SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૫). એ જ કથનને ગ્રંથકાર વિશેષ પ્રકારે દઢ કરે છે. शुभाशुभे पुण्यपापे सुखदुःखे च षट्त्रयम् । हितमाघमनुष्ठेयं शेषत्रयमथाहितम् ॥ २३९ ॥ શુભ અર્થાત્ ઉત્તમ વચન, કરુણામય અંતઃકરણ અને સંયમરૂપ કાયા પ્રશંસા એગ્ય છે. તથા અશુભ વચન, નિર્દય-નિર્વેશ અંતઃકરણ અને અસંયમી કાયા નિંદા ગ્ય છે. એ શુભાશુભ ગ વડે પુણ્ય અને પાપને જીવને અનુબંધ થાય છે. પુણ્યદયથી સુખ તથા પાપોદયથી દુઃખ થાય છે. એ રીતે શુભ-અશુભ, પુણ્ય–પાપ, અને સુખ-દુઃખ એ છ ભેદ થયા. તે દરેક યુગલનાં આદિનાં ત્રણ (શુભ, પુણ્ય, અને સુખ) ને કેઈ અંશે હિતકારી જાણી આદરવાં તથા અંતમાં ત્રણ (અશુભ, પાપ અને દુઃખ)ને અહિતકારી જાણ સર્વથા તજવાં એ જ એગ્ય છે. નિશ્ચય દ્રષ્ટિએ જોતાં એક શુદ્ધો પગ જ ઉપાદેય છે, શુભાશુભ સર્વ વિકલ્પ ત્યાજ્ય છે. તથાપિ તેવી તથારૂપ દશાસંપન્નતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જ દશાની પ્રાપ્તિના લક્ષપૂર્વક પ્રશસ્ત પેગ પ્રવૃત્તિ ઉપાદેય છે. અર્થાત્ શુભ વચન, શુભ અંતઃકરણ અને શુભ કાયપરિસ્થિતિ આદરણીય છે–પ્રશંસનીય છે. પરંતુ મેક્ષમાર્ગને સાક્ષાત્ વિઘાતકરૂપ અશુભ પગ તે સર્વથા ત્યાજ્ય છે. જો કે શુભેપચેગ મેક્ષમાગમાં સાક્ષાત્ કારણું નથી તોપણું શુદ્ધોપચેગ પ્રત્યે વૃત્તિનો પ્રવાહ કેઈ અંશે લક્ષિત થયે છે, તેવા લક્ષવાનું જીવને પરંપરાએ કારણરૂપ થાય છે. પ્રથમ દશાના સદ્દવૃત્તિવાન જીવને કેઈ પ્રકારે એ શુભેપગ ઉપાદેય છે. કારણ કે એ વિના જીવની વૃત્તિ ટકવી કે ઉજજવળતાને પામવી અસંભવિત છે. વળી શુભ પરિણુમાદિથી પુણ્ય અને પુણ્યથી અનુકુળ સુખ સામગ્રી તથા સ્વર્ગાદિક અભ્યદય પ્રાપ્ત થાય છે, જ્યારે અશુભ પરિણામથી પાપ અને પાપ ઉદયથી આત્માને પ્રતિકુળ દુઃખ સામગ્રી તથા નર્કાદિક દુર્ગતિ સાંપડે છે, એટલે એ અશુભેપચેગ કઈ રીતે આત્માને ઉપાદેય નથી. શુભપગજન્ય પુણ્ય પરિણામનું શાતાજન્ય સાક્ષાત્ સુખ તે તે જ કાળે અનુભવાય છે. જ્યારે પાપ પ્રવૃત્તિ અને પાપ પરિણમજન્ય ભયંકર વ્યાકુળતારૂપ દુઃખનો સાક્ષાત્ અનુભવ પણ તે જ કાળે થાય છે. જીવ જે પિતાનાં વર્તમાન પ્રવર્તન અને પરિણામ ઉપર સભ્યપ્રકારે ઉપગને પ્રેરે તે ઉપરોક્ત કથન તેને સ્પષ્ટ પ્રતીતિમાં આવી શકે એમ છે. અને તે ઉપરથી ભાવિ સુખ દુખનું પણ અનુમાન જેમ છે તેમ બંધાય છે, અને તે પણ કલ્પિત
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy