________________
૩૫, કષાયોનો સદુપયોગ
૩૬૯
ટેળીમાં ખાલી ખીસે રમવા જાઓ તે ધક્કો પડે! સટ્ટાબજારના કાર્ડહેલ્ડરે (દલાલ) માલદાર ગ્રાહકેને જ ગોતે છે. હરામખેરે માલદારની પાછળ વેંધા પડે છે. રાજા લુંટવા કેને ઈછે? માલદારને ! ભય બધે માલદારને ! તમામ ભય માલદારી પાછળ છે. માલદારી સૌને ગમે છે પણ તેની પાછળને ભય ગમે છે? દુનિયાદારીમાં તે ગમે છે! કબૂલ છે, કેમ ? ગમે તે કેસ પણ સામાન્ય મનુષ્યને હોય તે દશ દિવસમાં ખતમ થાય, જ્યારે માલદારને કેસ વર્ષો સુધી ચાલે છે, પરિગ્રહને પિકાર મેલનારાઓએ, “દુનિયા આગળ વધી રહી છે,” એમ કહી પરિગ્રહની વકીલાત કરનારાઓએ ધ્યાનમાં રાખવાનું છે કે જ્ઞાનીએ તે પરિગ્રહને ખરાબ કહ્યો જ છે, પણ દુનિયાની સ્થિતિ પણ એ જ સિદ્ધ કરે છે. પરિગ્રહ એ જ આત્મા માટે લપ છે, બલા છે, બંધન છે, ભયંકર ગ્રહ છે એમ જ્ઞાની તે કહે જ છે પણ આત્માની વાત દૂર રાખે તે જીવનવ્યવહારમાં તમામ પંચાત, પલે જણ વગેરે પરિગ્રહધારીને જ છે.
- મેક્ષે જવાય કયારે ? મળ મુદ્દા પર આવીએ. જે આત્મામાં સમ્યકત્વ જેવી ચીજ સ્વરૂપે ન હોય તે દર્શનમેહનીય કર્મ કરે શું? આથી સિદ્ધ છે કે આત્મા સ્વરૂપે સમ્યકત્વવાળે છે જ. તેવી જ રીતે આત્મા સ્વભાવે ચારિત્રરૂપ છે એટલે કે શુદ્ધ વર્તનવાળો છે, જગતની જેટલી પ્રવૃત્તિ તે તમામ પાપરૂપ અને કર્મબંધનના કારણરૂપ. સ્વભાવથી માનનારે, આવરણથી તેમ માનતે નથી, મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા વેગ એ કર્મબંધનનાં કારણે છે. આંખની પાંપણના હાલવાને મિથ્યાત્વાદિને સંબંધ નથી પણ તેનું હાલવું યોગની ચંચળતાથી છે.
સરકાર કહે છે કે-આંખની પાંપણ હાલે ત્યાંસુધી કોઈ મોક્ષે જાય નહિ. શ્રી ભગવતીસૂત્રકાર કહે છે કે-કેવળી થયે હય, કેવળ