदेन । एकस्मिन्नधिकरणे वर्तमानयोः वर्त्तमानानां वा अनुविद्धत्ववारणाय ‘एकप्रदेश निवेशो बोध्यः। इह म नानाविधानि मौक्तिकानि पर्यायस्थानीयानि, उज्ज्वलतादयो गुणोपमाः माला च द्रव्यपदार्थाभिषिक्तेति । दृष्टान्तयोजना। न च मौक्तिकानां पर्यायस्थानीयत्वे उज्ज्वलतादीनां च गुणोपमत्वे द्रव्ये गुण इव पर्याये अपि क गुणः सिध्येदिति वाच्यम्, ગુણ-પર્યાયમાં અનુસૂતતા જાણવી. તાત્પર્ય એ છે કે સમાનાવચ્છેદકાવચ્છિન્ન સ્વસામાનાધિકરણ્યસંબંધથી દ્રવ્ય તથા ગુણ-પર્યાયમાં અનુવિદ્ધપણું જાણવું. અહીં સ્વ = ગુણ-પર્યાયવ્યક્તિ. તેના અને દ્રવ્યશક્તિના સામાનાધિકરણ્યના અવચ્છેદક સમાન છે, એક છે. તે છે માટીદ્રવ્ય. તેથી સમાનઅવચ્છેદકીભૂત માટીદ્રવ્યથી અવચ્છિન્ન એવી ગુણ-પર્યાયવ્યક્તિનું સામાનાધિકરણ્ય દ્રવ્યશક્તિમાં રહે છે. તેથી સમાનાવદકાવચ્છિન્ન સ્વસામાનાધિકરણ્યસંબંધથી ગુણ-પર્યાયવ્યક્તિ દ્રવ્યશક્તિમાં રહેશે. આથી દ્રવ્યશક્તિ ગુણપર્યાયને વળગી છે, ગુણ-પર્યાયવ્યક્તિથી મિશ્રિત છે – તેમ કહેવાય. જુદા જુદા અવચ્છેદકથી એક જ અધિકરણમાં વિદ્યમાન છે બે કે બહુ પદાર્થોમાં પરસ્પર અનુવિદ્ધપણું માન્ય નથી. તેથી તેના નિવારણ માટે “એકપ્રદેશ' શબ્દનો સંબંધકુક્ષિમાં પ્રવેશ કરેલો છે. તથા અહીં અનેક પ્રકારના મોતીઓ પર્યાય તરીકે સમજવા. ઉજ્વલતા || વગેરેને ગુણતુલ્ય જાણવા. તથા મુક્તાવલી દ્રવ્યપદાર્થરૂપે જોડવી. આ રીતે દષ્ટાન્તની સંગતિ કરવી. સ્પષ્ટતા - વ્યક્તિ એટલે કાર્યરૂપે પ્રગટ વસ્તુ તથા શક્તિ એટલે કારણ તરીકે રહેલ વસ્તુ. દ્રવ્ય ગુણ-પર્યાયનું કારણ છે. માટે ‘દ્રવ્યશક્તિ” આમ જણાવેલ છે. તથા દ્રવ્યમાં ગુણ અને પર્યાય પ્રગટે છે, વ્યક્ત થાય છે. માટે ગુણવ્યક્તિ અને પર્યાયવ્યક્તિ આવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જે દ્રવ્ય -ગુણ-પર્યાયના આધાર અને અવચ્છેદક વિભક્ત નથી, જુદા નથી તે દ્રવ્ય-ગુણ-પર્યાય એકબીજાથી અનુવિદ્ધ કહેવાય. આ અવિભક્તપ્રદેશત્વ હોવા છતાં લક્ષણથી અને કાર્યભેદથી દ્રવ્યનો ગુણ-પર્યાયથી ભેદ છે. શંકા :- (ન ઘ.) મોતીઓને પર્યાયના સ્થાને ગોઠવવામાં આવે તથા ઉજ્વલતા વગેરેને ગુણ તરીકે માનવામાં આવે તો દ્રવ્યમાં જેમ ગુણ હોય છે તેમ પર્યાયમાં પણ ગુણની સિદ્ધિ થવાની આપત્તિ આવશે. કારણ કે મોતીમાં (પર્યાયમાં) ઉજ્વલતાદિ (ગુણ) હોય છે. D B(૨)માં “સ્વસમાનાધિકરણ' પાઠ છે. બીજી કોઈ પ્રતમાં નથી. કો.(૯)માં “અનેક મોતી સરખા પર્યાય, ઉજ્વલતા સરખા જે ગુણ તે વ્યક્તિથી દ્રવ્યશક્તિ માલા સરખી સર્વતઃ વલગી અને અલગી છે તે દ્રવ્યશક્તિ' પાઠ. આ.(૧)માં “અનેક મોતી સરખા પર્યાય, ઉજ્જવલતા સરખા જે ગુણ વ્યક્તિથી દ્રવ્ય તે શક્તિથી શક્તિ માલા સરખી સર્વ અલગી છે અને અલાધી છે. તે દ્રવ્યશક્તિ કહીઈ. દ્રવ્યશક્તિ વલગી પાઠ.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy