SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ o आहाराऽभावेऽनर्थः । ૨/૪ - तथान्यैरप्यभिहितम् “उत्पद्यते हि सावस्था देश-कालाऽऽमयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात् कर्म कार्यं च * વર્નયેતા ” (દરવર્ષાદિતા ૨/૩/ર૬) ત્યારે” (ભૂ.કૃ.૨//૮ વૃત્તિ) | र “किमित्येवं स्याद्वादः प्रतिपाद्यत इत्याह - आभ्यां द्वाभ्यां स्थानाभ्यामाश्रिताभ्यामनयोर्वा स्थानयोराधान कर्मोपभोगेन कर्मबन्धभावाऽभावभूतयोर्व्यवहारो न विद्यते। तथाहि - यद्यवश्येनाधाकर्मोपभोगेनैकान्तेन कर्म હોય.” તથા ચરકસંહિતા ગ્રંથમાં અન્ય દર્શનના ચરક ઋષિએ પણ કહે છે કે દેશને, કાળને અને રોગને આશ્રયીને તેવા પ્રકારની અવસ્થાનું (= પરિસ્થિતિનું) નિર્માણ થાય છે કે જેમાં ન કરવા લાયક કામ કરવું જરૂરી બની જાય તથા કરવા યોગ્ય કામ છોડવું પડે.” જ પ્રશમરતિ ગ્રન્થનું તાત્પર્ય એ સ્પષ્ટતા :- પ્રશમરતિ ગ્રંથના ઉપરોક્ત શ્લોકનું તાત્પર્ય એ છે કે નિર્દોષ મેવા-મીઠાઈ-ફળ-ફરસાણ -વિગઈ વગેરે અભક્ષ્ય ન હોવા છતાં પણ તીવ્ર રાગાદિ પરિણામને ઉત્પન્ન કરવા દ્વારા સંયમનો ઘાત કરનારા બને તો અકથ્ય બની જાય. કારણ કે ગોચરીને ૪૨ દોષો કરતાં પણ માંડલીના પાંચ દોષો (ઈગાલ, ધૂમ વગેરે) વિશેષ પ્રકારે સંયમઘાતક છે. તેથી પોતાના માટે સંયમઘાતક બનનારા નિર્દોષ પણ મેવા-મીઠાઈને સાધુ વાપરી ન શકે. “જિનાજ્ઞા તો નિર્દોષ ગોચરી વાપરવાની છે. મીઠાઈ અભક્ષ્ય તું નથી અને નિર્દોષ છે. તો શા માટે હું ન વાપરું ?' - આવી દલીલને ત્યાં અવકાશ રહેતો નથી. રેશમી વસ્ત્રો નિર્દોષ મળતા હોય તો પણ વર્તમાનકાલીન સાધુને તે કલ્પી ન શકે. સ્ત્રીના ચિત્રોથી સુશોભિત A કરેલ બંગલા નિર્દોષ હોય તો પણ સાધુ તેમાં ઉતરી ન શકે. તથા ક્યારેક માંદગી, એક્સીડન્ટ વગેરે - કટોકટીના સંયોગમાં દોષિત ગોચરી હોય તો પણ વિવેકપૂર્વક સાધુને તે કલ્પી શકે. બાળ-વૃદ્ધ-ગ્લાન -ઉગ્રતપસ્વી વગેરેને દોષિત ગોચરી પણ અવસરે યતનાપૂર્વક ખપી શકે છે. ઉત્સર્ગ-અપવાદમાર્ગનું આલંબન ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેટલું લેવું? તે અંગે સૂક્ષ્મ વિવેકદષ્ટિ અત્યંત આવશ્યક છે. કથ્યના અને અકથ્યના વિષયમાં અનેકાન્તદષ્ટિ આપીને વાચકશિરોમણિ ઉમાસ્વાતિજી મહર્ષિ વિશેષ પ્રકારની પરિસ્થિતિને અનુલક્ષીને કષ્ણ-અકથ્યના વિષયમાં અનાગ્રહી બનવાનો ઉપદેશ આપે છે. - શીલાંકાચાર્યજીનું તાત્પર્ય જ (“વિમિત્વે) સૂયગડાંગસૂત્રના અનાચારશ્રુત અધ્યયનની બે ગાથામાંથી પ્રથમ ગાથાની વ્યાખ્યા કર્યા બાદ “ર્ટિ કાર્દિ ગાથાની વ્યાખ્યા કરતા શ્રીશીલાંકાચાર્ય મહર્ષિ પ્રશ્ન ઉઠાવે છે કે “શા માટે આ રીતે કથ્ય-અકથ્યની બાબતમાં, આધાકર્મીને ભોગવટાથી કર્મબંધ થવો કે ન થવો તે બાબતમાં સ્યાદ્વાદને = અનેકાન્તવાદને = ભજનાને દર્શાવવામાં આવે છે ? આનો જવાબ એ છે કે “પ્રસ્તુતમાં આધાકર્મી વસ્ત્ર-ભોજનાદિના વપરાશથી અવશ્ય કર્મબંધ થાય જ અથવા ન જ થાય' - આવા બે પ્રકારના એકાન્ત સ્થાન સ્વરૂપ જવાબથી સર્વજ્ઞમાન્ય વ્યવહાર સંભવિત નથી. અથવા સાતમી વિભક્તિને આગળ કરીને કહી શકાય કે આવા જવાબનો સ્વીકાર કરવામાં આવે તો સર્વજ્ઞસંમત વ્યવહાર થતો નથી. તે આ રીતે - જો “આધાકર્મી વસ્ત્ર-ભોજનાદિનો ઉપયોગ કરવાથી સાધુને એકાન્ત = અવશ્ય કર્મબંધ થાય તેવું માન્ય કરવામાં આવે તો આ રીતે આધાકર્મી અન્ન-પાણીનો એકાન્ત ત્યાગ કરવામાં કયારેક ભોજન-પાણી ન મળવાથી ચોક્કસ અનેક મુસીબતો આવી પડે. તે આ રીતે - સાધુને ભૂખની
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy