________________
24
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હદયોર્મિ, -વિકલ્પાદિમાં મમત્વભાવ ઘટવાથી, કર્મમુક્ત આત્મદ્રવ્યને પૂર્ણતયા પ્રગટાવવાની પ્રબળ પ્યાસ પ્રગટે છે. આત્મદ્રવ્યને રાગાદિ ભાવકર્મથી, આઠ દ્રવ્યકર્મથી, દેહાદિ નોકર્મથી સદા માટે મુક્ત બનાવવાની તડપની તીવ્ર બને છે. શુભાશુભ ભાવોથી સ્વપરિણતિને જુદા પાડવાનો અંતરંગ પુરુષાર્થ નિરંતર પ્રવર્તવાથી શુદ્ધ પરિણતિ પ્રગટે છે, બળવાન બને છે. દીર્ઘ કાળ સુધી તેવી આત્મદશા ટકવાથી સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થાય છે. ત્યારે સાધક સર્વવિરતિના પરિણામની પ્રાપ્તિ કરે છે, દ્રવ્ય-ભાવથી દિક્ષિત થાય છે.
હવે અપ્રશસ્ત નિમિત્તોના ઘેરાવામાંથી સાધક આત્મા વિપ્રમુક્ત બને છે. શ્રાવકજીવનની જેમ દીક્ષા જીવનમાં પણ સ્વાનુભવસંપન્ન મહાગીતાર્થ સદ્ગુરુની નિશ્રામાં સ્વભૂમિકાયોગ્ય સૂત્રનો અને તેના અર્થ-પરમાર્થનો અભ્યાસ કરવામાં સાધક લીન બને છે. પોતાનું આધ્યાત્મિક પ્રયોજન જેનાથી સરે તેવા શાસ્ત્રીય પદાર્થ-ભાવાર્થ-ગૂઢાર્થ-ઐદંપર્યાથે મેળવીને, તીવ્ર ઉત્સાહથી મોહનો ઉચ્છેદ કરવા માટે સાધક કટિબદ્ધ બને છે. શાસ્ત્રાધારે સ્વરસવાહી સ્વસમ્મુખી સ્વરૂપગ્રાહક શાંતચિત્તવૃત્તિપ્રવાહસ્વરૂપ સ્વાધ્યાયદશા અંતઃકરણમાં જન્મે છે. તેથી પોતાના બાહ્ય વ્યક્તિત્વને ઓગાળવાની પ્રક્રિયા વેગવંતી બને છે. તેના પ્રભાવથી અનાદિરૂઢ વિભાવદશા, વિકલ્પદશા, કર્માધીનદશા ઝડપથી વિદાય લે છે. અનિવાર્યપણે આવશ્યક દેહનિર્વાહ વગેરે પ્રવૃત્તિમાં જિનાજ્ઞાનુસાર જોડાવા છતાં તેમાં સાધક ભળતો નથી. કર્તા-ભોક્તાભાવથી મુક્ત બનીને, સમિતિ-ગુપ્તિમાં પ્રવર્તમાન કાયાદિચેષ્ટાની સાક્ષીભાવે સાધક નોંધ લે છે. અરે ! આંખના પલકારા વગેરેની કે મનમાં ઉઠતા વિકલ્પોની-વિચારોની પણ તેમાં ભળ્યા વિના સાધક નોંધ લે છે. બધું જાગ્રતપણે પ્રવર્તે છે. Thoughtless Awareness ના શિખરે સાધક સ્થિર બને છે. અતીન્દ્રિય નિર્વિકલ્પ બોધ અંદરમાં ઉજાગર થાય છે. પોતાના જ્ઞાનસ્વભાવી આત્મદ્રવ્યમાં ઉપયોગ ઠરી જાય છે.
આ રીતે પરદ્રવ્ય-ગુણ-પર્યાયનું કર્તુત્વ-ભોસ્તૃત્વ વિદાય લે છે તથા શુદ્ધ સ્વાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયગોચર કર્તુત્વ-ભોક્નત્વપરિણામ પ્રતિષ્ઠિત થાય છે. હવે રાગાદિભાવ વડે પોતાનો ઉપયોગ દબાતો નથી. રાગાદિ ભાવો કરતાં નિજઉપયોગ બળવાન બને છે. સમસ્ત પરદ્રવ્ય-ગુણ-પર્યાય પ્રત્યે અત્યંત ઉદાસીનતા પ્રવર્તે છે. સ્વાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયમાં જ તૃપ્તિ અનુભવાય છે. પ્રતિક્રમણાદિ આવશ્યક અનુષ્ઠાનમાં પ્રવર્તતી યોગધારા અને ઉપયોગધારા સ્વસમ્મુખપણે પ્રવર્તે છે. કર્મોદયધારામાં ભળ્યા વિના, ઉપયોગને શુદ્ધ બનાવવાના માર્ગે સાધક વળે છે. વાણી-વર્તન-વિચાર-વિકલ્પને શાંત સાક્ષીભાવે ઉદાસીનપણે જોવાથી કર્મોદયધારાના વળતા પાણી થાય છે. “રેવત, હેવત નાવતિ દૈ' - આ સમીકરણ સાકાર થાય છે. વિકલ્પાદિ પર્યાયોથી આત્મદ્રવ્ય છૂટું પડી જાય છે. શુદ્ધસ્વરૂપના માહાસ્યથી આત્મા અત્યંત ભાવિત થાય છે. ચિત્તવૃત્તિપ્રવાહ પણ દઢતાથી નિજસ્વરૂપવિષયક અનુભૂતિથી વણાઈ જાય છે. નિજ ચૈતન્યપટ ઉપર કેવળ નિષ્કષાયતા, નિરુપમ નિર્વિકારિતા, અજોડ સમતા, સહજ સમાધિ, અદ્વિતીય વીતરાગતા, પરમ તૃપ્તિ, પ્રગાઢ શાંતિ, અત્યંત સ્વસ્થતા, સ્વાધીન પરમાનંદ અનુભવાય છે. નિજસ્વરૂપ પ્રત્યે અંતરમાં પરમ પ્રીતિ પ્રગટે છે. સર્વત્ર સર્વદા સ્વરૂપઅનુસંધાન ટકે છે. તેના બળથી વિકલ્પાદિ સાવ પાંગળા બની જાય છે.
૧. વિશેષાવષ્યકભાષ્ય-૧૨૨૨ + પંચવસ્તુ-૯૧૯ ૨. વિયદિન્ત સુત્ત, સુખડુ તય€ તદ તિસ્થમા (થર્મરત્નપ્રજરરૂ) ૩. સૂયગડાંગસૂત્ર - ૨/૨/૨૯ ભાગ-૨/પૃષ્ઠ – ૩૧૬ તથા દ્રવ્યાનુયોગપરામર્શકણિકા – ૧૩/૭.