SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) જગદષ્ટિ સર્વ જીવાત્માઓ દુઃખી જ છે. ઇંદ્રિયજન્ય સર્વ ઈષ્ટ પદાર્થો ધન વિના પ્રાપ્ત થતા નથી. નિર્ધન મનુષ્ય ધન રહિત છે, અને અભિલાષા અત્યંત છે, તેથી સર્વ ભાગ્ય સામગ્રીથી રહિત હોવાથી તેઓ બિચારા પિતાને સ્વયં દુઃખી જ માને છે. પરંતુ જેઓ ધનવાન છે, તેમને તે જેમ જેમ ધનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ દુગુણી, ગુણ, તૃષ્ણ પણ વધતી જ ચાલી જાય છે. ગમે તેટલા ઈચ્છિત ધનની પ્રાપ્તિ થાય તે પણ તેમને તૃષ્ણારૂપ અગ્નિ શાંત થતું નથી, પરંતુ ઉલટે વધતે વધતે તે અગ્નિ તેના સાધકને નિરંતર બાળ્યાજ કરે છે. એવી સ્થિતિમાં તૃપ્તિ અને વાસ્તવિક શાંતિ કયાંથી થાય? અને તૃપ્તિ વિના યથાર્થ સુખ પણ કયાંથી? સર્વ જગતવાસી સંસારી જીનું કપેલું સુખ પણ માત્ર પરાધીન છે. એ પરાધીન સુખ કરતાં મહાપુરુષે કહે છે કે–સ્વાધીન દુઃખ ઘણું શ્રેષ્ઠ છે, એ ઇદ્રિયજન્ય આદિ સુખમાં પ્રત્યક્ષ પરાધીનપણું હોવા છતાં તેમાં સુખની કલ્પના ઘડવી, એ જીવનો નર્યો ભ્રમ છે. આથી આ વાત સુનિશ્ચિત છે કે–જે જીવમાં પર પદાર્થની લેશ પણ આશા છે, તે ખરેખર દુઃખી જ છે. પરંતુ જેઓ આશા રહિત છે, તે જ વાસ્તવિક સુખી છે. સંસારી જીવે માત્ર આશાના દાસ અને ઇન્દ્રિય વિષચેના ગુલામ છે, તેથી જ તેઓ દુઃખી છે. પરંતુ મુનિજનો આશા માત્રના ત્યાગી અને ઇંદ્રિય વિષયેથી રહિત છે, તેથી ખરેખર તેઓ માત્ર સુખી છે. એવા એ મુનિજનના અદભુત ગુણેની ગ્રંથકાર પ્રશંસા કરે છેयेदतत्स्वच्छंद विहरणमकार्पण्यमशनं सहाय्यः संवासः श्रुतमुपशमैकश्रमफलम् । मनोमन्दस्यन्दं बहिरपिचिरायातिविमृशन् न जानेकस्येयं परिणतिरुदारस्य तपसः ॥ ६७॥ विरतिरतुला शास्त्रे चिंता तथा करुणापरा मतिरपि सदैकान्तध्वांतप्रपंचविभेदिनी અનાનસપથ રાત્રે જોવાનો भवति महतां नाल्पस्येदं फलं तपसोविधेः ॥ ६८॥ કેવળ સ્વાધિનરૂપ જેનો વ્યવહાર છે. દીનતા રહિત ભજન છે,' નિરંતર ગુરુજનેના સમાગમમાં જેનો નિવાસ છે, કષાયના અતિ મંદ વેગ રૂ૫ શાંત ભાવમય જેનું અંતઃકરણ છે, આત્મવિચારમાં જે લીન
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy