________________
કરે
ષોડશક પ્રકરણ દર્શન મણલામઃ એટલે ફળને નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે તે સદારંભ. પણ તેવી પ્રવૃત્તિ જેની ન હોય તે બાળકે સમજવા. તેવા બાળકે હેવાથી તે ગુરુની પરીક્ષા કરવામાં ત્યાગને દેખે, એટલે સાંગિક સ્થિતિ જુએ. તેના બે પ્રકાર, એટલે વેશ અને બાહા વર્તન દેખે. વેશ જોઈ જે ગુરુ કે ધર્મને માનનારા હતા તેને અંગે કહી ગયા કેઆ બહારનું લિંગ તે અસાર છે.
લિંગ બાહ્ય ચીજ છે તે અસાર છે, તે કેવી રીતે?
આ વાત બે પ્રકારે છે. એટલે ધર્મ હોય ત્યાં બાહ્ય લિંગ હોય કે બાહા લિંગ હોય ત્યાં ધર્મ હોય? તે કહે છે કે ધર્મ હોય ત્યાં બાહ્ય લિંગ હોય, પણ બાહ્ય લિંગ હોય ત્યાં ધર્મ હેય એ નિયમ નહિ. ધૂમાડે હેાય ત્યાં અગ્નિ હોય એ નિયમ ખરે પણ અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય એ નિયમ નહિ, જેમ એગેલક. તેમ અહીં બાહ્ય લિંગ કે ત્યાગની સાથે (સાંગિક સ્થિતિની સાથે) ધર્મને પ્રતિબંધ નથી. જો કે ધર્મની કે દેવ, ગુરુની સાથે બાહ્યને પ્રતિબંધ છે, નહિ તે વગર ત્યાગીને પણ ગુરુ માનવા પડે, બાહા હથિયારવાળાને પણ દેવ માનવા પડે અને આરંભ પરિગ્રહવાળાને પણ ગુરૂ માનવા પડે, પણ અહીં બાહ્ય વર્તન તે જોઈએ. સ્ત્રી કે હથિયાર છે તેને દેવ માનવાનું કહેતા નથી અને તે ન હોય તેથી દેવપણું આવી જાય એમ નથી, પણ જ્યાં દેવપણું હોય ત્યાં સ્ત્રી, હથિયાર કે માળા હોય જ નહિ
આરંભ પરિગ્રહ ન હોય તેથી ગુરુ માની લેવા એમનહિ. પણ જ્યાં જ્યાં ગુરુપણું હોય ત્યાં આરંભ-પરિગ્રહ ન જ હોય તેવી જ રીતે ધર્મને અંગે આરંભ પરિગ્રહને અભાવ હોય ત્યાં જ ધર્મ હેય એમ નહિ, પણ, ધર્મ ત્યાં આરંભપરિગ્રહ ન જ હેય. કહો કે આવશ્યક ક્રિયા, તપ, કાસગ આદિને અંગે ગુરૂપણને પ્રતિબંધ નથી પણ જ્યાં ગુરુપણું છે ત્યાં આવશ્યક ક્રિયા તપ કાર્યોત્સર્ગાદિ હોય જ, એટલે બાદા સાંગિક સ્થિતિની સાથે ધર્મ વ્યાપેલે નથી પણ ધર્મ હોય ત્યાં તે વ્યાપેલાં છે. જ્યાં જ્યાં કષ હોય ત્યાં ત્યાં સેનાપણું અને સેનાપણું