________________
(૧૧)
દ્વાદશાંગ વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી એવી નિ`ળ તત્ત્વશ્રદ્ધાનરૂપ દશા તે વિસ્તાર સમ્યક્ત્વ છે. નિગ્રંથ વીતરાગ પ્રવચન સાંભળવાથી તેમાંના કેાઈ ગહન અર્થના નિમિત્તથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વાર્થી દ્રષ્ટિરૂપ દશા તે અ સમ્યક્ત્વ છે. અંગ અને અંગબાહ્ય જે વીતરાગપ્રણીત શાસ્રા તેને અવગાહન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વશ્રદ્ધા તે અવગાઢ સમ્યક્ત્વ છે. કેવળ જ્ઞાન પચેગ વડે અવલેાકીત જે તત્ત્વશ્રદ્ધા તે પરમાવગાઢ સમ્યક્ત્વ છે. એમ એક સમ્યક્દન પરિતીને ઉત્પન્ન થવાના ઉપરોક્ત દશ નિમીત્તોના યાગે તે સમ્યક્ત્વભાવના પશુ ઉપર કહ્યા એવા દૃશ ભેદ થાય છે. તેમાંના ગમે તે નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્ત્વા શ્રદ્ધા તે એક જ પ્રકારની હાય છે.
ચાર આરાધનામાં સમ્યક્ત્વ આરાધનાને પ્રથમ કહેવાનું શું કારણ ? એવા શિષ્યને પ્રશ્ન થતાં શ્રી આચાય તેનું સમાધાન કરે
છેઃ
शमबोधनृतत्तपसां पाषाणस्येव गौरवं पुंसः ।
पूज्यं महामणेरिव तदेव सम्यक्त्वसंयुक्तम् ।। १५ ।।
-
આત્માને મ’કષાયરૂપ ઉપશમભાવ, શાસ્રાભ્યાસરૂપ જ્ઞાન, પાપના ત્યાગરૂપ ચારિત્ર, અને અનશનારૂિપ તપ એનું જે મહત્ત્પણું છે તે સમ્યક્ત્વ સિવાય માત્ર પાષાણુ એજ સમાન છે; આત્મા ફળદાતા નથી. પરંતુ જો તે જ સામગ્રી સમ્યક્ત્વ સહિત હાય તા મહામણિ સમાન પૂજનીક થઈ પડે. અર્થાત્ વાસ્તવ્ય ફળદાતા અને ઉત્કૃષ્ટ મહિમાચેાગ્ય થાય.
પાષાણુ તથા મિણુ એ અને એક પત્થરની જાતિનાં છે. અર્થાત્ જાતિ અપેક્ષાએ તે એ બને એક છે. તેપણ શાભા, ઝલક, આદિના વિશેષપણાને લઈ ને મણિના ઘેાડાભાર ગ્રહણ કરે તેાપણુ ઘણી જ મહત્તાને પામે, પણ પાષાણુને ઘણેાભાર માત્ર તેના ઉઠાવનારને કષ્ટરૂપ જ થાય છે. તેવી જ રીતે મિથ્યાત્વક્રિયા અને સમ્યકત્વક્રિયા એ અને ક્રિયા અપેક્ષાએ તે। એક જ છે. તથાપિ અભિપ્રાયના સત્ત્વ અસપણાના તથા વસ્તુતત્ત્વના ભાન-બેભાન પણાના કારણુ ને લઈને મિથ્યાત્વ સહિત ક્રિયાના ઘણા ભાર વહન કરે તે પણ વાસ્તવ્ય મહિમા યુકત-અને આત્મલાભપણાને પામે નહિ. પરંતુ સમ્યક્ત્વ સહિત અલ્પ પણ ક્રિયા યથા આત્મ લાભદાતા અને અતિ મહિમાયાગ્ય થાય.
હવે સમ્યક્ત્વ આરાધના વિષે પ્રવતતા એવા આરાધકના સ્વરૂપને
હે છેઃ