________________
16
ૐ પાર્શ્વનાથાય હી ||
|
ૐ પદ્માવત્યે @ ||
છ પ્રસ્તાવના )
- પૂજ્ય આચાર્યદેવ
...... શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા. ગુજરાતી વાડ્મયના પ્રખર અભ્યાસી હતા - કે.કા.શાસ્ત્રી. એકવાર (સંસારીપણામાં) અમારી શાળામાં આવ્યા હતા. બહુમાં બહુ તો હું સાતમા ધોરણમાં ભણતો હોઈશ. તે વખતે શાસ્ત્રીજીએ કહ્યું હતું કે “ગુજરાતી રાસો, ખાસ કરીને જૈન રાસો પર એવી નિંદા થતી કે “એ બધા રાસડા તો ફાસડા છે. એમાં કોઈ તત્ત્વ નથી.” પણ ઉપાધ્યાય યશોવિજયજીએ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ રચ્યો તે પછી એ પ્રવાદ બંધ થયો. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસના તત્ત્વને સમજતા ભલભલાનું પાણી ઉતરી જાય તેવું છે.”
આમ, એક અજૈન વિદ્વાનના મુખે જ્યારથી દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ પર પ્રશંસાના પુષ્પો વરસતા જાણ્યા ત્યારથી આ ગ્રંથને જોવાની ઉત્કંઠા કહો કે લાલચ જાગેલી. - ત્યાર બાદ અમારા સંસારી નિવાસસ્થાનમાં એટલે તે વખતના ખોજાના માળામાં (હાલ ભારજા ભુવન-ગુલાલવાડી) ૩ જે માળે શ્રીહીરાલાલ ગંભીરમલ વખારીયા રહેતા હતા. ધાર્મિક અધ્યયન અને અધ્યાપન એ એમના જીવનનો રસ હતો. તેઓ તે વખતે અમારા ઉપકારી દીક્ષાર્થીબેન ગુલાબબેન (હાલ - સાધ્વી વારિષેણાશ્રીજી - ગુલાલવાડી)ને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભણાવતા હતા. વળી પાછી સ્મૃતિ એ અંગેની જાગૃત થઈ. મારી સમજ પ્રમાણે એ ગ્રંથના પાના ફેરવતો રહ્યો. પણ તત્ત્વ બહુ સમજમાં ન આવ્યું.
એક વાર ૫૦૦૦ થી પણ વધુ પુસ્તકોનો સંગ્રહ મેં બાર્બી નગરમાં જોયો. અમારી સ્થિરતા વધુ ન હતી. છતાંય ૫000 પુસ્તકોને ફંફોળી ગયો. જેમાં એક પુસ્તક મળ્યું ‘દ્રવ્યાનુયોગ તર્કણા”.
શ્રીભોજકવિ દ્વારા વિરચિત આ ગ્રંથ એ ઉપાધ્યાયજી દ્વારા ગુજરાતીમાં રચાયેલ ગ્રંથ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ” પરથી બનાવેલ સંસ્કૃત ભાવાનુવાદ જેવો છે. અત્યંત હર્ષથી મારા નેત્રો ઉભરાયા. ઉપાધ્યાયજીના ગ્રંથને જાણે સાચી ભાવાંજલિ મળી છે. તેનાથી ખૂબ ખુશી થઈ. તે ગ્રંથને પણ ઉપર છલ્લી દૃષ્ટિથી નજર નીચે કાઢ્યો. પણ બંને ગ્રંથની સરખામણી પૂર્વક અધ્યયનનો સમય ન રહ્યો.
આમ, આવા ગ્રંથસાગરને સમ્યફ અવગાહવાનો વસવસો મનમાં રહ્યા જ કર્યો. પાછો એક શુભ અવસર આવ્યો. અમારા મિત્રસમ શ્રીયશોવિજયજી ગણીએ મને આ ગ્રંથની પ્રસ્તાવના લખવાનું કહ્યું. મેં આ વાતને સ્વીકારે પણ બે વર્ષ પૂરા થવા આવ્યા હશે.