________________
(૧૯)
સંસાર સમુદ્ર કિનારે નજીક આવતાં કેઈ સવિવેકવાન જીવને પ્રાપ્ત હોય છે. અને એ સામગ્રી સંપન્ન સમ્યકપ્રકારે જીવ થાય છે, ત્યારે એમ નિશ્ચયથી સમજાય છે કે તે બહુ અલ્પ સંસારી જીવ છે. વળી –
यमनियमनितान्तः शान्तबाह्यान्तरात्मा परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी । विहितहितमिताशी क्लेशजालं समूलं
दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः ॥ २२५ ॥ યાજજીવ હિંસાદિ પાપને ત્યાગ, શરીરાદિ બાહ્ય વસ્તુઓથી અંતઃકરણનું ઉપેક્ષિતપણું, નિર્વિકલ૫ શાંતભાવમાં નિમગ્નતા, પ્રાણીમાત્ર પ્રત્યે પરમ અનુકંપા, હિત અને મિત ભેજનની સ્વભાવતઃ આદત, નિંદ્રા અને પ્રમાદાદિને જય, વિષય કષાયાદિ અર્થે થતા આરંભ સમારંભાદિને ત્યાગ, એ આદિ શુભ લક્ષણે કયા મહાભાગ્ય આત્મામાં સભ્યપ્રકારે વર્તે છે? કે જેના અંતઃકરણમાં આત્મા અને અનાત્માને સમ્યકૃવિવેક જાગ્રત થયો છે, અને તે જ જીવ સર્વ કલેષ તથા કલેષનાં કારણેને નિર્મૂળ નાશ કરી શકે છે, વાસ્તવ્યમાં કઈ અલ્પસંસારી આત્મા ઉપક્ત સામગ્રી સંપન્ન હોય છે. દીર્ઘ સંસારી નહિ. નિઃસંદેહ તે ભવ્યાતમાં થોડા કાળમાં પરમ અધ્યાત્મના સારરૂપ નિર્વાણદશાને પ્રાપ્ત થાય છે.
પૂર્વોક્ત ગુણોથી અલંકૃત મુનિજને નિશ્ચયથી મેક્ષનું ભાજન છે, એમ ગ્રંથકાર કહે છેઃ
समधिगतसमस्ताः सर्वसावद्यदूराः स्वहितनिहितचित्ताः शान्तसर्वप्रचाराः । स्वपरसफलजल्पाः सर्वसंकल्पमुक्ताः
कमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः ।। २२६ ॥ સર્વ વસ્તુઓને હેપદેયરૂપે સમ્યક્ઝકારે જેણે જાણી છે, હિંસાદિ સર્વ સાવદ્ય પ્રવૃત્તિઓથી જે સદા દૂર વતે છે, આત્મકલ્યાણના પરમ કારણરૂપ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર વિષે નિરંતર આરુઢ છે, અંતઃકરણું જેનું નિવૃત્ત પામ્યા છે સર્વ ઇંદ્રિય વિષયો જેના, સ્વાર કલ્યાણ યુક્ત ભાષા સમિતિ સહિત નિરંતર કરે છે વચનરૂપી અમૃત જેને, તથા સર્વ સંકલપ વિકલ્પથી જે મુક્ત છે એવા નિર્દોષ અને શાંત મુનિજને નિ:સંદેહ મોક્ષનું એક અદ્વિતીય ભાજન છે, કહો કે સાક્ષાત્ મૂર્તિમાન મોક્ષ છે.