________________
।। महामहिम श्रीशङ्खश्वरपार्श्वनाथाय नमः ।।
।। શ્રીવાન-પ્રેમ-મુવનમાનુ-નયયોષસૂરિ-પંન્યાવિશ્વવન્ત્યાવિનયસદ્ગુરુભ્યો નમઃ ।। તાર્કિકશિરોમણિ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીકૃત
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
સ્વોપજ્ઞ સ્તબકાર્થ સહિત
ઢાળ - ૧
(રાગ : દેશાખ - ચોપાઈ )
21
ટબાનો મંગલ શ્લોક
=
CI
→ તેનું ધામતિ શ્રૃત્વા વચ્ચે મુળમથા શિરા * द्रव्यानुयोगरासस्य भावं भविहितावहम् ॥ १ ॥ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ ગુરુવર પ્રણમી પ્રેમથી, નમી શંખેશ્વર પાસ; દ્રવ્યાનુયોગકર્ણિકા તણી, ફેલાય છે સુવાસ ॥૧॥ શારદમાત કૃપા કરી, મુજ મન પૂરો આશ; સેવકજનહિત ચિત્ત ધરી, મુજ મુખ કરજો વાસ ॥૨॥ ટંબાના મંગલ શ્લોકનો અર્થ :- ઈન્દ્રસંબંધી આત્મસંબંધી જ્ઞાનતેજનું હૃદયમાં સ્મરણ કરીને દ્રવ્યાનુયોગરાસના ભાવને સરળ ભાષાથી કહીશ. એ ભાવ ભવ્ય જીવો માટે હિતકારી છે. (૧) ભૂમિકા :-શ્રીવિક્રમાર્કની ૧૭-૧૮મી શતાબ્દીના અલંકાર જિનશાસનશણગાર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર્યશ્રીએ સંસ્કૃતભાષાના અનભિજ્ઞ જિજ્ઞાસુઓ માટે જૂની ગુજરાતી (મારુ ગુર્જર અને ક્વચિત્ અપભ્રંશ) ભાષામાં રચેલ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' સ્વોપજ્ઞ સ્તબકાર્થ (ટબાર્થ) સહિત વર્તમાનમાં મળે છે. ૧૭ ઢાળમાં રચાયેલ પ્રસ્તુત રાસના પૂર્ણ-અપૂર્ણ કુલ નવ મુદ્રિત પુસ્તકો વર્તમાન કાળે મળે છે. તદુપરાંત કોબા, પાટણ, આગ્રા, માંડલ, મોરબી, લીંબડી, એલ.ડી. ઈન્ડોલોજી વગેરેના જ્ઞાનભંડારમાંથી કુલ ૩૬ હસ્તપ્રતોની પ્રતિનકલો (Photo Copies) મને મળી. હસ્તપ્રતોની પ્રતિનકલોમાં વધુ શુદ્ધ-સારા અને અનેક નવા પાઠો મળ્યા. પુસ્તકોમાં મુદ્રિત ટબા કરતાં ઘણું મોટું કદ દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબાનું હસ્તપ્રતોના આધારે જણાયું. તેનું સંશોધન+સંપાદન કરી તેના આધારે સંસ્કૃત ભાષામાં “દ્રવ્યાનુયોગપરામર્શ’ નામનો શ્લોકબદ્ધ મૂળગ્રંથ + ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની તેની સંસ્કૃત વ્યાખ્યા રચવાનું સૌભાગ્ય ૧. તમામ મુદ્રિત પુસ્તકોમાં આ શ્લોક નથી. લી.(૪)+સં.(૧)+કો.(૩)+સિ.+આ.માં આ શ્લોક મળે છે. હસ્તપ્રતોના સંકેત માટે ‘દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ'માં ‘રાસની હસ્તપ્રતોનો પરિચય' વિભાગને (પૃષ્ઠ 48 થી 51) જુઓ. .કો.(૫+૬+ ૧૦+૧૨+૧૩+૧૪+૨૧)+ભા.+B.(૧)+લી.(૧+૨+૩)+સં.(૨+૩)માં શાં.ને છોડીને પૂર્વ મુદ્રિત તમામ પુસ્તકોમાં ટબાનો મંગલશ્લોક આ મુજબ છે. પેન્દ્રશ્રેળિનતં નત્વા નિનું તત્ત્વાર્થવેશિનમ્ । પ્રવન્દે તોળવાપાડત્ર તેશાર્થ: શ્વિનુષ્યતે।। શાં.માં ટબાનો મંગલશ્લોક જ નથી. *. સિ.માં ‘મ્રુત્વા’ ના સ્થાને ‘ધ્યાત્વા’ પાઠ છે. *. આ.(૧)માં ‘દ્રવ્યાનુયોગસારસ્વ' પાઠ છે.
તથા