________________
/૬
☼ सम्मतितर्कवृत्तिसंवादः
एकत्वेन वितर्को यस्मिन् तदेकत्ववितर्कं विगतार्थ- व्यञ्जन - योगसङ्क्रमत्वाद् अवीचारं द्वितीयं शुक्लध्यानम् । तथाहि एकपरमाणावेकमेव पर्यायमालम्ब्यत्वेनादायान्यतरैकयोगबलाधानमाश्रितव्यतिरिक्ताशेषार्थव्यञ्जनयोगसङ्क्रमविषयचिन्ताविक्षेपरहितं बहुतरकर्मनिर्जरारूपं निःशेषमोहनीयक्षयानन्तरं युगपद्भाविघातिकर्मत्रयध्वंस- रा नसमर्थमकषायच्छद्मस्थवीतरागगुणस्थानभूमिकं क्षपको द्वितीयं शुक्लध्यानमासादयति प्रायः पूर्वविदेव । तदनन्तरं ध्यानान्तरे वर्त्तमानः क्षायिकज्ञान - दर्शन - चारित्र-वीर्यातिशयसम्पत्समन्वितो भगवान् केवली जायते” (स.त. ३/६३/पृष्ठ-७३५) इत्यादि व्यक्तं सम्मतितर्कवृत्तौ ।
વિયુક્તઅવસ્થાવાળો સ્વભાવ જ માનવાની આપત્તિ આવી પડશે અને આત્માને નિત્યમુક્ત માનવો પડશે. જો આવું માની લેશો તો વિયોગની વાત જ સમાપ્ત થઈ જશે. કેમકે વિયોગ તો બન્ધાત્મક સંયોગના વિનાશસ્વરૂપ છે. બન્ધ જ નહીં હોય તો વિયોગ શેનો થશે ? પ્રસ્તુતમાં વિયોગ વિનાશ તો વસ્તુધર્મસ્વરૂપ સપ્રતિયોગિક પદાર્થ છે. પ્રતિયોગી બન્ધ છે. તેના વગર વિનાશ ન થઈ શકે. ‘બે આંગળીઓનો સંયોગ છે' - આવું જોયા કે જાણ્યા પછી જ ક્યારેક ‘હવે આ બન્ને આંગળીઓ વિયુક્ત છે' - એવો વ્યવહાર કરાય છે. પહેલા સંયુક્તઅવસ્થા જ ન હોય તો આંગળીઓને ‘વિયુક્ત' કેવી રીતે કહેવાશે ? નિષ્કર્ષ એ નિકળ્યો કે એકાન્તવાદમાં નિર્જરા તત્ત્વની સંગતિ નથી બેસતી. * દ્વિતીય શુક્લધ્યાનનું સ્વરૂપ-કાર્ય-ફળ ♦
Cl
(પુત્વેન.) જે ધ્યાનમાં વૈવિધ્યને છોડીને એકરૂપે વિતર્ક (= શ્રુતજ્ઞાન) કરાય તેને એકત્વવિતર્ક કહેવાય. આ ધ્યાનમાં અર્થ, વ્યંજન (=શબ્દ) અને યોગોનું સંક્રમણ નથી હોતું, અવસ્થિત હોય છે. માટે આ બીજા પ્રકારનું આધ્યાત્મિક શુક્લધ્યાન નિર્વિચાર છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે :- આ ધ્યાનમાં એક જ પરમાણુના એક જ પર્યાયને વિષય બનાવી ધ્યાનની ધારા વહે છે. કોઈ એક યોગબળનું અહીં આધાન હોય છે. જે યોગબળનો આશ્રય લીધેલ છે તેનાથી અન્ય યોગયુગલ, અર્થ અથવા વ્યંજનોમાં અહીં સંક્રમણ નથી હોતું, તેમજ તેના વિશે અન્ય ચિંતાવિશેષ પણ નથી. આ ધ્યાનમાં પ્રચુર કર્મનિર્જરા થાય છે. સમગ્ર મોહનીય કર્મ ક્ષીણ થઈ ગયા પછી આ ધ્યાનમાં એક પ્રબળ સામર્થ્ય રહે છે કે તે એકી સાથે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય ત્રણેય ઘાતિકર્મોનો વિચ્છેદ કરી નાખે છે. આ ધ્યાન બારમા ગુણઠાણે પોતાની ભૂમિકાનો નિર્વાહ કરે છે. નિષ્કષાય છદ્મસ્થ વીતરાગ ક્ષીણમોહ આ બારમું ગુણઠાણું છે. ઉપશમક ઉપશમશ્રેણિમાં આરૂઢ મહાત્મા આના ધ્યાતા નથી બનતા. પરન્તુ મોહનીયનો ક્ષય કરનારા ક્ષપક મહાત્મા જ આ ધ્યાનના ધ્યાતા હોય છે, જે પ્રાયઃ પૂર્વોના જ્ઞાતા હોય છે. આ બીજા શુક્લધ્યાનના ધ્યાતા જ્યારે આ ધ્યાનને પૂર્ણ કરીને આગળ ધ્યાનાન્તરદશામાં (= ધ્યાનાંતરિકામાં) આરોહણ કરે છે ત્યારે તે ભગવાન કેવળજ્ઞાની બને છે. તેમની પાસે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સમ્યગ્દર્શન, ક્ષાયિક ચારિત્ર તેમજ ક્ષાયિક વીર્ય (= પરાક્રમશક્તિ) નો વૈભવ ઝગમગારા મારે છે.” સમ્મતિતર્કવ્યાખ્યામાં આમ સ્પષ્ટપણે કહેલ છે.
=
-
=
-
સ્પષ્ટતા :- શુક્લધ્યાનના (પ્રથમ બે પ્રકારના) માધ્યમથી કેવળજ્ઞાન મળે છે. તથા દ્વિવિધ પરમશુક્લધ્યાનના માધ્યમથી મોક્ષ મળે છે. પ્રસ્તુતમાં “આર્તધ્યાનાદિ ચાર ધ્યાનમાંથી અંતિમ ધ્યાનના બે ભેદ છે - (૧) શુક્લધ્યાન અને (૨) પરમશુક્લધ્યાન. તથા શુક્લધ્યાનના બે ભેદ છે અને