SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૩) શુભાશુભ કર્મની ઉદયાનુસાર, ઈચ્છાઓ કે અનિચ્છાએ, અનુભવ કરીને, વેદીને આખું જગત નિર્જરા કરી રહ્યું છે. તેમાં જ્ઞાનની કે સવિવેકની જરૂર નથી. જ્ઞાન છે કે અજ્ઞાન હે, વિવેક છે કે અવિવેક હ-ઉદયાભિમુખ કર્મને રસપૂર્વક અનુભવ કરી પ્રાણી માત્ર નિર્જરા કરી રહ્યાં છે. માત્ર ચેગી પુરુષ સમ્યકજ્ઞાનજન્ય સદ્દવિવેક વડે અવિપાક ( શુભાશુભ કર્મ ફળને વિપાક અનુભવ્યા સિવાય) નિર્જરા કરે છે. પ્રખર આત્માનુભવજન્ય અતીન્દ્રિય આનંદાનુભવ આડે કર્મફળના વિપાકને અનુભવવાનો તે દઢ ચગીને અવકાશ જ કયાં છે? અને તેથી જ તે કર્મફળે નિ:સત્વપણને પામી પિતાના સ્વભાવ પ્રમાણે ફળાનુભવ કરાવ્યા સિવાય આ છેડેથી પેલે છેડે ચાલ્યાં જાય છે, અર્થાત નિષ્ફળતાને પામે છે. વળી ગ્રંથકાર સાધુ પુરુષને હિત શિક્ષા આપે છે કે – महातपस्तडागस्य संभृतस्य गुणाम्भसा। मर्यादापालिवन्धेऽल्पामप्युपेक्षिष्टमाक्षतिम् ॥ २४७॥ મહાતપરૂપી તલાવમાં રહેલું સમ્યકદર્શનાદિક નિર્મળ જળ મર્યાદારૂપી પાળથી અખંડપણે સુરક્ષિત રહે છે અર્થાત્ પંચપણ હાનિ પામતું નથી. જ્યાં સુધી પાળ દઢ રહે ત્યાં સુધી તળાવમાં પાણું ટકી શકે છે. પણ પાળ તૂટી જાય તલાવનું પાણી વિખરાઈ જાય છે. તેમ ગુણરૂપી જળથી ભરેલા તારૂપી તલાવની મર્યાદા રૂપી પાળ વિષે નાનું સરખું પ્રતિજ્ઞાભંગરૂપી છિદ્ર પડતાં એ તારૂપી તલાવમાંનું ગુણરૂપી જળ સ્વયં વિખરાઈ જાય છે. વળી – दृढगुप्तिकपाटसंवृतिधृतिभित्तिर्मतिपादसंभृतिः।। यतिरल्पमपि प्रपद्य रन्धं कुटिलैर्विक्रियते गृहाकृतिः ॥ २४८॥ યતિરૂપી મહાન ગૃહ મન, વચન અને કાયમુસિઓરૂપી દઢ કમાડાથી બંધ છે, ઉત્તમ વૃતરૂપી ધીર જેની દિવાલ છે, તથા સમ્યકુબુદ્ધિરૂપ ગાઢ જેને પામે છે, તેવા સુરક્ષિત યતિપદરૂપ મકાનમાં પણ કદાચિત્ પ્રતિજ્ઞાભંગરૂપી નાનું સરખું છિદ્ર પડે તો સ્વભાવે કરીને મહા કુટીલ એવા અનાદિ રાગાદિ સર્પે એ ગતિ પદરૂપી નિર્ભય ગૃહમાં પેસી જઈ તે ગૃહને દુષિત કરે છે. જેમ ઘરનાં કમાડ, દિવાલ, અને નીચેનો પાયો દઢ હોય તો તે મકાનને પડવાને તે ભય નથી પરંતુ તેમાં પંચમાત્ર નાનું સરખું
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy