________________
મારા જેવા લાખો સુરતીઓમાં અહિંસાને આદર્શ ઓતપ્રેત કરનાર “સુરતના સાગરજી” તરીકે ખ્યાત ગુરૂદેવશ્રીના પ્રગટ-અપ્રગટ વ્યાખ્યાનેનાં પુસ્તકો છપાય અને ઘેર ઘેર પહોંચે તેવી મારી ભાવના હતી. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનેથી કેટલાય સાધુઓ સારા વક્તા બન્યા અને શ્રાવકે શ્રમણ બન્યા. પાણી જેવા પવિત્ર પૂજ્યશ્રીનાં પ્રવચનેના પુસ્તકે કેટલાય અપ્રાપ્ય છે અને કેટલાય અમુદ્રિત છે. અમારા સંઘના પ્રબળ પુણ્યદયે વાલકેશ્વર સુપાર્શ્વનાથ જૈનસંઘ શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ ઉપાશ્રયે પ્રશાન્ત તમિતિ આચાર્યદેવશ્રી દર્શનસાગરસૂરિ મહારાજ શિષ્ય પરિવાર સાથે ચાતુર્માસ માટે પધાર્યા અને બાલમુમુક્ષુ દિપકકુમારની દીક્ષા બાદ આગમ મંદિરના ટ્રસ્ટીઓ તથા પૂજ્ય ગુરૂદેવશ્રીના ભક્તવર્ગને પૂજ્ય આચાર્યદેવશ્રી તથા સંગનપ્રેમી ગણિશ્રી નિત્યદયસાગરજીએ પ્રેરણ કરી અને તેઓશ્રીની પ્રેરણાથી “આગમેદારક પ્રવચન પ્રકાશક સમિતિની સ્થાપના થઈ અને અસહ્ય મેંઘવારી હોવા છતાં એક વર્ષ જેવા અલ્પ સમયમાં જ પર્વમહિમા દર્શન,” “દેશના મહિમા દર્શન અને “આનંદ પ્રવચન દર્શન” દળદાર ત્રણ વ્યાખ્યાન ગ્રન્થો સમાજને ચરણે ધરી શકયા છીએ અને આ ચોથું પ્રકાશન ડિશક પ્રકરણ દશન” પણ સમાજને ચરણે ધરતાં આનંદ અનુભવીએ છીએ.
- શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી તથા શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ કિસી તથા અન્ય કાર્યકર્તાઓના સતત પ્રયત્નથી જ તેમજ અનેક સંઘ, સંસ્થાઓ અને ભાવિકના સહકારથી જ આ કાર્ય કરવા સમર્થ બન્યા છીએ. પ્રેસ આદિની તમામ જુસ્સેદારી લાલચંદભાઈ કે. શાહ (વણદવાળા) સંભાળી છે.
જેને જેને સહકાર મળે છે, તે સર્વેને અંતરથી અભિનંદન આપી વિરમું છું. ૭૭ એ, વાલકેશ્વર રેડ, મુંબઈ-૬ લી. સંઘસેવક, ફેન ર૭૦૭૧૨ એફિસઃ ૮૧૬૮૬૮ ઘર અમરચંદ રતનચંદ ઝવેરી [ટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર ઈ ર૭૨૧ (મુંબઈ)]