________________
૩૫૪
ષોડશક કરણ દર્શન
એ કામ તે આત્માના કટ્ટરમાં કટ્ટર વૈરી હોય તેનું જ કહી શકાય ! મનની પ્રકૃતિ ચંચળ છે. પવનને તમે એક કાચની બરણીમાં ભરી રાખીને તેને વશ રાખી શકે–અંકુશમાં લઈ શકે-એ બનવા જેવું છે, પરંતુ મનને તમે અંકુશમાં લે (ધાર્મિક કરણ સિવાય) મનને તમે કાબૂમાં લે એ શક્ય નથી.
પુણ્યથી પ્રાપ્ત થયેલું સુખ એટલે વીંછી આવા વિકટમાં વિકટ મનને કાબૂમાં લેવડાવવાનું કામ જે કંઈ પણ કરતુ હોય તે તે શ્રીમાન ગુરુદેવે જ કરે છે. ગુરુદેવે ધાર્મિક ઉપદેશ દ્વારા અને તેમના વર્તન દ્વારા આ અતિદુષ્કર એવા મનને પણ કાબૂમાં લેવડાવે છે. એથી જ શ્રીમાન ગુરુદેવને આરાધવા એ આ પણ ફરજરૂપ છે. પુણ્યપ્રકૃતિથી જે વિષયે મળેલા છે તે વિષયે ભેગવી લેવા એમાં ખરે આનંદ અને ખરું કર્તવ્ય નથી જ! પુણ્યપ્રકૃતિથી મળેલા વિષયેના પચ્ચકખાણ કરીને તે વિષયને છોડી દેવા એ જ આપણું ખરું કર્તવ્ય છે.
તમે કહેશે કે પાપ કરીને સુખ મેળવ્યાં હોય અને તે સુખે ગુરુદેવ છોડાવી દેતા હોય તે તે ઠીક, પરંતુ પુણ્યપ્રકૃતિએ આપણે જે સુખ મેળવ્યાં છે, તે આ ગુરુદેવે મુકાવી દે છે, એને અર્થ શે? એને અર્થ એ છે કે એ પુણ્યપ્રકૃતિએ મળેલા વિષયે એ જ તેને માટે વીંછી જેવા છે. જેમ વીંછી ડંખે છે અને તેનું ઝેર આખા શરીરમાં પ્રસરીને બધા જ લેહીંને ઝેરી બનાવી દે છે. તે જ પ્રમાણે આપણું આત્માને માટે પણ પુણ્યપ્રકૃતિએ મળતાં સુખો વીંછી સમાન છે. એ સુખે એક વાર મળ્યાં એટલે આત્માને તેનું ઘેન ચઢે છે અને પછી એ ઘેન એવું કાતિલ નીવડે છે કે તે આત્માને પૂરેપૂરો ફસાવી દે છે. પછી તે તેને કેડે જ છેડતું નથી !
મળેલાં સાધનને ઉપગ-તરવામાં સામગ્ર-વિ, વિષયોનાં સાધને ભલે તમે પુણ્યપ્રકૃતિએ મેળવ્યાં