________________
५२
० प्रव्रज्या ज्ञानयोगप्रतिपत्तिस्वरूपा 0 पु प्रकृते ज्ञान-क्रिययोः गौण-मुख्यभावस्त्वेवं बोध्यः । “प्रव्रज्यायाः ज्ञानयोगप्रतिपत्तिरूपत्वाद्” (यो.दृ. - स.१० वृ.) इति योगदृष्टिसमुच्चयवृत्तिवचनात्, ब्रह्मसिद्धान्तसमुच्चये (३५३) श्रीहरिभद्रसूरिभिः दीक्षाया - विद्याजन्मरूपत्वोपदर्शनात्, साधोः प्रतिदिनं प्रहरचतुष्कप्रमाणस्य स्वाध्यायस्य विहितत्वाच्च निर्ग्रन्थानां न ज्ञानयोगप्राधान्यम् । तत्पूर्वं तु क्रियायोगप्राधान्यम्। सात्मीकृतपञ्चाचारस्य साधोः द्रव्यानुयोग
છે ..... તો સમ્યગ્દર્શન ન મળે છે સ્પષ્ટતા :- અગીતાર્થની નિશ્રામાં રહેવામાં આવે તો તે અગીતાર્થ કદાચ ઉગ્રતપસ્વી-ચુસ્તસંયમી હોય તો પણ પોતાની નિશ્રામાં રહેલા સાધુ-સાધ્વીઓને જિનાજ્ઞા મુજબ આરાધના કરાવી શકતા નથી. પોતાની દષ્ટિએ સારું લાગવા છતાં ભગવાનની દૃષ્ટિએ જે તદન ખોટું હોય તેવું પણ આચરણ પોતાના આશ્રિતને અગીતાર્થ સંયમી કરાવી બેસે. આવું કરવામાં કદાચ અગીતાર્થનિશ્રિત દુર્ગતિમાં પણ પહોંચી જાય તેવું બની શકે. સૂર્યાસ્ત પછી વિહારમાં એકસીડન્ટ થયો હોય, શરીર લોહીલુહાણ થઈ ગયું હોય, તેવા સંયોગમાં હોસ્પિટલમાં જવાથી તો વિરાધના થાય' એમ વિચારી સાધુને હોસ્પિટલમાં પહોંચાડવાના બદલે સાધુને અસમાધિમરણમાં ફસાવી દુર્ગતિમાં પણ અગીતાર્થ વડીલ પહોંચાડી દે તો નવાઈ નહિ !
આવી અનેક પ્રબળ સંભાવનાઓને લક્ષમાં રાખીને ગચ્છાચાર પયજ્ઞામાં અગીતાર્થનો સંગ છોડવાની આ ભલામણ કરવામાં આવેલ છે. તે જ રીતે પોતાના બોધમાં સંતુષ્ટ હોય તેવા અલ્પશ્રુતવાળા જીવોને ત, સમ્યક્તસપ્તતિકા ગ્રંથમાં સમકિતશૂન્ય બતાવેલા છે. તેનાથી એક સુંદર મજાની વાત સૂચિત થાય છે
કે શાસ્ત્રને એક વાર ભણ્યા પછી ન્યાય-વ્યાકરણના આધારે પોતાને જે અર્થ સમજાય તેટલો જ તે સ સૂત્રનો અર્થ ન સમજવો પણ તે સિવાયના અન્ય ગૂઢાર્થ-પરમાર્થને ગીતાર્થ મહાત્મા પાસેથી મેળવવા હંમેશા તત્પર રહેવું જોઈએ. જ્ઞાની પુરુષનો સમાગમ થાય ત્યારે પોતે ભણેલા શાસ્ત્રના વિશેષ અર્થને જાણવા માટે ઉત્સુક રહેવું જોઈએ. અનુભવમાર્ગે આગળ વધતાં જેમને અનેક દિવ્ય પરમાર્થો ઉપલબ્ધ થયા હોય તેવા આત્મજ્ઞાની મહર્ષિના ચરણોની ઉપાસના કરતા-કરતા શાસ્ત્રના ઐદપૂર્વાર્થ સુધી પહોંચવાની ઝંખના જે સાધકોમાં ન હોય તેઓ પોતાના સમ્યગ્દર્શનના દરવાજા બંધ કરે છે – એમ ત્યાં તાત્પર્ય જણાય છે.
જ્ઞાન-ક્રિયામાં ગૌણ-મુખ્યભાવનો ઉત્સર્ગ અપવાદ (પ્રવૃત્તેિ.) પ્રસ્તુતમાં જ્ઞાન-ક્રિયાનો ગૌણ-મુખ્યભાવ આ પ્રમાણે સમજવો. (૧) યોગદૃષ્ટિસમુચ્ચય વ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિએ જણાવેલ છે કે “પ્રવ્રજ્યા = દીક્ષા એ જ્ઞાનયોગનો સ્વીકાર કરવા સ્વરૂપ છે.” (૨) તેઓશ્રીએ જ બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય ગ્રંથમાં દીક્ષાને વિદ્યાજન્મસ્વરૂપ દર્શાવેલ છે. તથા (૩) શાસ્ત્રમાં સાધુ ભગવંતો માટે રોજ ચાર પ્રહર (આશરે બાર કલાક) સ્વાધ્યાય કરવાનું વિધાન કરેલ છે. આ ત્રણ હેતુથી સિદ્ધ થાય છે કે નિર્ઝન્થ એવા સાધુ ભગવંતો માટે જ્ઞાનયોગ એ મુખ્ય છે. નિર્ગન્ધદશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્રિયાયોગ એ સાધકજીવનમાં પ્રધાન છે. જે સાધુ ભગવંતે જ્ઞાનાચાર આદિ પાંચેય
ચારોને આત્મસાત્ કરેલ હોય તેના માટે ઉત્સર્ગથી દ્રવ્યાનુયોગનું પ્રાધાન્ય ઉચિત છે. અર્થાત્ તેવા સાધુ દ્રવ્યાનુયોગને પોતાના જીવનમાં મુખ્ય બનાવે તે ઔત્સર્ગિક મોક્ષમાર્ગ છે. તથા વર્યાન્તરાય કર્મના ઉદયથી