SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ષોડશક પ્રકરણ દર્શન એક શેઠિયાને જશની ઈચ્છા પણ પિતાને અપજશને ઉદય છે. તેનું શું થાય? નાત જમાડવી તે હાથની બાજી છે, તેમાં ચોવટીયાને બેલાવી નાતનું ખર્ચ પૂછ્યું કે તેણે દેહસે કહા. પણ શેઠે બસે મંજૂર કર્યા અને જશ ખાટવાની વાત કરી. આ બાજુ તૈયારી કરી, કાલે નાત જમવાની છે. અહીં ચવટીયામાં કઈ માલિક નથી છતાં જઈ આવું તે ખરે. શિયાળાને દિન હેવાથી ઘીથી કઠણ થયેલા. લાડુઓ જોયા. અહીં શેઠ ખીજાયા. અને ઘી પાછું નંખાયું. ઘીની તપેલી સાથે દીવેલની તપેલી હતી તે પણ નંખાયું. રાત્રે લાડવા તે વળાઈ ગયા. સવારે જમવા ટાણે એરડી લાડવાની ખેલી ત્યારે લોકે. દિવેલના લાડવા એમ બેલવા લાગ્યા તેથી શેઠને જશ ન મળે. અહીં ભાગ્ય વિના જશ પણ મળતું નથી. હવે સર્વ વસ્તુ પુણ્ય કે ધર્મને આધીન છે અને તેથી જગતમાં કિંમતીમાં કિંમતી ચીજ ધર્મ છે અને તે કિંમતી છે એટલે પછી તેની પાછળ જરૂર નકલી થવાના. અને તેથી જ ધર્મના ફાંટાઓ ઘણા છે. જે આ કિંમતી ન હતી તે ધર્મના ફાંટા થાત જ નહીં. જેને જોઈએ તે આંખ ઉઘાડી રાખે તે જ અસલી માલ મળે. પણ તેમાં ખબરદારી રાખવી જોઈએ. એટલે જેની સેંકડો નકલ થઈ હોય ત્યારે અસલી માલ લે હોય તે ખબરદારી રાખવી જોઈએ. અહીં ધર્મ આને ઈષ્ટ છે. પણ તે ખબરદારી રાખે તે જ તે લઈ શકે, તે વિના અસલી ધર્મ ન જ મળે. સર્વ દર્શનકારે ધર્મને તપાસીને લેવાની વાત કહે છે, પણ ધર્મ સારે ગણવાને કઈ દષ્ટિએ? છોક છા૫ના રંગ સારા દેખે, પણ છાપ બરાબર ન નીરખે. એનાથી ચઢિયાતા હાવભાવ તપાસે. ત્રીજાએ કોઈની છબી તપાસી, જેની છબી છે તે બરાબર છે કે નહિ એ પણ જુએ. તેમ અહીં ધર્મ લેવાવાળા જુદી જુદી દષ્ટિએ વિચાર કરે. જેમને લાંબી બુદ્ધિ નથી, અક્કલ કે વિચાર નથી તે માત્ર બાહ્ય લિંગ માત્ર દેખીને ધર્મની તપાસ કરે. એટલે સાધુમહારાજના બાહ્ય વર્તન-લેચનાદિ, ગોચરી, ઈરિયાસમિતિ આદિ સર્વને તપાસે.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy