________________
૩૪. દેવતવની મહત્તા
દેડે! ઘડીમાં પૈસા મેળવવાના વિચારે કરે, તે ઘડીમાં સ્ત્રી મેળવવાના વિચારે કરે. ઘડીમાં પિતાના મિત્રનું ભલું કરવાના વિચારે કરે તે ઘડીમાં શત્રુને ગરદન મારવાના વિચારો કરેઃ આ મનરૂપી માંકડું આ પ્રમાણે કૂદાકૂદી તે કર્યા જ કરે છે. માંકડું સ્થિર રહે તે પિતાની પ્રવૃત્તિને ક્ષણભર ધીરી પાડે તે સંભવિત છે, પરંતુ મનરૂપી માંકડું તે ક્ષણ જેટલું પણ સ્થિર રહેતું નથી. આવા માંકડાને તમે મદિરા પાવે છે! માંકડાને દારૂ જેમ સહાયક તરીકે ટેકે આપે છે તેમ દુગલિક વિષયે મેળવવામાં અનમેદના આપનારાએ મનરૂપી માંકડાને સહાયરૂપી દારૂ પાય છે !
હવે આ મનરૂપી તેફાન માંકડું સ્વાભાવિકપણે જ ધીંગામસ્તી અને ધમાધમ કરવાના સ્વભાવવાળું અને ખટપટિયું છે. તે માંકડાને પાંચ પંદર જણ સહાનુભૂતિરૂપી દારુ પાનારા મળી આવે છે તે પછી એ માંકડું કેવી રીતે તાબે રહી શકે એને તમે જ વિચાર કરે ! વાંદરે કેરીનાં ઝાડ પર કૂદકો મારે અને કૂદકે ખાલી જાય છે તે ઠીક છે, પણ જ્યાં એક જ કૂદકે તેના હાથમાં કેરીને ગૂમખે આવી ગયે, તે તે જોઈ લેજે એ વાંદરાજીની કૂદાકૂદ ! તે જ પ્રમાણે આ મનરૂપી માંકડાને પણ જે પુણ્યપ્રકૃતિને ઉદય હોય અને એકાદ વાત ધારેલી થઈ જાય તે પછી જોઈ લેજો કે તેની કૂદાકૂદ પણ કેવી થાય છે?
વાંદરાભાઈ સ્વાભાવિકપણે જ કૂદાકૂદી કરવાની ટેવવાળે છે, તેમાં તેને તમે દારુ પાઓ એટલે તે તેની કૂદાકૂદ વ્યાજ સાથે વધે અને તેમાં પણ જો તેને વીંછી કરડે તે તેની કૂદાકૂદ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જ આગળ દોડે ! પછી સાદું વ્યાજ, વારેવારિયું વ્યાજ કે કાપી વ્યાજ ન ચાલે. પછી તે તેની કૂદાકૂદ ચક્રવૃદ્ધિ વ્યાજને હિસાબે જ આગળ વધે છે ! વાંદરા જેવું જ આ ચંચળ મન છે. તેમાં તમે તેને સહાનુભૂતિરૂપ દારૂ પાએ એટલે આ મનજી મહારાજા પણ પિતાની પ્રવૃત્તિ વ્યાજ સાથે વધારતા જ જાય છે અને તેમાં પણ