SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ २४ 0 कदाग्रहिस्वरूपप्रकाशनम् । રસ એ સાખિ ઉપદેશપદાદિક ગ્રંથઈ લહીનઈ “શુભ પંથિ = ઉત્તમ માર્ગે ચાલો. प अङ्गं तु गौणमेव भवति । ततः चरण-करणानुयोगतो द्रव्यानुयोगस्य महर्द्धिकत्वं महत्त्वञ्च . अनाविलम् । एतद् गौरव-लाघवमजानन्तः ये केचिद् गुरुकुलवास-द्रव्यानुयोगाभ्यासादिकं प्रधानयोगम् अवज्ञाय केवलाऽज्ञातोञ्छग्रहणादिबाह्ययोगनिरताः ते तुच्छाः असद्ग्रहवन्तो विज्ञेयाः । म तदुक्तं श्रीहरिभद्रसूरिभिः उपदेशपदे '“एयमिह अयाणंता असग्गहा तुच्छबज्झजोगम्मि। णिरया पहाणजोगं चयंति गुरुकम्मदोसेण ।। सुटुंछाइसु जत्तो गुरुकुलचागाइणेह विण्णेओ। सबरसरक्खपिच्छत्थघायपायाऽछिवण तुल्ले ।।” (उप.प. ६७६/६७७) इति । एतादृशीम् उपदेशपदाधुक्तिं लब्ध्वा = उपलभ्य शुभे = उत्तमे क पथि = मार्गे चर। માટે હોય તેના કરતાં તે પ્રધાન (મુખ્ય) કહેવાય. જેમ કે ધન મેળવવા માટે નોકરી કરવામાં આવે છે. તેથી નોકરી કરતાં પણ ધનપ્રાપ્તિ મુખ્ય કહેવાય. સ્વાધ્યાય માટે શુદ્ધ ગોચરી-પાણીને સાધુ-સાધ્વીજી ભગવંતો ગ્રહણ કરે છે. માટે સ્વાધ્યાય મુખ્ય કહેવાય. નિર્દોષ ગોચરી-પાણી ગૌણ કહેવાય. સ્વાધ્યાય સાધ્ય છે, અંગી છે, ઉદેશ્ય છે, કાર્ય (= પ્રયોજન) છે. નિર્દોષ ગોચરી સાધન છે, અંગ છે, કારણ છે. તેથી ચરણ -કરણાનુયોગ કરતાં દ્રવ્યાનુયોગ નિરાબાધપણે મહદ્ધિક અને મહત્ત્વપૂર્ણ સિદ્ધ થાય છે. આ પ્રમાણે લાઘવ -ગૌરવને (લાભ-નુકસાનને) નહિ સમજતા જે કેટલાક અગીતાર્થો ગુરુકુલવાસ, દ્રવ્યાનુયોગનો અભ્યાસ વગેરે મુખ્ય યોગની અવગણના કરીને માત્ર અજ્ઞાતપિંડ (= નિર્દોષ આહાર-પાણી) મેળવવા વગેરે બાહ્ય એ યોગમાં જ ગળાડૂબ થયેલા છે તેઓને તુચ્છપ્રકૃતિવાળા અને કદાગ્રહગ્રસ્ત સમજવા. આ જ્ઞાનયોગને મુખ્ય બનાવીએ . * * (તબુ) તેથી જ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે ઉપદેશપદ ગ્રંથરત્નમાં જણાવેલ છે કે “આધ્યાત્મિક A લાભ-નુકસાનસ્વરૂપ લાઘવ-ગૌરવને નહિ જાણતા કેટલાક કદાગ્રહી સાધુઓ અસાર એવા બાહ્ય યોગમાં ગળાડૂબ બની ગુરુકુલવાસ, દ્રવ્યાનુયોગ આદિનો અભ્યાસ વગેરે યોગસાધનાને છોડે છે. કેમ કે તેઓ ભારે કર્મરૂપી દોષથી ઘેરાયેલા હોય છે. ગુરુકુલવાસ વગેરેને છોડીને નિર્દોષ ગોચરી વગેરેમાં યત્નશીલ રહેવું તે તો ભભૂતિવાળા સાધુ પાસેથી મોરના પીંછા લેવા માટે ભભૂતિવાળા સંન્યાસીનું મસ્તક તલવારથી ઉડાડી દેવાની પ્રવૃત્તિ કરવા છતાં તે સંન્યાસીને પોતાનો પગ ન અડી જાય તેની કાળજી રાખનાર ભીલના પ્રયત્ન સમાન છે” – આ પ્રમાણે ઉપદેશપદ વગેરે ગ્રંથના વચનને જાણીને સારા માર્ગમાં ચાલો. જ ભૌતિઘાતક ઉદાહરણ છે. | સ્પષ્ટતા :- ઉપદેશપદમાં ભભૂતિવાળા સાધુ પાસેથી મોરપીંછા લેવાનું ઉદાહરણ આ પ્રમાણે છે કે કોઈક ભીલે સાંભળ્યું કે “તપસ્વી મહાત્માઓને આપણો પગ અડકી જાય તે મોટા નુકસાન માટે થાય છે.” એક વખત તેને મોરપીંછાની જરૂર પડી. બીજા સ્થાને સારી રીતે તપાસ કરવા છતાં તેને • કો. (૧૩)માં “જાણી શુભપંથ જે દ્રવ્યાનુયોગ માર્ગ તિણે ચાલો’ પાઠ. સિ.+કો.(૯૧૩)+આ.(૧)માં “શુભ પંથ જે દ્રવ્યાદિવિચાર દ્રવ્યાનુયોગ માર્ગ તિહાં ચાલો’ પાઠ. જે પુસ્તકોમાં “માર્ગિ' પાઠ.કો. (૭)નો પાઠ લીધો છે. 1. एतदिह अजानन्तोऽसद्ग्रहाः तुच्छबाह्ययोगे। निरताः प्रधानयोगं त्यजन्ति गुरुकर्मदोषेण ।। 2. शुद्धोञ्छादिषु यत्नः गुरुकुलत्यागादिनेह विज्ञेयः। शबरसरजस्कपिच्छार्थघातपादाऽच्छुपनतुल्यः ।।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy