________________
૩૬. સૂત્રરહસ્ય
૩૭૭
જેમનું વચન યુક્તિમય હોય તેને શરણે જવું જોઈએ.” આ લેક વાસ્તવિક સ્વરૂપે વિચારનાર જ, શ્રીહરિભદ્રસૂરિજીને ભગવાન શ્રીમહાવીર પરમાત્મા પ્રત્યે કેટલે રાગ હોય તે સમજી શકાશે. તેઓને રાગ આ સૂત્રથી જ ધ્વનિત થાય છે. જેને માત્ર શબ્દાર્થને જ વળગવું હેય, રહસ્ય ન વિચારવું હોય તેમને શું કહેવું? કેને થતી શંકાના નિવારણ માટે આ લેક છે. પિતે ગૌરવપૂર્વક મહાવીર દેવ પરત્વેને રાગ કબૂલે છે, તેમના શાસનનું શરણ સ્વીકારે છે, કહે છે, હું એ શાસનને સમર્ધા , એ શાસનને પ્રચાર કરવા ઇચ્છું છું, આટલું કહીને પછી કારણમાં ઊતરીને જણાવે છે કે- તેમાં પક્ષાપાત એ કારણ નથી,” પક્ષપાતના આરેપને પ્રથમ સૂત્રથી ઈન્કાર કરે છે. યુક્તિવાળું વચન જેમનું છે તેમને ગ્રહણ કરું છું,' આવું સ્પષ્ટ વકતવ્ય હોવા છતાં અવળે માર્ગે અર્થ લઈ જાય તેને શું કહેવું ?
પ્રશસ્ત તથા અપ્રશસ્ત કવાય શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ ને શુદ્ધ ધર્મ તરફ પ્રીતિ તથા અશુદ્ધ દેવ, અશુદ્ધ ગુરુ ને અશુદ્ધ ધર્મ તરફ અપ્રીતિ એ નિર્જરાનું કારણ છે. આ ત્રણ વસ્તુ જે છોડી દઈએ તે જગતમાં નિર્જરાનું કશું કારણ નથી.
શ્રીઅરિહંત તે દેવ, શ્રીગૌતમાદિક નિગ્રંથ તે ગુરુ અને દર્શન જ્ઞાન, ચારિત્ર ને તપ તે ધર્મ. આ તમામ પ્રત્યે રાગ તે પ્રશસ્ત રાગ તથા કુદેવ, કુગુરુ ને કુધર્મ પરત્વે અપ્રીતિ તે પ્રશસ્ત દ્વેષ. આ વાત થઈ પ્રશસ્ત કપાયની. રૂપ, રસ, ગંધ, શબ્દ ને સ્પર્શ આ વિષયે અંગે, બાયડી, છોકરાં, શેઠ, નેકર, ગામ, નગર, દેશ વગેરેને અંગે કેઈપણ પ્રકારની રાગ દ્વેષની પરિણતિ થાય તે અપ્રશસ્ત. આને અંગે સાનુકૂળ પરત્વે રાગ, પ્રતિકૂળ પર દ્વેષ. આ બન્ને અપ્રશસ્ત સમજવાં. આ રાગ દ્વેષ જેમ જેમ વધે, તેમ તેમ આત્મા નીચે ઊતરવાને.
આ રીતે કષાયના બે પ્રકારઃ ૧. પ્રશસ્ત, ૨. અપ્રશસ્ત. યેગમાં પણ તે બે પ્રકાર છે. -