SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ (રાપ) મટે? રાગાદિ દેની નિવૃત્તિ અર્થે કાયકલેષાદિરૂપ તપ કરવું એ તે પિલા કસરત કરવાવાળા મનુષ્યના જે એક સામાન્ય ઉપચાર છે. પણ પરદેષ કથા કથન, શ્રવણપણાનો નિષેધ કરે એ ગરિષ્ટ ભેજન છેડવા તુલ્ય મુખ્ય ઉપચાર છે. માટે એ પરદેષ કથા કહેવી સાંભળવી તું નિવાર. મુમુક્ષુને એ ન ઘટે. સાંભળઃ– दोषः सवर्गुणाकरस्य महतो दैवानुरोधात् क्वचिघातो यद्यपि चंद्रलाञ्छनसमस्तं दृष्टुमन्धोऽप्यलम् । दृष्टानोति न तावदस्य पदवींमिन्दोः कलङ्क जगद्विश्वं पश्यति तत्प्रभाप्रकटितं किं कोऽप्यगात्तत्पदम् ॥ २५०॥ સર્વ ગુણનિધાનરૂપ મહાપુરુષને કદાચિત્ કઈ કર્મોદયવશાત્ કઈ મૂળ ગુણ વિષે ચંદ્ર લંછનની માફક કઈ અ૫ દેષ ઉપજે તો તેને જગતવાસી મૂઢ અને વિવેકશુન્ય અંધ છે પણ જોઈ શકે છે. જેમ ચંદ્રમાનું કલંક તેની વિસ્તીર્ણ પ્રભાથી જ જગતમાં પ્રગટ થાય છે, પણ તેના સ્થાન સુધી જઈ કેઈ આવ્યું નથી, તેમ મહાપુરુષનો અવગુણ પણ તેના વિસ્તીર્ણ નિર્મળ ગુણોથી જ પ્રકાશિત થાય છે, પણ કેઈ તેના સ્થાનમાં (અંતઃકરણમાં) જઈ જોઈ આવ્યું નથી. જે મહાભાગ્ય સાધુપુરુષમાં અનેક ગુણે પ્રકાશી રહ્યા છે, તેનામાં કઈ કઈ વખત પ્રારબ્ધવશાત્ કઈ કઈ સ્વ૫ દેષ થઈ આવે છે. અત્યંત ઉત્કૃષ્ટ ગુણના પ્રકાશમાં એ દેષો તે મહાત્મામાં તેના વાસ્તવિક સ્વરૂપે જેમ છે તેમ દેખાય છે. અને તેથી અજ્ઞાની જને પણ તે દેષોને દેષરૂપે સમજી શકે છે. તેમ છતાં પણ જ્ઞાની પુરુષ તો જ્ઞાની જ રહે છે અને અજ્ઞાની જન અજ્ઞાની જ રહે છે. દેષ દષ્ટિવાન જીવ પરદેશને જોવા માત્રથી કાંઈ જ્ઞાની વા મહાત્મા થઈ શકતો નથી. તે તો નિરંતર દેષ યુક્ત જ કહે છે. એવી પરદેષ દૃષ્ટિથી આત્મીય ગુણોને વાસ્તવિક ઉત્કર્ષ કદીપણ થઈ શકતો નથી. ચંદ્રની નિર્મળ શાંત અને ઉજજવળ પ્રભાથી પ્રકાશીત થઈ રહેલા તેના લંછનને સર્વ મનુષ્ય જોઈ શકે છે, પરંતુ બતાવો તો ખરા કે તે ચંદ્ર લંછન અને એમાં કોઈ મનુષ્ય આજસુધીમાં તે નિર્મળ ચંદ્રના ઉજજવળ મહત્વને પામી શકે છે? ના. ઉત્તમ પદાર્થ અંતર્ગત રહેવાવાળા કેઈ દેષને દેખવા માત્રથી તે દર્શકની યેગ્યતા કદી પણ વધી જતી નથી. | હે મુમુક્ષુ! અનાદિ દુઃખના હેતુરૂપ સંસારદશાને ક્ષય માત્ર પિતાના કષાય ક્ષયથી છે, એમ તું સમજે છે તો પછી એ પરદેષ જેવા
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy