________________
२/ २ ० शाकटायनादिमतानुसारेण पर्यायलक्षणविमर्शः २
११७ प्रवचनसारस्य तत्त्वप्रदीपिकावृत्तौ “अन्वयव्यतिरेकाः पर्यायाः” (प्र.सा.त.प्र.१/८०) इत्येवम् अमृतचन्द्राचार्येण । उक्तम् । अन्वयस्य = द्रव्यस्य व्यतिरेकाः = आविर्भाव-तिरोभावशालिव्यावृत्त्यंशाः पर्याया इति तदर्थः। तत्त्वार्थसर्वार्थसिद्धौ “पर्यायः विशेषः अपवादः व्यावृत्तिरित्यर्थः” (त.सू.स.सि.१/३३/१४१) इत्युक्तम्। तत्त्वार्थसारे अमृतचन्द्राचार्येण “व्यतिरेको विशेषश्च भेदः पर्यायवाचकाः” (त.सा.१०) इत्युक्तम् । म
आलापपद्धतौ देवसेनेन “स्वभाव-विभावरूपतया याति = पर्येति = परिणमति इति पर्यायः इति र्श पर्यायस्य व्युत्पत्तिः” (आ.प.६) इत्येवमुक्तम् । वस्तुपरिणमनं = पर्यायः। स्वमौलिकस्वभावानुसारि । वस्तुपरिणमनं स्वभावपर्यायः। परद्रव्यप्रभावानुसारि वस्तुपरिणमनं विभावपर्याय इति तदाशयः।
धर्मसङ्ग्रहणिवृत्तौ श्रीमलयगिरिसूरिभिः शाकटायनसम्मतं पर्यायलक्षणं “यदाह शाकटायनः - क्रमेण पदार्थानां क्रियाऽभिसम्बन्धः = पर्यायः” (ध.स.पृ.१४४ वृ.) इत्येवमुक्तम् । इदमत्र शाकटायनाचार्याकूतम् का
ન પર્યાયશવદના સમાનાર્થક શબ્દોની છણાવટ (પ્રવચનસાર) કુંદકુંદસ્વામી નામના દિગંબરઆચાર્યરચિત પ્રવચનસાર નામના ગ્રન્થની તત્ત્વપ્રદીપિકા નામની વ્યાખ્યામાં અમૃતચન્દ્ર નામના દિગંબરાચાર્ય જણાવે છે કે “અન્વયના = દ્રવ્યના વ્યતિરેક અંશો પર્યાય કહેવાય છે. આવા-ગમન કરનારા આવિર્ભાવ-તિરોભાવવાળા અંશો “વ્યતિરેક અંશ શબ્દથી અથવા
વ્યતિરેક' કે “વ્યાવૃત્તિ વગેરે શબ્દ દ્વારા ઓળખાવાય છે. માટે જ તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિ નામની વૃત્તિમાં પૂજ્યપાદ સ્વામીએ જણાવેલ છે કે “પર્યાય શબ્દનો અર્થ (૧) વિશેષ, (૨) અપવાદ, (૩) વ્યાવૃત્તિ છે.' અહીં “વ્યાવૃત્તિ શબ્દથી પ્રતિક્ષણ વ્યય પામતી દ્રવ્યની અવસ્થા સૂચવાય છે. મતલબ કે પર્યાય ક્ષણિક છે. અમૃતચંદ્ર નામના દિગંબરાચાર્ય તત્ત્વાર્થસાર ગ્રંથમાં પર્યાયવાચક શબ્દોને જણાવતા કહે છે કે “વ્યતિરેક, વિશેષ અને ભેદ – આ પર્યાયને દર્શાવનારા શબ્દો છે.”
જ પચસ્વરૂપ : દેવસેનાચાર્યની દૃષ્ટિમાં (નાના) આલાપપદ્ધતિ નામના ગ્રંથમાં દિગંબર દેવસેનાચાર્ય પર્યાયનું લક્ષણ બતાવતાં કહે છે કે “સ્વભાવ-વિભાવસ્વરૂપે જે પરિણમે તે પર્યાય કહેવાય. આ પ્રમાણે પર્યાયશબ્દની વ્યુત્પત્તિ (વ્યાકરણ છે આધારિત વ્યાખ્યા) છે.” દેવસેનાચાર્યનો આશય એ છે કે પર્યાય એટલે વસ્તુનું પરિણમન. વસ્તુ સ્વભાવરૂપે પણ પરિણમે, વિભાવસ્વરૂપે પણ પરિણમે. પરદ્રવ્યની અસર લીધા વિના મૂળભૂત સ્વભાવને આધારે વસ્તુ પરિણમે તે સ્વભાવપર્યાય. પરદ્રવ્યની અસર લઈને, પારદ્રવ્યથી પ્રભાવિત થઈને વસ્તુ પરિણમે તો વિભાવપર્યાય પ્રગટે.
ક પચચસ્વરૂપ ઃ શાકટાચનાચાર્યના મતે - (ધર્મસ.) શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ રચેલા ધર્મસંગ્રહણિ નામના ગ્રંથમાં પડ્રદર્શનની વિસ્તૃત મીમાંસા કરવામાં આવી છે. તેની વ્યાખ્યા શ્રીમલયગિરિસૂરિજીએ રચેલી છે. ધર્મસંગ્રહણિવૃત્તિમાં તેઓશ્રીએ પર્યાયસંબંધી શાકટાયન નામના યાપનીયસંપ્રદાયના જૈનાચાર્યનું મંતવ્ય દર્શાવેલ છે. યાપનીયમતાગ્રણી શ્રીશાકટાયનાચાર્યનો મત એવો છે કે “પદાર્થોનો ક્રમે કરીને ક્રિયાની સાથે સંબંધ થવો તે પર્યાય છે.”