________________
૪૨. માનવજીવનની સાચી મહત્તા
૪૫
દેણદાર સારે કે લેણદાર ?
આટલી ઊંચી હદવાળું માનવ-જીવન પ્રાપ્ત થયા બાદ તેને સફળ કરવા માટે દેણદાર અને લેણદારનું દૃષ્ટાંત ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
એક દેણદાર દુખોને સહન કરીને પણ ધીમે ધીમે દેવું ચુકાવતે જાય છે, જયારે બીજે લેણદાર જેની જેની પાસે પિતાનું લેણું છે તે લેણું મેળવીને આનંદ મેજ મજા–વગેરે ભેગવવામાં પિતાના દિવસે પસાર કરે છે, ભવિષ્યની તેને જરાપણ ચિંતા નથી. આ બંનેમાંથી તમે તેને સારે ગણશે? વિચારક દષ્ટિએ કહેશે તે તમારે દેણદારને જ સારે કહેવું પડશે, કારણ કે દેણું પૂર્ણ થયા બાદ નિશ્ચિતતામાં ઘણું જ શાંતિ હોય છે. અને પછી ચાલુ કમાણીથી પિતાના દિવસે આનંદમાં નિર્ગમન કરે છે. જયારે લેણદારે આજ સુધી નવું કમાવાની તકલીફ કોઈ દિવસ ઉઠાવી જ નથી. અત્યાર સુધી લેણું ખાઈ ખાઈને દિવસે વીતાવ્યા છે. લેણું બધું ભેગવાઈ જતાં તેની સ્થિતિ બહુ જ કઢંગી થાય છે. આથી જગતની દષ્ટિએ એ લેણદાર દેણદાર કરતાં પણ ઊતરતી કેટીને ગણવામાં આવે છે. તે પ્રમાણે ઉત્તમ મનુષ્યનો ભવ પ્રાપ્ત થયા છતાં ગયા ભવની પુન્યાઈરૂપી લેણને ભેગવવામાં જ તત્પર રહેવાય નવા પુન્યની કમાણી કરવાની જરાપણ વિચારણા સાથે તકલીફ ન ઉઠાવાય તે તિર્યંચ પણ તે માનવ ઊતરતી કેટિને ગણવામાં આવે; તિર્યંચ બિચારે દુઃખ સહન કરી કરીને પાપનું દેવું ચુકવે છે, અને એ પાપની રાશિ પૂર્ણ થતાં સુખમાં આવે છે, જ્યારે લેણું ખાવામાં જ આનંદ માનનારે મનુષ્ય લેણું પૂર્ણ થતાં દુઃખના દરિયામાં ડૂબકી મારતે થઈ જાય છે. આ અપેક્ષાએ તમારે માનવ કરતાં પણ પશુપક્ષીઓને જ સારાં ગણવાં પડશે.