________________
૧/૨
• अनुयोगस्वरूपप्रतिपादनम् । *અનુયોગ કહિઍ સૂત્રાર્થ વ્યાખ્યાન. प्रधानतया क्रियारुचिशालिनश्च । तत्र ज्ञानरुचिशालिषु एव अनेन प्रकरणेन प्रधानतया उपकारः शक्यः। अतः प्रकृते आत्मार्थिशब्दस्य 'ज्ञानरुचिः' इत्यर्थः कृतः इति ज्ञायते । यथा ज्ञानरुचिशून्यक्रियारुचिशाली जीवः आत्मार्थी इति वक्तुं न शक्यते तथा क्रियारुचिशून्यज्ञानैकरुचिशाली जीवोऽपि आत्मार्थी इति वक्तुं न युज्यते। ततश्चात्र आत्मार्थिपदेन ज्ञानरुचिः यदोच्यते तदा ‘क्रियारुचिः नात्मार्थी' इति न बोद्धव्यम् ।
साम्प्रतम् अनुयोगपदं व्याख्यामः । सूत्रस्य स्वाभिधेयेन समं अनुरूपः उत्प्रेक्षितोऽपि अनुकूलो वा योगलक्षणो व्यापारः अनुयोग उच्यते । तदुक्तं विशेषावश्यकभाष्ये श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः "अणुवयणमणुओगो सुयस्स नियएण जमभिहेएणं । वावारो वा जोगो जोऽणुरूपोऽणुकूलो वा ।।”(वि.आ.भा.८४१) इति। तदुक्तं श्रीशीलाकाचार्येणापि आचाराङ्गसूत्रवृत्तौ “सूत्राद् अनु = पश्चाद् अर्थकथनमिति भावना” (आ.१/१/१/पृ.३) इति। तदुक्तं स्थानाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिरपि “अनुयोजनं = सूत्रस्य अर्थेन सम्बन्धनम्, अनुरूपः अनुकूलो वा योगः = सूत्रस्याभिधेयार्थं प्रति व्यापारः = अनुयोगः, व्याख्यानमिति ભાવ:” (થા.૨૦/૧૧૮/g.ર૪) તિા વિધ્ય શાસ્ત્રીનુરિઝળી પર્યાનોનાગરિ અનુયોના ઉધ્યો. જીવો ઉપર જ ઉપકાર શક્ય હોવાથી અહીં “આત્માર્થી શબ્દનો અર્થ જ્ઞાનરુચિ કર્યો છે – એવો આશય જણાય છે. જેમ જ્ઞાનરુચિ વિના એકલી ક્રિયારુચિવાળા જીવને આત્માર્થી કહી શકાતો નથી, તેમ ક્રિયારુચિ વિના એકલી જ્ઞાનરુચિવાળા જીવને પણ આત્માર્થી કહી શકાતો નથી. એટલે ગ્રંથકાર “આત્માર્થી શબ્દનો અર્થ “જ્ઞાનરુચિ' કરે ત્યારે “ક્રિયારુચિવાળો જીવ આત્માર્થી નથી' - એવું ન સમજવું.
અનુયોગની વ્યાખ્યા 9 (સામ્પ્ર.) હવે સૌપ્રથમ તો અનુયોગની અમે વ્યાખ્યા કરીએ છીએ. સૂત્રને પોતાના અભિધેય-અર્થની સાથે જોડવું તેને અનુયોગ કહેવાય. એટલે કે સૂત્રને અનુરૂપ પ્રતિપાદન કે સ્વયં ઉન્મેક્ષિત પણ સૂત્રને અનુકૂળ બને તેવું સંગત પ્રતિપાદન કરવા સ્વરૂપ યોગ તે અનુયોગ કહેવાય છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે જણાવેલ છે કે “શ્રુતને = શાસ્ત્રને ચોક્કસ એવા અર્થની સાથે જોડવાનું કામ કરવું = વ્યાપાર તે અનુયોગ કહેવાય. અથવા શાસ્ત્રને અનુકૂળ કે અનુરૂપ એવો અર્થનો યોગ = સંબંધ કરવો તે અનુયોગ કહેવાય.” આચારાંગસૂત્રની વ્યાખ્યા(Commentary)માં શ્રીશીલાંકાચાર્યજીએ પણ જણાવેલ છે કે “અનુ = સૂત્રની પાછળ, યોગ = અર્થનું જોડાણ કરવું તે અનુયોગ. મતલબ એ છે કે મૂળસૂત્રના અભ્યાસ પછી સૂત્રના અર્થનું નિરૂપણ કરવું તે અનુયોગ કહેવાય.” સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ પણ જણાવેલ છે કે “સૂત્રનો અર્થની સાથે સંબંધ જોડવો તે અનુયોગ. અથવા સૂત્રને અનુરૂપ કે અનુકૂળ બને તે રીતે સૂત્રનો અર્થની સાથે સંબંધ જોડવો તે અનુયોગ.' તથા ક્યાંક શાસ્ત્રાનુસારી પર્યાલોચના = પરામર્શ પણ અનુયોગ કહેવાય છે.
.. ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯) + સિ.માં નથી. 1. अनुवचनमनुयोगः श्रुतस्य नियतेन यदभिधेयेन। व्यापारो वा योगो योऽनुरूपोऽनुकूलो वा।।